Trending News
સ્થાનિક સમાચાર

વરસાદી વહેણ પરના દબાણોને તાત્કાલીક દુર કરો : કચ્છ કલેકટરશ્રીના આદેશનું ગાંધીધામ મનપાતંત્ર પાલન કરશે ખરૂ? કે પુનઃ થશે ઐસીતેસી?

23 May



ચોમાસા પહેલા વરસાદી પાણીના જળભરાવની સ્થિતી-સમસ્યાને ડામવા માટે જિલ્લા સમાહર્તાએ આપેલ આદેશ આવકારદાયક પરંતુ ગાંધીધામમાં તો અનેકવીધ વિસ્તારોમાં વરસાદમાં જળભરાવની સર્જાતી સ્થિતીના મુળ કારણો પ્રત્યે જ દેખાય છે બેખબર : શહેરની મુખ્ય બજારોમાં કે પછી ભારતનગર, સુંદરપુરી, અપનાનગર, લીલાશાહ નગર, ૪૦૦ કવાર્ટર, ૧ર બી-૧ર સી સહિતના વિસ્તારોમાં જળ ભરાવનુ કારણ જ કલેકટર રોડ પર અમુક કેબીનધારકો દ્વારા વરસાદી વહેણને બ્લોક કરી દેવાનું છે? 
કેમ આ બાબતે મનપા તંત્ર ધાક બેસાડતી કાર્યવાહી નથી કરતુ?



વરસાદી નાળા-કુદરતી વહેણ પર પાક્કા બાંધકામો ન કરવા સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટનો પણ સ્પષ્ટ આદેશ હોવા છતા ગાંધીધામ સંકુલમાં નગરપાલીકાના ભ્રષ્ટાચારીઓએ નાળા પણ બંધ કરી દીધા છે અને તેના પર કેબીનો પણ લગાવી દીધી છે..? 



વરસાદી વહેણોને અવરોધનારાઓને તંત્ર દ્વારા નોટીસો અપાઈ જ રહી છે, પંડયા સાહેબના કમિશ્નર કાળ વેળાએ કલેકટર રેાડ પર કેબીનો વધુ ખડકાઈ ગયાનો વીષય ધ્યાને આવ્યો હતો, સર્વે કરી તપાસ કરાવીશુ અને વરસાદી પાણીમા અવરોધ રૂપ ન બને તે રીતે ધોરણસરની કાર્યવાહી ચોકકસથી કરવામાં આવશે : સંજય રામાનુજ (ડે.કમિશ્નરશ્રી મનપા)




