Trending News
સ્થાનિક સમાચાર

વતનમાં પીએમ : વડોદરાથી કચ્છ સુધી નમો-નમો!

26 May

મોદીજી આપ આગે બઢો-હમ તુમ્હારે સાથ હે.!




ઓપેરશને સિંદુર બાદ મોદી પ્રથમ વખત ગુજરાત પહોંચ્યા : વડોદરામાં વડાપ્રધાનનો મેગા રોડ-શો યોજાયો- મોદીજીના સ્વાગત માટે લોકોની ભીડ ઉમટી : સેનાને શત શત નમન-પીએમ મોદીજીને દેશનું સંપૂર્ણ સમર્થન



વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બરોડા હરણી એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતના બે દિવસના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે. ગુજરાત પ્રવાસના પ્રથમ દીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૧૦ઃ૦૦ કલાકે બરોડા એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત ના આગેવાનોએ સ્વાગત કર્યું હતું.     બરોડા હરણી એરપોર્ટ થી એરફોર્સ ગેટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે પધારેલી નારી શક્તિ માં વિકાસ ભી ઔર વિરાસત ભી નો વડાપ્રધાનનો સંકલ્પ પ્રતિબિંબિત થઈ રહ્યો છે.કેટલાક ગ્રુપ દ્વારા શાસ્ત્રીય નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા.   હરણી એરપોર્ટ થી એરફોર્સ ગેટ સુધી યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાડી નીકળતા લોકોએ  તિરંગો લહેરાવી ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા વડાપ્રધા નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.  હરણી એરપોર્ટ થી એરફોર્સ ગેટ સુધી એક કિલોમીટરના યોજાયેલા રોડ શો ના માર્ગ ઉપર સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


............

એરપોર્ટ સર્કલ પાસે સિંદૂરનો ઘડો અને અરીસો મૂકાયો નારી શક્તિએ પોતાના માથા પર સિંદૂર લગાવીને સેલ્ફી પાડી ગર્વની લાગણીની અનુભૂતિ કરી



 ગાંધીનગરઃસિંદુર ઓપરેશન બાદ પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે બરોડામાં યોજાયેલા રોડ શોમાં એરપોર્ટ સર્કલ પાસે સિંદૂરનો ઘડો અને અરીસો મૂકવામાં આવ્યા હતા.ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બરોડા ખાતે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે બરોડામાં રોડ શો યોજાયો હતો. બરોડા ખાતે યોજાયેલા રોડ શોમાં એરપોર્ટ સર્કલ પાસે સિંદૂરનો ઘડો અને અરીસો મૂકવામાં આવ્યો હતો જ્યાં વડોદરા ની નારી શક્તિએ 
પોતાના માથા ઉપર સિંદૂર લગાવીને સેલ્ફી પાડીને ગર્વની અનુભૂતિ કરી રહી હતી.


.............



પીએમના અભિવાદન માટે વડોદરામાં કર્નલ સોફીયાનો પરીવાર પણ પહોંચ્યો : દક્ષિણ આફ્રીકાના વિદ્યાર્થીઓ રહ્યા હાજર : પ્રધાનમંત્રી પર થઈ પુષ્પવર્ષા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોની સાથે સાથે
*ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે બરોડામાં હરણી એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી યોજાયેલા રોડ શોમાં મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં બરોડાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. *રોડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં બરોડા વાસીઓ હાથમાં તિરંગો લઈને આવતા સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું. *એરપોર્ટ રોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે શહેરના કલાવૃંદો સ્વાતંત્ર વીરોના પરિવેશ ધારણ કરીને આવ્યાં. *વડોદરામાં રહીને અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓએ પણ હાથમાં તીરંગો લઈને સિંદૂર સન્માન યાત્રામાં જોડાયા હતા. *સિંદૂર સન્માન યાત્રામાં શહેરની દિવ્યાંગ મહિલા અને બાળકો પણ રોડ શોમાં જોડાયા હતા. *બરોડાની રમતગમતની ખેલ પ્રતિભાઓ પણ હાથ માં તિરંગો લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા.  *રોડ શોમાં બરોડા જિલ્લાના ગામડામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ આવી હતી.

.............

Comments

COMMENT / REPLY FROM