Trending News
સ્થાનિક સમાચાર

રાપર પંથકમાં ચાઈનાકલે-સાદીરેતી ચોરીનો પર્દાફાશ

20 May

ટીમ એન એ પટેલના સપાટાથી ખનીજચોરોમાં ફફડાટ




ગાંધીધામ : પૂર્વ કચ્છના ભુસ્તરશાસ્ત્રીશ્રી એન એ પટેલની લાલઆંખ ભરી કાર્યવાહથી ખનીજચોરોમાં રીતસરનો ફફડાટ જ વ્યાપી જવા પામ્યો છે. દરમ્યાન જ મળતી વધુ વિગતોઅ નુસાર રાપર પંથકમાંથી ચાઈનાકલે અને સાદીરેતી ચોરીનો તેમની ટીમ દ્વારા પર્દાફાશ કરાયો છે. કલેકટરશ્રી આનંદ પટેલની સુચના તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રી અંજાર(પુર્વ-કચ્છ) ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકામાં ગેરકાયદેસર ખનન/વહન/સંગ્રહ અન્વયે તા.૧૯/૦૫/૨૦૨૫ ના રોજ અલગ-અલગ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં રાપર તાલુકામાંથી ચાઇનાકલે/સારતી ખનિજનુ ગેરકાયદેસર વહન કરતા કુલ ત્રણ ડમ્પરને સીઝ કરી આગળની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ આ તપાસ દરમ્યાન અંદાજીત કુલ- ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. સદરહુ ત્રણ ડમ્પરોના વાહન ચાલકશ્રી/માલિકશ્રી વિરુધ્ધ ગુજરાત મિનરલ્સ(પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, 
ટ્રાન્સપોર્ટેશન, એન્ડ સ્ટોરેજ) રુલ્સ-૨૦૧૭ ના નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

.........

Comments

COMMENT / REPLY FROM