Trending News
સ્થાનિક સમાચાર

અબડાસાના બીટીયારી ગામે રેતીચોરીનો પર્દાફાશ

25 May



પીએમ મોદીના આગમના સમયે જ કચ્છમાં લાખોના દારૂ ઝડપાયા, ઘૂસણખોર સરહદી કચ્છ રેન્જ વિસ્તારમાં ઠાર માર્યો, પાક. જાસૂસ ઝડપાયો અને અબડાસામાં જ ખનીજ ચોરી પણ ઝડપાઈ રહી છે..! દારૂ, ઘૂસપૈઠ, નાપાક જાસૂસ, ખનીજના ગેરકાયદેસર ખનનના સિલસિલાવાર ઘટનાક્રમો પાછળ કોની બેદરકારી ? 



પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગનો રેતીચોરો પર સપાટો : ૧ હિટાચી એક્સવેટર અને ૧ ડમ્પર કરાયા કબજે 



ભુજ : પશ્ચિમ કચ્છ વિસ્તારમાં બેફામ બનેલા ખનીજ ચોરીના દુષણને ડામવા પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ બારિયાની તાલુકાના મુરચબાણ અને આશાલડીની સીમમાંથી બેન્ટોનાઈટના ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિને ઝડપી પાડ્યા બાદ હવે અબડાસા પંથકમાં રેતીના ગેરકાયદેસર ખનન પર સપાટો બોલાવ્યો છે. 
પશ્ચિમ કચ્છ ખાણ અનીજ અધિકારી દેવેન્દ્રસિંહ બારિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અબડાસાના બીટીયારી ગામે કરવામાં આવેલ તપાસમાં રેતીનું ગેરકાયદેસર ખનન કરવા બદલ ૧ હિટાચી એક્સવેટર મશિન અને ૧ ડમ્પરને સિઝ કરવામાં આવ્યા હતા. કબજે કરાયેલ મુદ્દામાલને પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત લખપત તાલુકાના આશાલડી વિસ્તારમાંથી ઝડપાયેલા બેન્ટોનાઈટ ખનન-વહન પ્રકરણમાં મેપીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. 

.............

Comments

COMMENT / REPLY FROM