Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મનપામાં બારોબાર બીલો ઉધારી દેનાર કયા  પૂર્વ એન્જીનીયર ને પરત લાવવા છાની ગોઠવણ?

20 May

કચ્છ કલેકટરશ્રી-મનપા કમિશ્નરશ્રી ગોર ફરમાવે





ર૪ કરોડના કામોમાં કૌભાંડ આચરનારને ૮૦ કરોડના ટેન્ડરો અપાઈ ગયા, અગાઉના ન થયેલા કામોમાં પણ બીલો બનાવી દેનાર એન્જીનીયરને મુકત કર્યા બાદ હવે આ કૌભાંડી ફરીથી ગાજી ઉઠતા કયા અધિકારીની ભલામણથી આ જ ભ્રષ્ટ બની બેઠેલા એન્જીનીયરને લાવવાની થઈ ગઈ છે વેતરણો ? : કલેકટરશ્રી વહેલાસર આ બાબતે નહી તપાસ કરાવે તો સરકારની તિજોરીને થશે મોટુ નુકસાન


૮૦ કરાડેના મળેલા નવા ઠેકામાં ગેરરીતીઓ આચરવા માટે ભ્રષ્ટ ઠેકેદાર ફરીથી પોતાની ટીમ એકત્રિત 
કરવામાં વ્યસ્ત બન્યો : નલ સે જલ યોજનામાં ખોટા બીલો બનાવી સહી કરનાર તથા સમગ્ર આ કૌભાંડના સાથીદાર એવા એક પૂર્વ ઈજનેરથી ફરથી મનપામાં ગોઠવવાના ચક્રો ગતિમાન કરાવ્યા છે : જો આ પૂર્વ ઈનજેર ગોઠવાઈ જાય તો સમજવુ કે મનપામાં ફરીથી મોટુ કૌભાંડ થવા જઈ રહ્યુ છે..!


ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલને મહાનગરપાલિકા તો મળી ગઈ છે પરંતુ હવે આ તંત્ર અને વહીવટ શહેરીજનોની સુવિધામાં કેટલો ફળશે તેની સામે લોકોમાં સવાલો ઉભા થવા પામી રહ્યા છે. નગરપાલીકામાં જે રીતે જેના હાથમાં તેના મોમાં વાળો તાલ અમુક ભ્રષ્ટ તત્વો દ્વારા લાલીયાવાડી ચલાવાતી હતી તેવી જ રમતો-છાની ગોઠવણો મનપામાં પણ થવા પામી રહી હોવાનો આક્રોશ જાણકારોમાં વ્યાપી જવા પામ્યો છે. 
આ બાબતે ચર્ચાતી વિગતો અનુસાર ગાંધીધામ 
મહા નગરપાલીકામાં ભ્રષ્ટાચારોના પ્રકરણોમાં વધારે ચર્ચાસ્પદ રહ્યા બાદ જે બની બેઠેલા એક એન્જીનીયરને સેવાથી મુકત કરી દેવાયો હતો તેને હવે એક યા બીજા કારણોસર ફરીથી લઈ આવવાને માટે છાની ગોઠવણો આદરાઈ છે. કહેવાય છે કે, કાગળ પર કામો થયા હોય, શહેરના સુવીધાઓના કામોના ઈન્સપેકશન ન કરનાર અને ઠેકેદારોની સાથે સેટીંગ કરનાર તથા ર૪ કરોડના થયેલા કામોમાં ઠેકેદાર સાથે સાંઠગાંઠ આચરવામાં આ પૂર્વ એન્જીયનીયર ખુબજ ચકચારમાં આવી ગયા હતા. હાલમાં આ કૌભાંડ મોટા મથાડાઓ સાથે ચમકવા પામી ગયુ છે, કારણ કે ર૪ કરોડના કામો પેટે જે 
બોગસ બીલો બની ગયા  છે તે જ ઠેકેદાર પેઢીને કઈક વધુ કરોડોના કામોની લ્હાણી કરી દેવામા આવી છે, જેને લઈને હવે અલગ અલગ મોરચેથી તપાસોની માંગ થવા પામી રહી છે ત્યારે આ ભોપાળાઓ વર્તમાના કોઈ વહીવટવાળાઓ ભુલથી પણ ખુલ્લા ન પાડી દે તે માટે આ બની બેઠેલા પૂર્વ એન્જીનીયરને લાવવા માટેની વેતરણ કરાઈ છે. જાણકારો સવાલ થઈ રહ્યા છે કે, કયા અધિકારી સાથે સેટીગ હતુ આ પૂર્વ એન્જીનીયરનુ અને એ ેસેટીંગ પાછળનું 
કારણ શું છે? હાલમાં કયા અધિકારી ફરીથી આ પૂર્વ એન્જીનીયર કે જે બોગસ ડમી બીલો બનાવવામાં ચકચારી બની ગયો હતો તેને પરત ગોઠવવા મથી રહ્યા છે 
તેની પાછળનુ રહસ્ય પણ શું છે? આ બાબતે ગાંધીધામ મનપા કમિશ્નરશ્રી અને કચ્છના વર્તમાન કલેકટર ડો.આનંદ પટેલ ગંભીરતાથી તપાસ કરવાના આદેશ આપે તે જ સમયનો તકાજો બની જવા પામ્યો છે.

.........

Comments

COMMENT / REPLY FROM