ભુજમાં ક્રીકેટ સટ્ટા પર એસએમસી ત્રાટકી : મોટા ગજાનો બુકી હથ્થે ચડયો :વધુ ખુલાસા થશે કે પછી? : સ્થાનિક પોલીસમાથી હવે કોના ચડશે તપેલા?
પશ્ચીમ કચ્છમાં એસએમસીની બે દીવસમાં ચોથો સપાટો : મિત બાદ સ્મીત ક્રીકેટ સટ્ટામાં દબોચાયો
હમીરસર તળાવ પાસે ગઈકાલે રાત્રે કાર્યવાહી કરી યુવકની કરાઈ ધરપકડ : તેના પાસેથી મળેલી માસ્ટર આઈડીમાં ર.૬પ કરોડનું બેલેન્સ મળ્યું : વેચાણથી આઈડી આપી મદદગારીમાં ૧૦ શખ્સોના નામ ખૂલ્યા : ભુજમાં ક્રિકેટ સટ્ટાનો એસએમસીએ અઢી મહિનામાં બીજી વખત પર્દાફાશ કર્યો
બે કરોડની બેલેન્સવાળા આઈડી ધરાવતો સટ્ટોડીયા ખેંગાર પાર્ક પાસે ગાડીમાં બેઠા બેઠા ક્રીકેટ સટ્ટા રમાડતો ઝડપાય અને તેનાથીં સ્થાનિક ખાખીધારીઓ અજાણ હોય તેવુ બને ખરૂ? : આ બાબતે ગંભીરતાથી તપાસ કરવી જોઈએ
ભુજ : આઈપીએલની મેચ દરમિયાન ફેન્ટેસી એપ પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાય છે. જોકે, તેમાં કાર્યવાહી થતી નથી પરંતુ માસ્ટર આઈડી વડે રમાતો જુગાર ગેરકાયદે હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી એસએમસીનું ધ્યાન પશ્ચિમ કચ્છ તરફ ખેંચાયું છે. ગત પાંચ માર્ચના એસએમસીએ ભુજમાં રિલાયન્સ સર્કલ પાસે કાર્યવાહી કરીને ક્રિકેટ સટ્ટો રમાડતા અને ભુજના પ્રમુખ સ્વામીનગરમાં ઓધવ પાર્ક-ર મા રહેતા મીત ઉર્ફે બબુ કાંતિલાલ કોટકને ઝડપી લીધો હતો. આ કાર્યવાહીના અઢી મહિના બાદ ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ફરી એકવાર ભુજમાં દરોડો પાડી ક્રિકેટ સટ્ટો ઝડપી પાડ્યો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને મળેલી બાતમીના આધારે ગઈકાલે રાત્રે ભુજના હમીરસર તળાવ પાસે આઈના મહેલ તરફના રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ગાડીમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા ભુજના ઓધવ રેસિડેન્સીમાં રહેતા સ્મિત કૈલાશકુમાર ઠક્કર (ગણાત્રા)ને ઝડપી લીધો હતો. ક્રિકેટ સટ્ટો રમાડનાર તે મુખ્ય આરોપી છે. તેની પાસે મળેલો મોબાઈલ તપાસતા તેમાં બે આઈડી મળી આવી હતી. વેગાસબુક૯.કોમ હિમાંશુ ક્લીગર નામની બે આઈડીમાં કુલ ર,૬પ,ર૬,૯૪૦ રૂપિયાનું બેલેન્સ મળી આવ્યું હતું. આ સાથે પાંચ લાખની ગાડી, ૬૦ હજારનો મોબાઈલ અને ૧૦,ર૦૦ રોકડા કબજે કરવામાં આવ્યા હતા. મોબાઈલ તપાસતા આરોપીએ અન્ય લોકોને વેચાણથી આઈડી આપી હતી. તેના ધારકોના નામ સામે આવ્યા હતા. પોલીસે બન્ને માસ્ટર આઈડી આપનાર મુખ્ય આરોપી હિમાંશુ ક્લિગર સામે અલગ અલગ આઈડીના ધારકો ભુજમાં ક્રીકેટ સટ્ટા પર
જેમાં વિશાલ મહેશ્વરી (મુંબઈ), ગની બજર (નલિયા), સલીમ (નલિયા), જયદીપ શાહ (નલિયા), આનંદરાજ (નલિયા), આકાશ (ભુજ), પારસ તેમજ અન્ય બે મળી કુલ ૧૧ લોકો સામે ભુજ એ-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એસએમસીના પીઆઈ કે.એચ.જણકાટની ટીમે દરોડો પાડ્યો હતો. હવે જોવાનુ છે કે સ્મિતની પુછતાછમાં વધુ શું કડીઓ આ પ્રકરણમાં બહાર આવવા પામી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અઢી મહિલા પહેલા એસએમસીએ ભુજમાં ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો ત્યારે જવાબદાર બી-ડિવિઝન પોલીસ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. તે બાદ નારાણપરમાં દારૂ પકડાયો હતો. તેમાં પણ માનકૂવા પોલીસ સામે કોઈ ખાતાકીય કાર્યવાહી થઈ ન હતી. જે બાદ માંડવી-મરીન પોલીસની હદમાં ત્રગડી ગામે ૮૩ લાખનો દારૂ પકડાયા બાદ પીઆઈ અને બીટ જમાદારને સસ્પેન્ડ કરવા સાથે એલસીબી પીઆઈને લિવ રિર્ઝવમાં મુકી દેવામાં આવ્યા હતા. હવે ચોથી વખત ભુજ એ-ડિવિઝન પોલીસની હદમાં ક્રિકેટ સટ્ટો પકડાયો છે ત્યારે સ્થાનિક પોલીસ સામે કોઈ કાર્યવાહી થશે કે પછી કુલડીમાં ગોળ ભંગાઈ જશે તેવી ચર્ચાઓ તેજ બની છે.