ગાંધીધામ : ચોમાસાના આગમનની દસ્તક શરૂ થઈ ગઈ છે, દરમ્યાન જ કચ્છમાં પણ વરસાદી પાણી-જળભરાવની સમસ્યાઓથી ટાળવા પ્રિમોનસુન એકટીવીટીના ભાગરૂપે જ વરસાદી નાળા સફાઈ તો કરવાની થાય છે પરંતુ તેની સાથે વરસાદી પાણીના વહેતી, કુદરતી સ્ત્રોત બધ થતા હોય તેવા દબાણો હોય તો તેને દુર કરવાની કાર્યવાહી કરવી પણ જરૂરી છે. કલેકટરશ્રીએ આ બાબતે સૌને કડક આદેશ આપ્યા છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, શું ગાંધીધામમા મનપાતંત્ર કચ્છ કલેકટરના આદેશની અમલવારી કરશે ખરૂ?
આ બાબતે શહેર-સંકુલના જાણકાર અને જાગૃત નાગરીકોમાં ભભુકી રહેલા આક્રોશ મામલેની જો વાત કરીએ તો કહેવાઈ રહ્યું છે કે, વરસાદી પાણીના નિકાલ ઉપર થયેલા દબાણોને તાત્કાલીક ધોરણે દુર કરવા કલેકટરશ્રી કક્ષાએથી અદેશ કરવામા આવ્યા છે તો શુ આ આદેશની અમલવારી ગાંધીધામ સંકુલમાં પણ સજજડબંધ કરવામા આવશે ખરી? કે પછી આગે સે ચલી આ રહી વાળો જ તાલ આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા વાળો કરવામા આવશે? સંકુલનો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, ગાંધીધામ સંકુલમાં વરસાદી પાણી ભરાઈ જવાનો મુખ્ય કારણ જ કોઈને ખબર નથી અથવા તો આ કારણ ખબર હોવા છતા તે સમસ્યાનો નિકાલ કરવામાં ચલકચલાણાઓ જ આદરવામા આવી રહ્યા હોય તેમ વરસો વરસો વરસાદી નાળાની સફાઈના કરોડોના ટેન્ડકરો નીકળી જાય છે પણ  જળભરાવની સમસ્યાથી ગાંધીધામવાસીઓને ભોગ બનવાનો વારો આવતો જ રહે છે. હીકકતમાં ગાંધીધામની મેઈન બજારમાં પાણી દર વરસાદમાં કમરભેર ભરાઈ જવાનુ કારણ છે કે, શહેરના કલેક્ટર રોડ ઉપર વરસાદી નાળાનું 
પાણીના નિકાલના રસ્તાઓ બંધ કરી દેવાયા છે. નોર્થ વિસ્તાર અને મુખ્ય બઝાર નું વરસાદી પાણી વર્ષો થી કલેક્ટર રોડ વરસાદી નાળા માં ઉતરી અને પસાર થઈ જતું હતું પણ આજ ની પરિસ્થિતિ જોઈ એ તો ત્યાં આગળ ૧૮૭ ની જગ્યા ૨૫૦ થી ઉપર કેબિનો મૂકી દેવાઈ છે એટલુજ નહીં વરસાદી પાણી નિકાલ ન થાય એના માટે મોાભાગના કેબિન ધારક એ પોતાની દુકાન આગળ ૩ થી ૪ ફૂટનું માટી , કોટા , ટાઇલ્સ , કપચીથી પાણી નિકાલ થવાનો રસ્તો ગેરકાયદેસર રીતે બંધ કરી દીધો હોવાનુ જ દેખાય છે.  જે પાણી નોર્થ ના મુખ્યમાર્કેટ અને નોર્થ વિસ્તાર થી પસાર થઈ કલેક્ટર રોડ ઉપર વરસાદી નાળા થી નિકળી જતી હતું હવે એ પાણી એમાં ટીપું પણ નથી જતું અને તેથી જ મુખ્ય બજારમાં જળભરાવની સ્થીતી બની જવા પામે છે. અમુક કેબિન ધારકો એક તો ગેરકાયદેસર કેબિનો મૂકી ઉપર થી વરસાદી પાણી ના નિકાલનો રસ્તો પણ બ્લોક લગાડી બંધ કરી દીધો હોવાનુ ચર્ચાય છે. એટલુજ નહીં એ કલેક્ટર રોડ વરસાદી નાળામાંથી આખા ભારતનગર , સુંદરપુરી , અપનાનગર , લીલાશાહ નગર , ૪૦૦ કવાર્ટર,  ૧૨બી , ૧૨સી વિસ્તાર નું પાણી ઉપરથી આવતા આવતા કલેક્ટર રોડ થી નીકળતું હોય છે પણ આ અમુક કેબિન ધારકો દ્વારા માટીના ત્રણ ત્રણ ફુટ જેટલા સ્લોપ બનાવી દેવામાં આવ્યા છે જેના પરિણામે આ બધા વિસ્તારમાં 
