કચ્છમાંથી નાપાક જાસુસ દબોચાયો? : એટીએસનો સપાટો : જિલ્લાની સુરક્ષા-ગુપ્ત એજન્સીઓ ઉંઘમાં!
પીએમ મોદીના પ્રવાસ પૂર્વે લાલબત્તીરૂપ ઘટના
લખપતના દયાપરમાંથી ઝડપાયો જાસુસ : ૧ વખતસામેપારથી માહીતી બદલ રોકડ ચુકવાઈ : એટીએસ
પાકીસ્તાનના સંપર્કમાં રહી સીમાવર્તી વિસ્તારોની માહીતીઓ આપતા જાસુસને આંતંકવાદ વિરોધી દળ ગુજરાતની ટીમ દ્વારા ગત રોજ કચ્છમાંથી ઉઠાવાયો : અમદાવાદ એટીએસ કચેરી મધ્યે વધુ પુછતાછ હાથ ધરાઈ : કેટલાક દસ્તાવેજો પણ કરાયા કબ્જે :
સ્થાનિક પોલીસતંત્રની ટીપ્સ-હિંટસ પરથી કાર્યવાહી કરાયાનો પ્રાથમિક અંદાજ
ગુજરાત રાજય આંતક વાદ વિરોધી દળ દ્વારા પ્રેસ યોજી અપાઈ સત્તાવાર માહીતી : છેવાડાના વિસ્તારમાં કોન્ટ્રાકટેકચ્યુઅલ કર્મચારી સામેપાર જાસુસીમાં જોતરાઈ ગયો : વોટસએપના માધ્યમથી માહીતીઓ મોકલી : ઝડપાયેલા શખ્સનો ફોન એફએસએલમાં મોકલવામા આવ્યો
ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામના વિષેની ગુપ્ત અને સંવેદનશીલ માહીતીના ફોટા અને વિડીયો ઉરટ્ઠંજછ મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના આ એજન્ટને મોકલી આપેલ’
ગાંધીધામ : ઓપરેશન સિંદુર ભારત પ્રથમ જ વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે તેનાથી ૭ર કલાક પહેલા જ છેવાડાના કચ્છ સરહદેથી નાપાક જાસુસીકાંડનો ભાંડાફોળ રાજયના આતંકવાદ વિરોધી દળ દ્વારા કરવામા આવ્યો હોવાન અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે ગુજરાત એ.ટી.એસ.ના
પો.સ.ઈ શ્રી આર.આર.ગરચર નાઓને તા.૨૯/૦૪/૨૦૨૫ ના રોજ ગુપ્ત બાતમી મળેલ કે, સહદેવસિંહ દિપુભા ગોહિલ ઉં, વર્ષઃ ૨૮, રહે. નારાયણ સરોવર, તા.લખપત, જી.કચ્છ, હાલ પી.એચ.સી., માતાના મઢમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે દયાપર-૧ બીટમાં કોન્ટ્રાકટ ઉપર નોકરી કરે છે અને તેઓ બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળની માહીતીઓ કે જે ભારત દેશની સુરક્ષા અને સલામતી માટે ખુબજ અગત્યની હોય તેવી ગુપ્ત અને સંવેદનશીલ માહીતીઓ વોટ્સએપના માધ્યમથી દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને તેના વોટસએપ ઉપર મોકલે છે. સદર બાતમી હકીકત બાબતે એ.ટી.એસ ગુજરાતના ઉચ્ચ અધિકારીશ્રી ઓને જાણ કરતા, તેઓ દ્વારા કેન્દ્રીય એજન્સી મારફતે આ બાતમી અંગે ખાતરી કરાવવામાં આવેલ. જે બાદ પોલીસ અધિક્ષક શ્રી સીધ્ધાર્થ કોરૂકોંડા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ
ઉપાધ્યાયનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર શ્રી પી.બી દેસાઈ, પોલીસ સબ
