કચ્છમાં નશાના કારોબારનો નવો કીમીયો એટલે હેન્ડ સેનિટાઈઝર : માંડવીના હિમાંશુના સાગરીતો કોણ ?
દારૂ-કફ શિરપ, થીનર-વ્હાઈટનર, આર્યુવેદના નામે નશાની બાટલીઓ પર ધોંષ વધી જતા મુંબઈથી કચ્છ સુધી નશાના વેપલાની અજમાવાઈ નવી તરકીબ-મુંબઈમાં ફેકટરી અને ગેરકાયદેસર વેપલામાં કચ્છના માંડવી સુધીના મુળ રહેવાસી શખ્સની પોલીસ ચોપડે ખુલ્લી ચુકી છે સંડોવણી? ઈથાઈલ આલ્કોહોલ-આઈસો પ્રોપાઈલ જેવા મિશ્રણોકરીપાનના ગલ્લે-દુકાનોમાં વેપલાનો માયાજાળ મુંબઈ-કચ્છ-પોરબંદર-ભાવનગર સુધી ફેલાયેલ હોવાની આશંકા : માંડવીના હિમાંસુ સહિતના સાત શખ્સોની ઝડપાયેલ ટોળકીના લ્યો કડક ઉધડા : કચ્છમાં પણ આવા હેન્ડરબ, સેનેટાઈઝરના બહાને સ્વાસ્થય માટે જોખમી કચ્છમાં કોને કોને કયાં કયાં વેંચાયા?
તબીબી તજક્ષોના મત અનુસાર જો સતત ૧પ દિવસ સુધી દિવસની એક-કે બે બોટલ આવા સેનેટાઈઝર કે જેમાં ઈથેનોલનુ પ્રમાણમાં પ૪ ટકાથી વધુ છે તેનું સેવન કરે તો તેનું લીવર ટોટલી ડેમેજ થઈ જાય છે
કીરાણા સ્ટોર, પાનવાળા સહિતનાઓને આ ડુપ્લીકેટ લીકર આપીને દારૂ તરીકે જ વેંચવાનો શીખવાડે છે કેમીયો, જો પોલીસે પકડે તો સેનેટાઈઝર છે તેમ કહી દેવાનુ..!
ગાંધીધામ :મુંબઈના વસઈ ખાતે મિનિ ફેક્ટરીમાં લાયસન્સ વગર ‘હેન્ડ રબ’ બનાવતા મૂળ કલ્યાણપુરના વતની અને હાલ ભાવનગર રહેતા લગધીરસિંહ જાડેજાએ કેફી સિરપકાંડ ખુલ્લું પડયા બાદ નવો કિમિયો શોધીને મુંબઈના વસઈ ખાતે મિનિ ફેક્ટરી ચાલુ કરી લાયસન્સ વગર ‘હેન્ડ રબ’ના નામે નશાયુકત પીણું બનાવવાનું અને વેપારીઓની મદદથી દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં પાનના ગલ્લે અને અન્ય દુકાનોમાં સપ્લાય કરીને નશાનો કારોબારનો પોલીસે પર્દાફાશ કરી દીધો છે. કચ્છને માટે અહી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, મુંબઈ, દ્વારકા, ભાવનગર, પોરબદર સુધી ફેલાયેલા આ મોટા નશાના નેટવર્કમાં મુળ કચ્છના માંડવીના શખ્સનુેં નામ પણ ખુલવા પામી
ગયું છે.જાણકારો કહી રહ્યા છે કે, કચ્છમાં દેશી અને ભારતીય બનાવટના અંગ્રેજીદારૂના વેપલા પર પોલીસતંત્રએ કડક બાજ નજર રાખી હોવાથી નશેડી તત્વો અને તેનો વેપલો કરનારાઓ નવા નવા રસ્તાઓ શોધતા રહેતા હેાય છે. દારૂ પર ધોંષ બોલાવાઈ જતી હોવાથી આવા તત્વોએ થીનર-વ્હાઈટનર તથા ડુપ્લીકેટ કફ શિરપની બાટલીઓને નશાના માધ્યમ તરીકે થોકબંધ રીતે બજારોમાં ઉતારવાની ચાલુ કરી દીધી હતી અને તેન વેપલો કેટલાક મોટા મોટા મેડીકલ સ્ટોર પર પણ ખુલ્લેઆમ થવા પામી રહ્યો હતો. અીવી ડુપ્લીકેટ કફ શિરપની બાટલીઓ અને તેનાવેપારીઓ પર પોલીસે ધોંષ બોલાવી તો એનર્જી ડ્રીંકના નામે આલ્કોહોલનો વેપલો શરૂ કરી દેવામા આવ્યો હતો. પોલીસે આ પ્રકારના નશાના ગેરકાયદેસર ધંધા પર ધોંષ બોલાવી દેતા હવે આવા તત્વો દ્વારા હેન્ડ રબ એટલે કે સેનેટાઈઝરના બહાને નશાના કારોબારને ધમધમાવવાનો કીમીયો શરૂ કરી દીધો છે. આ પ્રકારના સેનેટાઇજર કે જે આલ્કોહોલ મિશ્રિત સેનિટાઈઝરની બોટલોનો ઉપયોગ નશો કરવા માટે થતો હોવાનુ પણ પોલીસ તપાસમાં સામે આવવા પામી ગયું છે. સાત શખ્સોના નામો પણ તેમાં બહાર આવ્યા છે. ત્રણ પકડાઈ ગયા છે
બાકીના ફરાર છે અને આમા માંડવીનો મુળ રહેવાસી એવો હિમાંશુ નામનો શખ્સ પણ સામેલ છે. ખરેખર આ હિમાંશુ કેટલા સમયથી આ પ્રકારના ધંધામાં સામેલ હતો? હીમાંશુનો રાલ શું રહ્યો હતો? કચ્છમાં તેણે આવી સેનેટેાઈઝરની બોટલો કેટલી જગ્યાએ વેપલો કેટલા સમયથી કર્યો છે? આ માંડવીનો હિમાંશુ કે જેની ભુમિકા
ખુલવા પામી છે તેની સામે પ્રોહીબીશનના અગાઉ પણ કેસ નોધાયેલા છે. આવા તત્વોને દબોચી લઈ એ નશાના કોઈ નવા પેંતરાઓની મોટી સિન્ડીકેટ ઉભી થાય કે પછી મોટું નેટવર્ક વકરી જાય તે પહેલા જ છાનબીન હાથ ધરવામા આવે તે જરૂરી બની રહ્યું છે.
.............
ચેતો, નહી તો મોટો લઠ્ઠાકાંઠ
થતા પણ વાર નહી થાય..!
નોધનીય છે કે, મુંદરા આવતો ૧.૩૧ કરોડનો દારૂનો જથ્થો ગત રોજ જ અમદાવાદ-રાજકોટ હાઈવે પર ઝડપાયો છે, પકડાયેલા શખ્સે કબુલાત આપી કે, આ પહેલા બેથી ત્રણ વખત મુંદરા ખેપ મારી લીધી છે, તે જ રીતે માંડવીના ત્રગડીમાં પણ
ગાંધીધામ : ડુપ્લીકેટ કેમીકલથી અલગ અલગ રીતે દારૂના વેપલાના જે પ્રયાસો થતા હોવાના ઘટનાક્રમ સામે આવવા પામી રહ્યા છે તે લાલબત્તીરૂપ છે. હાલમાં જે રીતે સેનેટાઈઝરન આડમાં દારૂ બનાવવામા આવી રહ્યો હોવાનુ ખુલ્યુ છે તેમાં આલ્કોહોલનુ પ્રમાણ વધુ રહેતુ હોવાનું લેબ તપાસમાં સામે આવ્યું છે. આલ્કોહોલ ઓળખવામાં જો ભુલ થઈ તો મોટા લઠ્ઠાકાંડ પણ થઈ શકે છે. આવી બાબતોમાં બેદરકારી ન રખાય. આ ધંધા વાળા ફકત પોતાનો ફાયદો જ જોતા હોય છે. જો લઠ્ઠાકાંડ સર્જાઈ જશે તો મરણનો આંક ગણી નહી શકાય તેટલો ઉંચો જતો રહેશે.
................

Comments