Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના તમામ માર્ગો ભુજ ભણી ફંટાયા

26 May




દસેય તાલુકાઓમાંથી વડાપ્રધાન મોદીને આવકારવા ઉમટ્યા કચ્છવાસીઓ : વડાપ્રધાનના કાર્યક્રમ અન્વયે ગામે ગામ બસ સહિતની સુવિધા ફાળવાઈ : અનેક કચ્છવાસીઓ ખાનગી વાહનોથી પણ પહોંચ્યા 



ભુજ : આજે વહેલી સવારથી જ કચ્છના તમામ માર્ગો ભુજ ભણી ફંટાયા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ કચ્છ આવતા હોઈ કચ્છવાસીઓમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. 
સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા અને સાંભળવા કચ્છના દસેય તાલુકાઓમાંથી લોકો ઉમટી પડ્યા હતા. ગ્રામણિક વિસ્તારમાંથી ભુજ આવવા-જવા બસ સહિતની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પૂર્વ કચ્છના ખડીરથી પશ્ચિમ કચ્છના કોટેશ્વરથી કચ્છવાસીઓ ભુજ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીને સાંભળવા લોકોમાં અનેરો આગોતરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 
કચ્છમાં આજે અત્ર, તત્ર, સર્વત્ર મોદી મેજિક છવાયેલો જોવા મળ્યો હતો. પહેલગામ હુમલા બાદ ભારતીય સૈન્યના શૌર્ય પરાક્રમથી કચ્છભરમાં દેશભક્તિનો માહોલ છવાયેલો રહ્યો છે તેવામાં વડાપ્રધાન મોદી આજે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવખત કચ્છ આવી સંબોધન કરવાના હોઈ કચ્છવાસીઓમાં થનગનાટ જોવા મળ્યો હતો. વાગડથી માંડી લખપત સુધી કચ્છના તમામ વિસ્તારોમાંથી આજે કચ્છીજનો ભુજ પહોંચ્યા હતા. અનેક લોકો પોતાના ખાનગી વાહનોથ પણ વડાપ્રધાન મોદીને સાંભળવા ઉમટ્યા હતા. કચ્છના વિવિધ વિસ્તારોમાંથી એસટીની બસો અને ખાનગી વાહનોમાં લોકો ભુજ પહોંચ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનોના પાર્કિંગ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને લોકોને મુંઝવણ પડે તે માટે દિશા સૂચક બોર્ડ પણ કૂકવામાં આવ્યા હતા. કોઈપણ સ્થળે અરાજકતા કે ટ્રાફિક જામ ન થાય તે માટે તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત પણ  ગોઠવવામાં આવ્યો હતો. 
અત્રે ઉલ્લેખનીય છે કે, વિનાશક ભૂકંપમાં પારાવર નુકશાન વેઠનાર કચ્છને બેઠું કરવામાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. દેશના વડાપ્રધાન બન્યા બાદ પણ મોદીજીએ કચ્છ પ્રત્યે પોતાના વિશેષ સ્નેહના અનેક વખત દર્શન કરાવ્યા છે. મોદીજીના વિઝનથી જ આજે કચ્છ સર્વાંગી વિકાસ થકી ધકધમતું થયું છે ત્યારે વડાપ્રધાન મોદીને કચ્છની ધીંગી ધરા પર આવકારવા કચ્છવાસીઓ સ્વયંભૂ જ ઉમટી પડ્યા હતા. 

 

Comments

COMMENT / REPLY FROM