પીએમ મોદીની કચ્છ મુલાકાત ટાંકણે જ સરહદી ક્ષેત્રમાં આ શું થઈ રહ્યું છે? સબ સલામત હે માત્ર કાગળ પર જ?
ડીજીશ્રી પણ છે કચ્છમાં? કરાવે તપાસ : લોલમલોલ પાછળ કોણ?
રાજકોટ-અમદાવાદ હાઈવે પર ૧.૩૧ કરોડનો દારૂનો જથ્થો મુંદરા આવતો ન માત્ર પકડાયો બલ્કે આ પહેલા પણ બેથી ત્રણ વખત મુંદરાની ખેપ મારી દીધી હોવાની ઝડપાયેલા શખ્સોએ આપી દીધી કેફિયત : ત્રગડીમાં પણ લાખોનો શરાબ ઝડપાયો
મોરગર વિસ્તારમાં મર્ડર થયુ, તો લખપતમાંથી પાકીસ્તાની જાસુસને એટીએસ ઉઠાવી ગઈ, જયારે કચ્છ સરહદી વિસ્તારમાંજ આવતા બનાસકાંઠામાં પાકીસ્તાની ઘુસપેઠીયાને ચેતવ્યો છતા તે ન અટક્યો, અને ઠાર મારવાની સ્થિતી આવી?
માંડવી દારૂ કાંડમાં તો પીઆઇ બાદ બીટ જમાદારને સસ્પેન્ડ કરી દીધા છે પરંતુ આ ઉપરાંતની
લાલીયાવાડીના પણ સમાંતે જ બનેલા ઘટનાક્રમો માટે કરવી જોઇએ કડક તપાસ
દારૂના કરોડોના જથ્થા પકડાય છે, તે એસએમસી દરોડા પાડી રહી છે, દબોચી રહી છે, તો રેન્જનો સ્ટાફ-સાયબર ક્રાઈમની ટીમોના અમુક તત્વો કયાં છે? તેઓને કેમ આ ધંધાઓની ખબર નથી પડતી? એલસીબી શું કરી રહી છે?
તેઓની અજાણતાથી કરોડોના દારૂ કચ્છમાં ઠલવાઈ રહ્યા છે?
ગાંધીધામ : દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ર૬મીથી ગુજરાતના પ્રવાસે છે. તાજેતરમાં જ આતંકીસ્તાન મુલકને મોદીજીએ જે પાઠ ભણાવ્યો છે તે બાદ તેમની ક્ષમતા, શકિત અને પરચો આખી દુનીયાએ જોયો છે. પાકીસ્તાન બધી રીતે રઘવાયુ બની જવા પામ્યુ છે ત્યારે મોદીજી અને દેશની સરહદોની સુરક્ષા સલામતી વધારી દીધી હોવાના દાવાઓ કરવામા આવી રહ્યા છે પરંતુ જયારે મોદીજી ર૬મીએ એટલે કે અવતીકાલે સરહદી કચ્છ વિસ્તારમાં આવી રહ્યા છે તેનાથી ૭ર કલાક પહેલા જ કચ્છમાં કાયદો-વ્યવસ્થાને પડકાર ફેંકતા અલગ અલગ રીતેના મોટા ઘટનાક્રમો સામે આવવા પામી રહ્યા છે જેને લઈને સરહદી ક્ષેત્રના જાણકારો સવાલ ઉઠાવતા કહી રહ્યા છે કે, પીએમ મોદીની કચ્છ મુલાકાત ટાંકણે જ સરહદી ક્ષેત્રમાં આ શું થઈ રહ્યું છે? ડીજીપીશ્રી પણ કચ્છમાં જ છે તો તપાસ કરાવે કે, કચ્છ સરહદી ક્ષેત્રમાં આટલી હદે લોલમલોલ કોણ ચલાવી રહ્યું છે?
વાત સહેજ ફોડ પાડીને કરીએ તો શુક્રવાર અને શનિવારે કચ્છ સલગ્ન શ્રૈણી બદ્ધ ઘટનાઓ સામે આવવા પામી છે અને તેને સંયુકત રીતે જો અભ્યાસ કરવામા આવે તો ખ્યાલ આવી શકે છે કે સબ સલામતની આલબેલ જો પોકારાઈ રહી છે તે માત્ર અને માત્ર નામ પુરતી જ જણાઈ રહી છે. આવુ એટલા માટે કહેવાય છે કારણ કે, આ બે દીવસ દરમ્યાન એસએમસી દ્વારા દરોડા પાડવામા આવ્યા અને અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી ૧.૩૧ કરોડનો જંગી લીકરનો જથ્થો પકડી પાડયો છે જે કચ્છના મુંદરામાં આવી રહ્યો હતો.અને એટલુ જ નહી અહીથી ઝડપાયેલાઓએ એવી પણ કેફિયત આપી છે કે, આ જથ્થો પહેલી વહેલી વાર નથી મંગાવાયો, આ પહેલા પણ બે વખત મુંદરાની ખેપ તેઓ મારી ચૂકયા છે. એટલુ માત્ર જનહી પરંતુ સમાંતર રીતે જ માંડવીના ત્રગડી વીસ્તારમાથી મોટો દારૂનો જથ્થો ઝડપાવવા પામી ગયો છે. મોદીજી આવી રહ્યા છે, કડક ચુસ્ત અને જડબેસલાક જો વ્યવસ્થાઓ કરાઈ જ છે તો પછી આટલો બધો દારૂ માંડવી-મુંદરા સુધી પહોચી જાય છે કેવી રીતે? આવા ધંધાઓ ધમધમી રહ્યા છે કોના દ્વારા અને કોના ઈશારે? અહી બીજી મોટી વાત એ છે કે આ દરોડાઓ એસએમસી દ્વારા પાડવામા અવ્યા છે તો પછી કચ્છ રેન્જનો સ્ટાફ શું કરી રહ્યો છે? તેમને કેમ આવી માહીતીઓ નથી મળતી? ઉપરાંત સવાલ તો એલસીબી પર પણ થવા પામી જાય છે? એસએમસી ત્રાટકે છે તો એલસીબીને પણ આવા દારૂના જથ્થા કેમ નથી મળી આવતા? શું આ બધા ધંધાઓ તેમના અમુક બની બેઠેલાઓની જાણ બહાર જ થતા હશે? આ ઉપરાંત પણ એ જ દીવસે એકતરફ કચ્છના લખપત દયાપર વિસ્તારમાથી એટીએસ એક
પાકીસ્તાન માટે જાસુસી કરતા શખ્સને ઉઠાવી ગઈ છે તો બીજીતરફ સામાપક્ષે કચ્છ સરહદી રેન્જ વિસત્રમાં જ આવતા બનાસકાંઠામા પાકસ્તાની ઘુસપેઠીયાને ઠાર મારવામાં આવ્યો છે? આ બધા જ ઘટનાક્રમો શું સુચવી જાય છે? એસએમસી ત્રાટકે એટલે સ્થાનિક તંત્રની લાપરવાહી તો અહી છત્તી થવા પામી જ રહી છે. હાલમાં ડીજીપી શ્રી પણ કચ્છમાં જ રહેવાના છે, તો પછી ડીજીપીશ્રી તપાસ કરાવે કે આ બધું જ લોલમલોલ કોણ ચલાવી રહ્યું છે.?
..............

Comments