Trending News
સ્થાનિક સમાચાર

૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર  માધાપર ગામની વીરાંગના મહિલાઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ઓવારણાં લીધા 

26 May


ભુજ:ઓપરેશન સિંદુરની સફળતા બાદ સરહદી જિલ્લા કચ્છના ભુજ ખાતે આવેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભુજ ખાતે "સિંદૂર વન"ની નેમ સાથે ૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં જીવની પરવા કર્યા વગર રાતોરાત ભુજનો તૂટેલો રન-વે બનાવી ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર  ભુજ તાલુકાના માધાપર ગામની વયોવૃદ્ધ વીરાંગના મહિલાઓને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સિંદૂરના રોપા અર્પીને "સિંદૂર વન" ના નિર્માણની નેમ વ્યક્ત કરી હતી. આ અવસરે વીરાંગના મહિલાઓએ વડાપ્રધાનશ્રી ઓવારણાં લીધા હતા.

Comments

COMMENT / REPLY FROM