કચ્છ યુનિ. ખાતે ગૌવિશ્વ વિદ્યાપીઠ દ્વારા બે ચેરની સ્થાપના કરાઈ
વિદ્યા શાખાના તજજ્ઞો અને વિદ્યાર્થીઓને ગૌ-આધારિત ઉત્પાદનો અને ઉદ્યોગલક્ષી તથા આયુર્વેદિક સંસ્કૃતિને ધ્યાનમાં લઈને મેડિસિનલ તથા પેટન્ટનો વિકાસ કરાશે : ડૉ. હિતેશ જાની
ભુજ : કચ્છ યુનિવર્સીટી ખાતે ગૌ વિશ્વ વિદ્યાપીઠ (જીવીવી) ગાંધીનગર દ્વારા બે ચેરની સ્થાપના કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ કચ્છ યુનિવર્સિટી અને જીવીવી સાથે એક સહયોગ સ્થાપવાનો છે. ડો. હિતેશ જાની જે ગૌ વિશ્વ વિદ્યાપીઠના કુલગુરૂ છે. તેઓએ બે જુદી જુદી ઘેર જેવી કે જય કૃષ્ણ ઇન્દ્રજી અને કામધેનુ ચેર વિશે માહિતી આપી હતી. આ ચેર અંતર્ગત ગૌવિજ્ઞાન આધારિત વિવિધ કોર્સ ડેવલોપ કરવાનો વિવિધ વિદ્યા શાખાના તજનો અને વિદ્યાર્થીઓને ગૌ-આધારિત ઉત્પાદનો અને ઉદ્યોગલક્ષી તથા આયુર્વેદિક સંસ્કૃતિને ધ્યાનમાં લઈને મેડિસિનલ તથા પેટન્ટના વિકાસ કરવાનો છે. જેના અંતર્ગત વિદ્યાર્થીઓની રોજગાર કુશળતા વધારવાનો, ઉદ્યોગ અને વિદ્યાપીઠ સાથે સહયોગ વધારવાનો છે.
આ સ્થાપનાથી સી.એસ.આર જેવી સરકારી યોજનાઓ અંતર્ગત રીસર્ચ માટે ભંડોળ લઇ શકાશે. સામૂહિક પ્રોજેક્ટ, ટ્રેડિશનલ મેડિસિન્સ અને ઓર્ગેનિક ફાર્મિંગ પર કાર્ય થઈ શકશે. શ્રી ડૉ. હિતેશ જાનીએ ગાયની પ્રજાતિ તથા તેનું વૈજ્ઞાનિકરણ થતાં જર્સી ગાય સાથેનું સંવર્ધન, તેને લગતા સમાજલક્ષી અને આરોગ્યલક્ષી નુકશાન સમજાવ્યા હતા. તેઓએ કચ્છમાં થતી ગુગળ વનસ્પતિ જેમાં ખારો ગુગળ અને મીઠા ગુગળ વિષે ઊંડાણ પૂર્વક માહિતી આપી હતી. તેઓએ બીસીએમ ૭ પ્રોટીન અને આજકાલ વપરાતા પેકેટ દૂધની આરોગ્ય પર થતી અસરની વાત કરી હતી તેઓએ ભારતની સંસ્કૃતિ અને પ્રાચીન સમયમાં થતા ગૌલક્ષી રીતોની સમજણ પૂરી પાડી હતી.
જીવીવીના સદસ્ય મનોજભાઈ સોલંકીએ ગૌ આધારિત ખેતી અને ગાયની મહત્વતા વિષે માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત અવબોધ સાથે એમઓયુ કરવામાં આવ્યા જેનો મુખ્ય હેતુ રણ સ્પોર્ટ્સ, બોર્ડર ટુરીસમ, ઈકો આધારિત વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો છે.
મૂળ કચ્છના તથા જીવીવીના સદસ્ય જાદવજીભાઈ ગોરસિયાએ ગૌ આધારિત સંશોધન વિષે તેમની સંસ્થા અને વિદેશમા ઓસ્ટ્રેલિયામાં થતા તેઓના ગૌઆધારિત સંશોધન વિષે ઊંડાણ પૂર્વક જાણકારી આપી હતી. ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીના ડાયરેક્ટર ડો. વિજયકુમારે કચ્છમાં થતા દરેક વનસ્પતિ, એનીમલ હસબન્ડરી અને મેડિસિનલ પ્લાન્ટ વિશિષ્ટતા અને વૈવીધતા ધરાવે છે. ઔષધીય વનસ્પતિ વિશે માહિતી આપી હતી અને કચ્છની ભૌગોલિક વિવિધતા સંબંધી કચ્છમાં રહેલી સંશોધનલક્ષી વિશિષ્ટ વનસ્પતિઓ વિશે માહિતી આપી હતી. ટૂંક સમયમાં જ ટ્રીઝ ઓફ કચ્છ પુસ્તક પ્રકાશિત કરવા જઈ રહ્યા છે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ સાહેબે જણાવ્યુ કે કોઈ પણ ક્ષેત્રનો વિકાસ ત્યા ઉપલબ્ધ સંસાધનોથી થાય છે. કચ્છમા ગાય અને સ્થાનિક વનસ્પતિઓ અનન્ય છે જેના પર થતા સંશાધનોને કુલપતિ દ્વારા હમેશા વેગ આપવામા આવ્યો છે. ડો. જાનીની વાતને ટેકો આપતા જણાવ્યું કે ૯૦ કરોડમાંથી નવ કરોડ ગાય થઇ જવાની સામે વસ્તી વધારો અને ગૌ વૈજ્ઞાનિકરણના એ ચિંતાનો વિષય છે તેથી ફરી આયુર્વેદ અને પ્રાચીન પરંપરા તરફ વળવુ જરૂરી છે અને તે દિશામા રિસર્ચ ને વેગ મળે તે હેતુથી આ ચેરને કચ્છ યુનિવર્સીટી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવેલુ છે. કાર્યક્રમની આભાર વિધિ ડો. અનિલ ગોરે સંભાળી હતી અને કાર્યક્રમનું સંચાલન ડો. ગૌરવ ચૌહાણએ કર્યુ હતુ.

Comments