Trending News
સ્થાનિક સમાચાર

‘દેશના દુશ્મનો’ કચ્છ સરહદી રેન્જમાં સકંજામાં

24 May



દયાપર ખાતે એક નાપાક જાસુસની ધરપકડ કરાઈ તો બીજી તરફ બનાસકાંઠા સરહદે પાકીસ્તાનથી ઘુસપેઠ કરતા શંકાસ્પદ શખ્સને કરાયો ઠાર : ઓપેરશન સિંદુર બાદ કચ્છ સરહદી ક્ષેત્રમાં મોટી કાર્યવાહી : ભારતીય સરહદમાં પ્રવેશતા શખ્સને ચેતવણી આપી હતી છતા પણ ન માન્યો અને ભારતીય સુરક્ષા દળના જવાનોએ ગોળીએ વીંધી દીધો



ગાંધીધામ : ઓપેરશન સિંદુરથી નાપાક મુલકને ભારતે જડબાતોડ જવાબ આપી દીધો છે અને તે બાદ હવે સતત સેના પણ સતર્ક જ રહેવા પામી છે. યુદ્ધવિરામ થઈ ગયુ છે છતા નાપાક મુલકનો કોઈ જ ભરોસોન થાય અને તે અડવીતરાઓ સતત ચાલુ જ રાખી શકે છે તેવી શંકાઓ કચ્છ સરહદી રેન્જમાં એક સાથે અલગ અલગ બોર્ડર પર બે નાપાક ઘટનાક્મોથી સચોટ ઠરતી જોવાઈ રહી છે. જો કે, દુશ્મન દેશના દાંત તમામ મોરચે ખાંટા કરવાને માટે ભારતીય એજન્સીઓ સતત સજજ રહેલી હોવાનો વર્તારો પણ અહી ઉભો થવા પામી રહ્યો છે. દેશના દુશ્મનો કચ્છ બોર્ડર રેન્જ પટ્ટામાં સકંજામાં આવવા પામી રહ્યા હોય તેવી આ બે ઘટનાઓ સામે આવી છે. એકતરફ લખપત વીસ્તામાં પાકીસ્તાની જાુસસ જડપાયો છે તો બીજીતરફ બનાસકાંઠા બોર્ડર પરથી એક પાકીસ્તાની ઘુસપેઠને ઠાર મારવામા આવ્યો છે.  
બનાસકાંઠામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઠારઃ મ્જીહ્લએ ભારતીય સરહદમાં પ્રવેશતા જોયો તો ચેતવણી આપી, ના માન્યો તો ગોળીઓથી વીંધી નાખ્યોબનાસકાંઠામાં મ્જીહ્લએ ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. ૨૩ મેના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને સતર્ક બીએસએફના જવાનોએ ઠાર કર્યો હતો. મ્જીહ્લ જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતી જોઈ હતો. જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી ચેતવણી આપી હતી છતાં તે આગળ વધી રહ્યો હતો, જેથી પરિસ્થિતિ જોઈને મ્જીહ્લ જવાનોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘૂસણખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો.

Comments

COMMENT / REPLY FROM