Trending News
સ્થાનિક સમાચાર

દયાપરથી ઝડપાયેલ નાપાક જાસુસીકાંડમાં ભેદભરમ : સહદેવના સાગરીતો કોણ? ૪૦ હજાર કોણ આપી ગયું?

27 May



મોદીના કચ્છ પ્રવાસથી બે રોજ પહેલા જ છેવાડાના સરહદી વિસ્તારમાં આતંકવાદ વિરોધી ટુકડી ત્રાટકી અને એક જાસુસને ઉઠાવી ગઈ હોવાના પ્રકરણમાં ચર્ચાય છે અનેક પ્રશ્નો : દેશભરની અલગ અલગ એજન્સીઓ દોઢવર્ષથી ચાલતા જાસુસીકાંડને ભેદવામાં કેમ રહી ગઈ નિષ્ફળ? નેવી-કોસ્ટગાર્ડના બાધકામના સ્થળો સુધી આ શખ્સ કેવી રીતે પહોચી ગયો?


કલેકટરશ્રી કેમ ન પાડે પરિપત્ર સાથેનો આદેશ બહાર..કે, સરહદીક્ષેત્રો ઉપરાંતમાં કામદારો સપ્લાય કરતી એજન્સીઓ તેમના કર્મચારીઓના પોલીસ વેરીફીકેશન ચેક કરાવે ફરજીયાત, એ જમા થાય બાદમાં જ કામ સોપાય : દયાપરમાં આરોગ્ય ક્ષેત્રમાં જાસુસ ફરજ બજાવતો હતો, જે ઠેકેદાર કંપનીમાં તે કામ કરતો હતો તેની સામે કેમ કોઈ કડક પગલા નહી? આવા શખ્સોને કામ પર રાખતા પહેલા કોન્ટ્રાકટર-એજન્સીઓ દ્વારા શું ચકાસણીઓ કરાઈ?



