નડીયાદ સાયબર ત્રાસવાદકાંડમાં કચ્છ કડીની આશંકા સરહદી વિસ્તારમાંથી નાપાક તત્વો સાથે કોની સંડોવણી?
ભારત અને રાજ્ય સરકારની વિવિધ ૫૦થી વધુ વેબસાઈટો ઉપર સાયબર એેટેક કર્યો હતો : ટેલિગ્રામ ગ્રુપ બનાવીને ભારત વિરોધી ઉશ્કેરણીજનક લખાણો પોસ્ટ કર્યા હતા : મોબાઈલ તપાસતા કચ્છ સહિતના સરહદી વિસ્તારના લોકોના ફોન નંબર મળી આવતા એજન્સીઓએ તપાસ લંબાવી
ખાટલે મોટી ખોટ : નડીયાદના સાયબર ત્રાસવાદી શખ્સની સાથે છેવાડાના કચ્છના કોઈ તત્વોના સંપર્ક હતા, તેનો ખુલાસો એટીએસએ આ પ્રકરણનો ખુલાસો કર્યો ત્યારે થવા પામ્યો છે, તો કચ્છમાં દેશભરની એજન્સીઓ જે ધામા નાખીને બેઠી છે તે શું અગરબત્તી કરવા છે? કેમ કચ્છની કોઈ એજન્સીને છેવાડાના સીમાડાના શખ્સો નડીયાદમાથી ઝડપાયેલા શખ્સના સંપર્કમા છે તેનો ખુલાસો ન કરી શકયા? શું આઈબી સહિતની અમુક એજન્સીઓના અધિકારીઓને માત્ર તેલ-બેઝઓઈલના બેનામી ધંધાઓ માટે જ અહી મુકાયેલી છે?, બેનામી ધંધાઓના હપ્તા ખાવ તેનો વાંધો નથી પરંતુ દેશહિતનો વિષય છે તેમાં તો ગાફેલ ન રહો..? તેમાં તો ઉંઘતા ન રહો..! : દેશ સેવાની તક આવી વારંવાર નથી મળતી?
ગાંધીધામ : ભારતની સુરક્ષા કાજે મહત્વપૂૃણ અને વ્યુહાત્મક રીતે પણ અતિ સંવેદનશીલ એવા કચ્છ જિલ્લામાં નાપાક અડવીતરાઓની કડીઓ સમયાંતરે સામે આવવા પામી જ રહેતી હેાય છે. દરમ્યાન જ હવે વધુ એક વખત નડીયાદમાં સાયબર ત્રાસવાદ કાંડનો એટીએસ દ્વારા ખુલાસો કરવામા આવ્યો છે ત્યારે વધુ એક વખત કચ્છ કનેકશન સામે આવવા પામી ગયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ભારતીય સેના દ્વારા હાથ ઘરવામાં આવેલા
ઓપરેશન સિંદૂર સમયે સાયબર એટેક કરનાર નડીયાદના એક યુવાન અને કિશોરની એટીએસની ટીમે ધરપકડ કરીને નડીયાદ કોર્ટમાં રજુ કરીને પાંચ દિવસના રીમાન્ડ પર મેળવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, યુવકના મોબાઈલમાં કચ્છ સહિતના સરહદી વિસ્તારના લોકોના ફોન નંબર છે. આ યુવક લોકો સાથે સંપર્કમાં હતો. સરહદી વિસ્તારમાં એજન્સીની માહિતી મેળવી હતી કે કેમ ? તે સહિતની દીશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. નડિયાદમાં મીલ રોડ પર કલ્યાણ કુંજની સામે રહેતા ૧૮ વર્ષીય જસીમ શાહનવાઝ અંસારી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે ટેલીગ્રામ ગૃપ બનાવી ભારત દેશની અલગ અલગ વેબસાઈટોને ડીડીઓએસ એટેક દ્વારા ડાઉન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને દેશ વિરોધી પ્રવૃતિ કરી હતી. આ સાથે તેનો સ્ક્રીનશોટ લઈ તેમાં નીચે ભારત દેશ વિરોધી ઉશ્કેરણીજનક લખાણો એક ટેલીગ્રામ ગૃપમાં મૂક્યા હતાં. ગુજરાત એટીએસની ટીમને આ સાયબર એટેકની
પ્રવૃત્તિની જાણ થતાં જ નડીઆદમાં છાપો મારીને બન્નેને અટકાયતમાં લીઘા હતા. પોલીસે શકમંદ ઈસમ જસીમ શાહનવાઝમાં અંસારી તથા અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના મોબાઈલ જપ્ત કરીને એફએસએલ ગાંધીનગર ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં. એફ.એસ.એલ. ગાંધીનગરના રીપોર્ટમાં