..................................
ભુજમાં હાઈપ્રોફાઈલ સટ્ટોડીયો ઝડપાયો, ગાંધીધામમાં કેમ આબાદ?
આઈપીએલ ક્રીકેટ સટ્ટો : પન્ટરો પર તવાઈ-મોટા બુકીઓ આબાદ :
પૂર્વ કચ્છમાં પણ લલિત-નીલી જેવા સટ્ટાકીંગ સાથે ખાખીનું ઈલુ-ઈલુ..?
ગુજરાત સહિત ઠેરઠેર ક્રીકેટ સટ્ટો છે પ્રતિબંધિત : આઈપીએલ દરમ્યાન જિલ્લામાં ઠેર-ઠેર એકલ-દોકલ સટ્ટા રમાડનારા
પકડાયા પરંતુ લલિત અને નીલી ઉર્ફે અશ્વીની જેવા સટ્ટાકીંગ ફરી રહ્યા છે આબાદ : આવા બુકીઓ સાથે ખાખીના અમુક ભ્રષ્ટ અધિકારી-તત્વોના છે ફિકસીંગ : પન્ટરો પકડાય તે વખતે જ કયા બુકીએ એપ્લીકેશન આપી છે તેની જાણકારી મેળવ્યા બાદ આગળની કાર્યવાહી કરવાના બદલે મોટા મોટા બુકીઓ સાથે સેટીંજ કરી લેવાય છે?
પૂર્વ્ કચ્છમાં તો લલિત આણી સટ્ટાકીંગ ટોળકીઓને ક્રીકેટ સટ્ટાના ધંધા-નેટવર્ક ધમધમાવવા માટે ર૦ લાખની રોલેક્ષ કાંડા
ઘડીયાળો અપાઈ ચૂકી છે ભેટમાં : કયા ભ્રષ્ટ ખાખીધારીના કાંડા પર લલીત ટોળકીએ આપેલી આ કાંડા ઘડીયાલ રોલેક્ષ શોભી રહી છે? : જો તપાસ થાય તો જિલ્લાભરમાં વકરેલા ક્રીકેટ સટ્ટાના મોટા નેટવર્કનો થાય ખુલાસો
જો સટ્ટાકાંડોની કડક અને ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો ભુજ અને ગાંધીધામ-આદિપુરમાં પણ ભાડુઆતી બેંક એકાઉન્ડ પોલીસ ફરીયાદોમાં પણ આ જ ક્રીકેટ સટ્ટોડીયાનો સંડોવણી બહાર આવવા પામે તેમ છે? ક્રીકેટ સટ્ટામાં આવતી બેનામી રકમો આવા જ ભાડુઆતી ખાતાઓમાં ટ્રાન્ઝેકશન મારફતે જ દુબઈ હવાલો મોકલવામા આવતી હોય છે?
ગાંધીધામ : દેશ-દુનીયામાં જે ક્રીકેટ સ્પર્ધાના રોમાંચક જંગની આતુરતાપૂૃર્વક રાહ જોવાતી હોય છે તેવી આઈપીએલ હાલમાં તેની ચરમસીમાએ જઈ પહોચી છે. અને તેવામાં દર્શકો અને ક્રીકેટ રસીયાઓની સાથોસાથ જ આ આઈપીએલ પર અબજોના સટ્ટા લગાડનારાઓ પણ ગેલમાં જ આવી ગયા છે. સરહદ પર સર્જાયેલી સ્થિતીના કારણે એક બ્રેક પછી ફરી શરૂ થયેલી આઈપીએલ અંતિમ તબક્કામાં છે ત્યારે ખાળે ડુચ્ચા અને દરવાજા માકળા જેવો સટ્ટાનો ખેલ ચરમસીમાએ પહોચ્યો છે. ગુજરાત સહિતના રાજયોમાં ક્રીકેટ સટ્ટો પ્રતિબંધીત છે એટલે પન્ટરોને ઝડપી લઈને બુકીઓ સાથે લખો રૂપીયાના ફિકસીંગ કરવાનો ખેલ પોલીસ બેરોકટો ચલાવાઈ રહ્યો હોવાની વાતો સમયાંતરે સામે આવતી જ રહેતી હોય છે. સમયની સાથે બુકીઓ સટ્ટાનો ખેલ ચલાવવા માટેઅ ાધુનીક પદ્વતિઓ અપનાવતા ફરી રહ્યા છે. મોબાઈલ ફોન ઉપર સટ્ટા બુકીંગ કરતા પન્ટરો પકડાય છે પણ બુકીઓ હવે સીમ કાર્ડ વગર જ બ્રોડબેન્ડ ઈન્ટરનેટથી સંચાલીત એપ્લીકેશનથી સટ્ટો રમાડીને જાણે આઝાદ છે. આમ છતા પન્ટર પકડાય ત્યારે કયા બુકીએ એપ્લીકેશન આપી છે તેની જાણકારી મેળવ્યા બાદ તપાસ આગળ નહી વધારવા માટે મોટી રકમના ફિકસીંગ કરાવમાં આવતા હોવાની ચર્ચાઓ બુકી બજારમાં પણ જામી છે.