ગાંધીધામ : પહેલગાંવમાં આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપી દીધો છે ત્યારે હવે દેશમાંથી ઠેર ઠેર પાકિસ્તાની જાસૂસ ઝડપાઇ રહ્યા છે. યૂટ્યૂબર યુવતીઓ સહિત દેશભરમાંથી  ૧૫ જાસૂસ ઝડપી લેવામાં આવ્યા છે. વડાપ્રધાનના ગુજરાત (કચ્છ) આગમન પહેલાં જ કચ્છમાંથી એટીએસની ટીમે એક 
પાકિસ્તાની જાસૂસને ઝડપી લીધો છે. દયાપર હેલ્થ સેન્ટર પર કામ કરતા સહદેવસિંહ ગોહિલે પાકિસ્તાની એજન્ટ અદિતિ ભારદ્વાજ માટે જાસૂસી કરી હતી. આ ઘટના બાદ ગુજરાતમાંથી પણ પાકિસ્તાન માટે જાસૂસી થઇ રહી હોવાની વાત સ્પષ્ટ થઇ ગઇ છે. માટે તમામ એજન્સીઓ આવા જાસૂસી કરતા તત્ત્વોની તલાશ કરી રહી હોય તે સહજ છે. 
એટીએસ દ્વારા કચ્છમાંથી બીએફએસના ફોટા અને વીડિયો તથા ભારતીય નેવીના ફોટા-વીડિયો પાકિસ્તાનમાં વોટ્‌સએપ દ્વારા મોકલી આપનારને ઝડપી લેવામાં આવ્યો છે.  જાસૂસ સહદેવસિંહને આ જાસૂસી માટે ૪૦ હજાર રૂપિયા પણ પાકિસ્તાની જાસૂસે મોકલાવ્યા હતા. હવે તેની તલાશ ચાલી રહી છે. થોડા દિવસ પહેલા નડિયાદના જસીમ અંસારીએ પણ ભારત દેશ સામે સાયબર વોર છેડીને એક સગીરની મદદથી દેશની સંખ્યાબંધ સરકારી વેબસાઇટ પર સાયબર એટેક કરીને હેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જસીમે દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકોનું એક ઇન્સ્ટાગ્રામ ગ્રૂપ બનાવ્યું હતું. જેમાં તે દેશવિરોધી પ્રવૃત્તિના ફોટા મૂકતો હતો.  ઓપરેશન સિંદૂર ટાણે તેણે લખ્યું હતું કે આ ભારતે શરૂ કર્યું છે. તે પૂરું અમે કરીશું. પોલીસે હાલ તેની સાથે ટેલિગ્રામ મારફતે સંકળાયેલા ૧૦૦થી વધુ લોકોની તપાસ પણ શરૂ કરી છે.
તે વચ્ચે જ કચ્છના દયાપરમાથી આરોગ્યક્ષેત્રમાં મલ્ટી હેલ્થ પર્પઝ વર્કર તરીકે કામ કરી રહેલ સહદેવ નામનો શખ્સ પણ પકડાયો છે, તેની પાસેથી શંકાસ્પદ દસ્તાવેજો પણ મળયા છે, તેણે ભારતીય નેવી-કોસ્ટગાર્ડના વિકાસકામોની માહીતીઓ સામે પાર મોકલી આપી હોવાનુ પણ કબુલી લીધુ છે,ત્યારે હવે આ પ્રકરણમાં અલગ અલગ રીતે ભેદભરમ સર્જતા સવાલો પણ ઉભા થવા પામી રહયા છે. સૌ પ્રથમ તો અહી સવાલ એ જ થાય છે કે, ઓપરેશન સિંદુર ચાલી રહ્યુ હતુ, બન્ને દેશો વચ્ચે કથીત યુદ્ધની સ્થિતી હતી, તેમ છતા પણ લખપત જેવો વિસ્તાર કે જયાંથી સહદેવ જેવો શખ્સ જાસુસી કરતો રહ્યો અને અહી દેશભરની ધામા નાખીબેઠલી એજન્સીને ગધ સુદ્ધા ન આવી? 
પકડયો છે તે પહેલા દોઢવર્ષથી આ સહદેવ જાસુસીકાંડમાં જોતરાયેલો હોવાની કબુલાત આપી દીધી છે? તો કચ્છની એજન્સીઓ આ શખ્સની આવી હરકત કેમ ભાળી ન શકી? તેની સાથે જ અહી એ સવાલ પણ થાય છે કે, જિલ્લામાં આવા બીજા જાસુસ બની ફરતા સહદેવ નહી હોય તેની શું ખાત્રી? અને તે કેટલા? ઉપરાંત સવાલ તો અહી આરોગ્યક્ષેત્રમાં આવા કર્મચારીઓને આપનારી એજન્સીઓની સામે પણ થાય?તેઓ શું ચકાસણી કરી અને છેવાડાના વિસ્તારોમાં આ રીતે કામદારો સપ્લાય કરી દેતા હશે? આવા કર્મીઓના પોલીસ વેરીફીકશેન પણ ફરજીયાત કરવી જોઈએ. ઉપરાંત આ પ્રકારના કામદારો આપનારી એજન્સીના પણ અહી પુછાણા લેવા જોઈએ? અહી એટીએસ દ્વારા કહેવાયુ છે કે આ સહદેવને માહીતીઓ આપવા પેટે ૪૦ હજારની રકમ પણ મળવા પામી ચુકી છે જે તેને દયાપર ચોકડી પાસે કોઈ આવીને આપી ગયુ હતુ? તો આ શખ્સ કોણ છે? તેની વેળાસર ઓળખ કરી અને ઉપાડી લેવાની જરૂર છે અને સરહદેવના સાગરીતો કોણ કો છે? તે બધાયની કડક તપાસ કરવી જોઈએ.

Comments

COMMENT / REPLY FROM