ઈન્સ્પેક્ટર (વાયરલેસ) શ્રી ડી. વી. રાઠોડ, પોલીસ સબ
ઈન્સ્પેક્ટર આર.આર.ગરચરનાઓની ટીમ બનાવી બાતમી બાબતે ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા વર્ક આઉટ કરી ઉપરોક્ત ઈસમને તા. ૦૧/૦૫/૨૦૨૫ ના રોજ
પૂછપરછ અર્થે એ.ટી.એસ. ગુજરાત, અમદાવાદ ખાતે લાવવામાં આવેલ. જેની
પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, તે છેલ્લા એકાદ વર્ષથી પી.એચ.સી., માતાના મઢમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે દયાપર-૧ બીટમાં કોન્ટ્રાકટ ઉપર નોકરી કરે છે. તે ૨૦૨૩ જુન કે જુલાઇથી અદિતી ભારદ્વાજ નામ ધારણ કરનાર કોઇ પાકિસ્તાની એજન્ટ સાથે ઉરટ્ઠંજછ દ્વારા સંપર્કમાં છે. આ પાકિસ્તાની મહીલા એજન્ટ સાથે મિત્રતા થતા મહીલા એજન્ટ દ્વારા પોતાના ગામ આસપાસ બી.એસ.એફ., ભારતીય નૌકાદળની ઓફિસોના અને ત્યા થતા નવા બાંધકામના ફોટો અને વિડિયો માંગતા
પકડાયેલા આરોપી સહદેવસિંહએ બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામના વિષેની ગુપ્ત અને સંવેદનશીલ માહીતીના ફોટા અને વિડીયો ઉરટ્ઠંજછ મારફતે દુશ્મન દેશ
પાકિસ્તાનના આ એજન્ટને મોકલી આપેલ છે. તે બદલ સદર પાકિસ્તાની એજન્ટ દ્વારા પકડાયેલ આરોપી સહદેવસિંહ્ ગોહિલના ઓને આર્થિક ફાયદો કરાવેલ છે. તેમજ જાન્યુઆરી-૨૦૨૫માં સહદેવસિંહે પોતાના અધારકાર્ડથી પોતાના નામનું જીઓ
કંપનીનું સીમકાર્ડ લઈ ફેબ્રુઆરી ૨૦૨૫માં આ પાકિસ્તાનના એજન્ટને ઉરટ્ઠંજછ ઑટીપી આપી ઉરટ્ઠંજછ ચાલુ કરી આપેલ અને તે ઉરટ્ઠંજછ નંબર પર પણ બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તાર ખાતે આવેલ ઓફિસોના ફોટો અને તે વિસ્તારમાં ચાલતા બાંધકામના નવા અને જુના ફોટો અને વિડિયોમોક્લી આપેલ છે. ત્યારબાદ પકડાયેલ આરોપી સહદેવસિંહ ગોહિલના મોબાઇલ ફોનને હ્લજીન્ ખાતે ફોરેન્સીક એનાલીસીસ સારૂ મોકલી આપવામા આવેલ. હ્લજીન્ ખાતેથી સદર આરોપીના મોબાઈલ ફોનના ડેટા મેળવી તે ડેટાનો ટેકનીકલ એનાલીસ વર્કઆઉટ કરી તેમાંથી સદર પાકિસ્તાન મહીલા એજન્ટ સાથેની વોટ્સએપ ચેટ તેમજ કોલ તથા મોકલેલ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના જરૂરી
પુરાવા મેળવેલ. જેથી ઉપરોક્ત માહિતી તથા પુરાવા આધારે સહદેવસિંહ દિપુભા ગોહિલ તથા પાકીસ્તાની મહિલા એજન્ટ અદિતી ભારદ્વાજ દ્વારા બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળ અંગેની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત અને સંવેદનશીલ માહીતી ગેરકાયદેસર રીતે મેળવી આપ-લે કરેલ હોય તેઓ વિરુદ્ધ ગુજરાત એ.ટી.એસ ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
..................