પાણી નું નિકાલ જે ઝીરો પોઈન્ટ કલેકટર રોડડ ત્યાં થી ૧૦ ટકા સ્પીડથી માંડ નીકળે છે જો એનો રસ્તો ખુલી કરી દેવાય તો મોટી સમસ્યા નું સમાધાન થઈ શકે છે એટલુજ નહીં , આના લીધે વરસાદી પાણી ડ્રેનેજ ચેમ્બરોમા જાય છે જેના લીધે  લાઇન બસ્ટ  થઈ ને ઠેર ઠેર જગ્યા બેસી જાય છે  સાથે સાથે 
પીવાના પાણીના વાલમાં આ વરસાદી પાણી કચરો જતો રહે છે. જેેના લીધે લોકોના સ્વાસ્થય સાથે પણ ચેડા થઈ રહ્યા છે. 
અમુક જગ્યા તો છેલા ૨ વર્ષે થી પાલિકા દ્વારા કલેક્ટર રોડ, ગ્રીન પાન કોર્નર , આપના નગર ચારરસ્તા જગ્યા મોટર લગાવી પડી કારણ જે માટી ન ટેકરાઓ તથા બ્લોક થી કલેક્ટર રોડ પણ નેચરલ પાણીની  જાવક નું રસ્તો સંપૂર્ણ ગેરકાયદેસર રીતે બબંધ કરી દેવા માં આવ્યું છે જે તદન આયોગ છે.આવીજ રીતે ભારતનગર વોર્ડ ઓફિસ થી સુંદરપુરી ચાર રસ્તા સુધી વરસાદી લાઇન પણ દબાણ છે જેના લીધે આખું ભારતનગર , જનતા કોલોની , સુભાષનગર , ૯ એ , ૯ બી , ૯ બીડી  બધી જગ્યા ભયંકર પાણી ઘરો માં આરપાર થાય છે. આજે પણ મનપા તંત્રના અધિકારીઓ જો તપાસ કરવા જાય અને એસી ચેમ્બરથી બહાર નીકળે કલેકટર રોડ પર ખુદ ટીમો સાથે ઉતરે તો કેબીન વચ્ચે પાણીના નિકાલ માટે જે જગ્યા છોડવાની વાત હતી તેની અમલવારી થઈ છે કે પછી સદંતર એસીતૈસી કરવામા અવી છે તેનો તાદશ નજારો સામે આવી શકે તેમ છે. અમુક કેબીનધારકો દ્વારા તો કેબીનની આગળ લારીઓ રખાવી રહ્યા છે અને તેમની પાસેથી પણ ભાડુ દૈનિક વસુલી રહ્યા હોવાનુ ચર્ચાય છે.  અહી યાદ અપાવી શકાય એમ છે કે, ગત વરસે પાલીકા દ્વારા ૧૦ જગ્યાઓ પર વરસાદી પાણીના નિકાલ માટે મોટરપંપ લગાડવામા આવ્યા હતા, જેની મદદ બાદ પણ પાણીનો સંપૂર્ણ નિકાલ કરતા કરતા પંદર દીવસનો સમય વીતી ગયો હતો, તે વખતે ૩૦થી વધુ ડ્રેનેજની લાઈનો પણ બેસી જવા પામી હતી. કારણ એટલું જ કે વરસાદી પાણીના નિકાલનો જે કુદરતી વહેણ-રસ્તો છે તેને કલેકટર રોડ પર અમુક કેબીનવાળાઓએ તદન બંધ જ કરી દીધો છે અને તે વખતની નગરપાલિકા અને હાલની મનપા પ્રશાસન જાણે કે આ બાબતોથી અજાણ હોય કે રહેવા પામતુ હોય તેમ આ સમસ્યાઓના મુળના નિકાલ સુધી હજુ પહોચતુ જ હોવાથી પ્રબુદ્ધવર્ગમાં ભારે કચવાટ છે અને આ સમસ્યાઓનો વેળાસર નિકાલ નહી કરવમાં આવે તો આગામી થોડા વરસાદમાં પણ ફરીથી ગાંધીધામ સંકુલમાં ઠેર-ઠેર જળભરાવની સ્થિતી જોવા મળી જ આવશે તેવી લાલબત્તી ધરવામા આવી રહી છે. 
બીજીતરફ આ બાબતે મનપા તંત્રના ડે.કમિશ્નર શ્રી સંજય રામાનુજની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, કલેકટર રોડ પર કેબીનો વધારે ખડકાઈ ગઈ હોવાની ફરીયાદ-વાત ધ્યાને આવી હતી અને પંડયા સાહેબ કમિશ્નર હતા તે વખતે આ બાબતે તપાસ શરૂ કરાઈ હતી, તેઓની બદલી થવા પામી ગઈ છે, આ બાબતે ફરીથી ગંભીરતાથી તપાસ કરાશે અને વરસાદી પાણીના વહેણને અવરોધ હશે તો ચોકકસથી ધોરણસરની કાર્યવાહી તત્કાળ ધોરણે કરવામા આવશે તેમ શ્રી રામાનુજે જણાવ્યુ હતુ. 

 

Comments

COMMENT / REPLY FROM