Trending News
સ્થાનિક સમાચાર

મોરગર નજીક નેશનલ હોટલના સંચાલકની છરીના ઘા ઝીંકી હત્યા

24 May



રાતના સમયે જમવાના રૂપિયા બાબતે થયેલી બોલાચાલીમાં બન્યો બનાવ : પોલીસે એક શખ્સને તાત્કાલિક ઝડપી લીધો : અન્ય બેને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા


ભુજ : ભુજ - ભચાઉ હાઈવે રોડ પર આવેલા મોરગર નજીક નેશનલ હોટલના સંચાલકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રે જમવાના રૂપિયા બાબતે થયેલી બોલાચાલીમાં આ બનાવ બન્યો હતો. પોલીસે એક શખ્સની ધરપકડ કરી લીધી છે. 
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મોરગર નજીક આવેલી નેશનલ હોટલ પર રાતના સાડા અગિયાર વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. જમવાના રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં છરી વડે હોટલ માલિક ઉંમર આમદ રાઉમા પર હુમલો કરવામાં આવતા ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત થયું હતું. પોલીસે તાત્કાલિક તપાસ કરી નરેન્દ્રપુરી ગુસાઈ નામના શખ્સની ધરપકડ કરી છે. જયારે ભાગી ગયેલા અન્ય બે શખ્સોને ઝડપી લેવા માટે તપાસના ચક્રોને ગતિમાન કરવામાં આવ્યા છે. દુધઈ પોલીસે હાલ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. બનાવને પગલે આગેવાન હાજી જુમા રાયમા સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા.

Comments

COMMENT / REPLY FROM