પાક. એજન્ટ આદિતિ ભારદ્વાજ અને સહદેવસિંહ વચ્ચે લાંબી વાતચીતો થતી
ગાંધીધામ : એટીએસ દ્વારા કચ્છમાંથી એક જાસુસને ઉઠાવી લેવાયો છે તે સહદેવસિંહ દિપુભા ગોહિલ નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સહદેવસિંહ હેલ્થ વર્કર તરીકે કામ કરે છે. આદિતિ ભારદ્વાજ અને સહદેવસિંહ ગોહિલ વચ્ચે લાંબી વાતચીતો થતી હતી. આદિતી ભારદ્વાજ પાકિસ્તાની એજન્ટ હતી.આ ઉપરાંત કચ્છ અને ગુજરાતમાથી અન્ય કોણ કોણ આ જાસુસના સંપર્કમાં આવેલા છે. ગુજરાત-કચ્છ તથા ભારતના કયા કયા વિસ્તારોમાથી શેની શેની રેકી તેણે કરી છે.
.....................
માહિતી માટે ૪૦ હજાર મળ્યા
પાકિસ્તાની પીઆઈઓ આદિતી ભારદ્વાજ નામની છોકરીને બીએસએફ અને નેવીની માહિતી આપવામાં આવી હતી. આ માટે દયાપર ચોકડી પાસે સહદેવસિંહ ગોહિલે ૪૦ હજાર રૂપિયા મેળવ્યા હતા.
..................
કચ્છઉદયએ ચેતવ્યા હતા, પકડાયો ને જાસૂસ !
ઓપરેશન સિંદુર વખતે કચ્છઉદય દ્વારા તા.૯-૫-૨૫ ના પાના...ન..૫ પર જોજો ખાળે ડુચ્ચા અને દરવાજા મોકળાનો તાલ ન થાય, ઘરના ઘાતકી-ગદ્વારો ફાવી ન જાય તેવી લાલબત્તી ધરી હતી, કચ્છની એજન્સીઓના કાન પણ તે વખતે આમળ્યા હતા, કલેકટરશ્રીને ઈજન કરાયુ હતુ કે એજન્સીઓને જગાડતા રહે, જુઓ હવે છેવાડાના કચ્છના લોકોનો સંપર્ક ખુલ્યો ને..?
હજુ ચેતો, જિલ્લામાં સ્લીપર સેલો સક્રીય નથી ને...! બાજનજર રાખો....
...................
પાકિસ્તાન માટે જાસુસી કરતા આરોગ્ય કર્મચારીને નલીયા કોર્ટમાં રજુ કરાયો
ભુજ : વડાપ્રધાનની કચ્છ મુલાકાત પહેલા બનાસકાંઠા બોર્ડરે બીએસએફએ ઘૂસણખોરને ગોળીએ ધરબી દીધો અને કચ્છની બોર્ડરે પાકિસ્તાન માટે જાસુસી કરતા આરોગ્ય કર્મચારીની એટીએસ દ્વારા ધરપકડ થતા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. દરમ્યાન સુત્રોમાંથી મળતી વિગતો મુજબ શુક્રવારે નારાયણ સરોવર વિસ્તારમાંથી આ સહદેવસિંહ ગોહિલને ઉઠાવી લેવાયો હતો. એટીએસએ પુછપરછ કરી જાસુસીના ગુનામાં તેની ધરપકડ કરી છે. આજે શનિવારે બપોર બાદ તેને નલીયા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.
....................
ર૦ર૩ થી કચ્છ સરહદની માહિતી મોકલવામાં આવતી
આરોગ્ય વિભાગમંં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતો સહદેવસિંહ ગોહિલ જુન ર૦ર૩ થી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો અને વોટસઅપ મારફતે માહિતી મોકલવામાં આવતી હતી. જુના ડીલીટ કરેલા વીડીયો મેળવવા સાથે કઈ કઈ માહિતી પહોંચાડવામાં આવી છે તે સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે.

Comments