Trending News
સ્થાનિક સમાચાર

રાપરના ધબડામાં પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગની રેઈડ : ર કરોડનો મુદામાલ સિઝ : ખનીજચોરોમાં ફફડાટ

23 May


ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છમાં ખાણખનિજ વીભાગના શ્રી એન.એ. પટેલ દ્વારા ઠેર-ઠેર દરોડાની કાર્યવાહી કરવામા આવી રહી છે. દરમ્યાન જ રાપર તાલુકાના ધબડા પટ્ટામાં પણ ચાઈનાકલેનું ખનન કરનારાઓ પર તવાઈ બોલાવતા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. 
જીલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ ૈંછજી ની સુચના અન્વયે જીલ્લામાં બિનઅધિકૃત ખનન વહન અને સંગ્રહ ના થાય તેના ભાગરૂપે કચ્છ-પૂર્વ ની તપાસટીમ દ્વારા તા.૨૩/૦૫/૨૦૨૫ના રોજ વહેલી સવારે રાપર તાલુકામાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ.તપાસ દરમ્યાન રાપર તાલુકાના  ધબડા ગામમાંથી બિનઅધિકૃત રીતે ચાઈના કલે ખનીજનું ખાણકામ કરતા બે(૨) એકસેવેટર મશીન અને બે(૨) ડમ્પરને પકડવામાં આવેલ.જેને તપાસટીમ દ્વારા સીઝ કરવામાં આવેલ છે.સદર તપાસમાં તપાસટીમ દ્વારા આશરે ૨ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. માપણીની કાર્યવાહી કરી કશુરદાર સામે નિયમોનુસાર પગલા ભરવામાં આવશે.

 

Comments

COMMENT / REPLY FROM