Trending News
સ્થાનિક સમાચાર

ભુજ ખાતે વડાપ્રધાનને વૈવિધ્યસભર સ્મૃતિચિન્હોથી સન્માનિત કરતા કચ્છીઓ

26 May



કચ્છી શાલ, પાઘડી, કચ્છી ભરતકલાના નમુના, પુષ્પો વગેરેથી વડાપ્રધાનનું કરાયું અભિવાદન

ભુજ : રૂ.૫૩ હજાર કરોડના વિકાસકામોના લોકાર્પણ તથા શુભારંભ અર્થે ભુજ આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કચ્છની જનતા, અધિકારીઓ, શ્રેષ્ઠીઓ તથા અગ્રણીઓએ વૈવિધ્યસભર સ્મૃતિચિન્હો એનાયત કરીને સન્માન કર્યું હતું. કચ્છના આંગણે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ, ધારાસભ્યો અને અગ્રણીઓ દ્વારા વિવિધ સોગાદો અર્પીને આવકાર આપવામાં આવ્યો હતો.
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વીજ, આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા કચ્છી ભરતકામના વિવિધ નમૂનાનું સ્મૃતિચિહ્ન વડાપ્રધાનને એનાયત કરવામાં આવ્યું હતું. જ્યારેે નાણા મંત્રી કનુભાઇ દેસાઇ, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, પ્રભારી મંત્રી પ્રફૂલભાઇ પાનશેરિયા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા,ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુધ્ધભાઇ દવે, ત્રિકમભાઇ છાંગા દ્વારા  કચ્છી પાધ, કચ્છી શાલ તથા વડાપ્રધાનના પેઇન્ટિંગ સાથેનું સ્મૃતિચિહ્ન આપીને આવકારવામાં આવ્યા હતા.
આગેવાન રજનીભાઇ પટેલ, કશ્યપભાઇ શુકલા, દેવજીભાઇ વરચંદ, દિલીપભાઇ શાહ, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, ધવલભાઇ આચાર્યએ કચ્છની આગવી ઓળખ એવા કચ્છી શાલ તથા ઓપરેશન સિંદુરની સફળતાની યાદના સ્મૃતિચિહ્ન વડે વડાપ્રધાનને આવકાર્યા હતા તેમજ વિશિષ્ટ સિધ્ધ પ્રાપ્ત કરેલ ગૌરવશાળી કચ્છીઓ સુરેશ ડાંગર, હિનાબેન રાજગોર, રાજીબેન વણકર, હીતેશ વોરા, ભૂમિકાબેન છાભૈયાએ કચ્છી શાલ સાથે કચ્છની લોક સંસ્કૃતિની ઝલક સમાન વિવિધ સ્મૃતિચિહ્ન ભેટમાં આવી આવકાર આપ્યો હતો.
-----

Comments

COMMENT / REPLY FROM