આવા કિસ્સાઓ હાલમાં ગુજરાતમાં ઠેર ઠેર સામે આવ્યા છે ત્યારે જાણકારો કહે છે કે કચ્છમાં પણ આઈપીએલ દરમ્યાન છુટ્ટાછવાયા એકલ-દોલક તત્વોને ક્રીકેટ સટ્ટા રમાડતા પકડી લેવામા આવતા હોય છે, તેઓ કઈ એપ્લીકેશનથી સટ્ટા રમતા હતા તે પણ ખુલ્લી જવા પામે છે પરંતુ તેઓ કયા સટ્ટોડીયાઓ-બુકીઓના ઈશારે અથવા તો તેમનાથી લાઈન મેળવી અને આ ક્રીકેટ સટ્ટાની માયાજાળ ચલાવતા હતા તેનું હજુ સુધી એક પણ કિસ્સામાં ખુલાસો થવા પામ્યો જ નથી.? કચ્છમાં ક્રીકેટ સટ્ટાની વાત આવે એટલે લલીત અને નીલી ઉર્ફે અશ્વીનીના નામો તો સપાટી પર આવી જ જાય. કારણ કે આ તત્વોનું પણ પૂર્વ્ કચ્છમાં એક મોટુ ક્રીકેટ સટ્ટા નેટવર્ક ધમધમી જરહ્યું છે.
આ બુકીઓના હાથ નીચે કામ કરનારા પન્ટરો પોલીસ હથ્થે ચડયા પણ છે અને નીલી ઉર્ફે અશ્વીની જેવાઓના તો તેમની પુછતાછમાં નામો પણ અગાઉ ખુલી ચુકયા છે પરંતુ ખાખીના જવાબદારો આવા મોટા ગજાના બુકીઓને પકડી અને લાખો-કરોડોના સટ્ટકાંડનો પર્દાફાશ કરવાના બદલે ક્રોસમાં કોઈ એજન્સી તેને પકડવા પહોચતી હાયે તો ભ્રષ્ટ ખાખીધારી નીલી ઉર્ફે અશ્વીની જેવા બુકીને જાણ કરી અને ફરાર કરાવી દેતા હોય છે. જાણકારો તો એમ પણ સ્પષ્ટ કહી જ રહ્યા છે કે, લલિત અને નીલી જેવા ક્રીકેટ સટ્ટોડીયાઓ અને અહીના અમુક ભ્રષ્ટ ખાખીધારીઓની વચ્ચે સટ્ટાના ખેલ મુદ્દે ઈલુ ઈલુ પણ ચાલી જ રહ્યું છે. લલિત ટોળકી દ્વારા ક્રીકેટ સટ્ટાને ન અટકાવવા માટે પૂર્વ કચ્છમાં ભ્રષ્ટ ખાખીધારીને ર૦ લાખની રોલેક્ષની કાંડાઘડીયાળ પણ ભેટ ધરી ચુકયા છે. અને એટલે જ નાના નાના છુટાછવાયા ક્રીકેટનાપન્ટરોને પકડે છે પરંતુ નીલી ઉર્ફે અશ્વીની અને લલિત જેવા સટ્ટાના સુત્રધારો તરફ કાયદાની ગિરફત કયારે વધારવામાં જ નથી આવતી? અહી પણ તપાસ કરવી જોઈએ કે લલિત ક્રીકેટ સટ્ટોડીયા દ્વારા આ ર૦ લાખની કાંટા ઘડીયાળ રોલેક્ષ કંપનીની કયા ખાખીધારીને આપવામાંં આવી હતી? જો આ અધિકારી સુધી તપાસ પહોચે તો પણ પૂર્વ કચ્છમાં ખાખીના પલળેલા ભ્રષ્ટ તત્વો તથા ક્રીકેટ સટ્ટોડીયાઅ વચ્ચેનું ઈલુ ઈલુ આપોઆપ ખુલવા પામી જાય.

Comments