ઉપરોક્ત માહિતીની ખરાઈ થઈ જતા જસીમ શાહનવાઝ અંસારી (ઉવ. ૧૮, અભ્યાસ)ની
પુછપરછ કરી હતી. જેમાં જણાવાયું હતું કે આ જસમી અને અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે ભેગા મળી સાયબર વોર છેડવા અને ભારત સરકારની વેબસાઈટો ટાર્ગેટ કરવાનો અને ભારત સરકાર તથા વિવિધ રાજ્ય સરકારોની વેબસાઈટોને ડાઉન ડી.ડી.ઓ.એસ. સાયબર ટેરર એટેક કરતા હતાં. આ ઈસમો ચાલુ માસ અને એપ્રિલ માસમાં ભારત સરકાર તથા રાજ્ય સરકારોની વિવિધ ૫૦થી પણ વધારે વેબસાઈટ ઉપર સાયબર એટેક કર્યો હતો. ત્યારબાદ ઈસમો દ્વારા તેના સ્ક્રીનશોટ ટેલીગ્રામ ચેનલ ઉપર પોસ્ટ કરી તેની સાથે ભારત વિરુદ્ઘ ઉશ્કેરીજનક લખાણ
પોસ્ટ કર્યા હતાં. હાલમાં એના સંપર્કમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા, બનાસકાંઠા, પાટણ અને કચ્છના સરહદી વિસ્તારના લોકોના ફોન નંબર મળ્યા છે એની તપાસ ચાલી રહી છે. એટીએસના અધિકારીના જણાવ્યા અનુસાર આ બંને ટૂલને ક્લોન કરીને સાયબર હુમલા કરવામાં આવે તો એને પકડવો મુશ્કેલ બને છે. આ લોકોએ એક સાથે ૫૦ સાઈટ પર એટેક કર્યો હતો જેમાં સંરક્ષણ, ફાયનાન્સ , વિમાની સેવા અને શહેરી વિકાસની સાઈટ પર ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ -ઓફ- સર્વિસીસ એટેકથી (ડીડીઓએસ) વેબસાઈટ હેક કરવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક સંવેદનશીલ ડેટાના ફોટા પડી ટેલિગ્રામ ચેનલથી પાકિસ્તાન મોકલ્યા હતા. એટીએસ આ કિશોર અને જસીમ અન્સારી સાથે બીજા કેટલા લોકો જોડાયા છે. એની તપાસ કરી રહી છે. હાલના સમયમાં આતંકવાદી નહીં પરંતુ સાયબર હુમલાથી પણ બચવું જરૂરી છે. આ પ્રમાણે સાયબર ત્રાસવાદી દેશમાંથી પકડાયો છે.
એક તરફ મહિલા યુ-ટયુબર દ્વારા કરવામાં આવતી જાસુસીનો પર્દાફાશ થયો જે બાદ નડીયાદમાં પણ દેશ વિરોધી કામ કરતો યુવક પકડાયો છે. સેના બોર્ડર પર દુશ્મન દેશને લપડાક આપે છે પરંતુ દેશમાં રહેતા ગદારોને પણ સામે લાવવા જરૂરી છે. પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને પગલે ગદારોમાં પણ છુપો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
...................
કચ્છઉદયએ ચેતવ્યા હતા, જુઓ ઠર્યુ ને અક્ષરઃસ સાચુ..
ઓપરેશન સિંદુર વખતે કચ્છઉદય દ્વારા તા.૯-૫-૨૫ ના પાના...ન..૫ પર જોજો ખાળે ડુચ્ચા અને દરવાજા મોકળાનો તાલ ન થાય, ઘરના ઘાતકી-ગદ્વારો ફાવી ન જાય તેવી લાલબત્તી ધરી હતી, કચ્છની એજન્સીઓના કાન પણ તે વખતે આમળ્યા હતા, કલેકટરશ્રીને ઈજન કરાયુ હતુ કે એજન્સીઓને જગાડતા રહે, જુઓ હવે નડીયાદ સાયબર ત્રાસવાદી પ્રકરણમાં છેવાડાના કચ્છના લોકોનો સંપર્ક ખુલ્યો ને..?
હજુ ચેતો, જિલ્લામાં સ્લીપર સેલો સક્રીય નથી ને...! બાજનજર રાખો....

Comments