વડાપ્રધાન મોદીના કાર્યક્રમ અન્વયે મંગળવારે બપોર બાદ દુકાનો બંધ રાખવા ભુજ ચેમ્બરે કરી અપીલ
ભુજ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ર૬મી મેના ભુજની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ દ્વારા મંગળવારે બપોર બાદ દુકાનો અને ઓફિસોના કામકાજ બંધ રાખવા વેપારીઓને અપીલ કરાઈ છે.
ચેમ્બર દ્વારા ભુજ ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમના ભાગરૂપે મિટીંગ યોજાઈ હતી, જેમાં ધારાસભ્યએ ભુજ બંધ માટે ચેમ્બર પાસે લાગણી દર્શાવતા તે આગ્રહને માન આપી મંગળવારે બપોર પછી ધંધા રોજગાર બંધ રાખવા ભુજ ચેમ્બરની મિટીંગમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. શનિવારે ચેમ્બર દ્વારા બધા એસોસિએશનના પ્રમુખોને વિશ્વાસમાં લઈ વડાપ્રધાનના સ્વાગત, રોડ-શો અને સભામાં જોડાય તે માટે બંધ પાડવા નિર્ણય કરવામાં આવશે. આ બેઠકમાં ચેમ્બરના પ્રમુખ અનિલ ગોર, જગદીશ ઝવેરી, જગદીશ ઠક્કર, જમનાદાસભાઈ, હરિભાઈ ગોર, સંદિપ શાહ, અરવિંદ ઠક્કર, રાજેશ ઠક્કર, પ્રવિણ પીંડોરિયા, બાલકૃષ્ણ ઠક્કર, વસંત વ્યાસ, ભાવેશ ઠક્કર, હિતેશ સોની, મલય ગાંધી વગેરે હાજર રહ્યા હતા. આભારવિધિ ચેમ્બરના સેક્રેટરી જગદીશ ઝવેરીએ કરી હતી.
------

Comments