Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ઓફિસમાં  ધમધમતી જુગાર કલબ પકડાઈ

19 May



બેન્કિંગ સર્કલ પાસે એલસીબીએ દરોડો પાડી સાત શખ્સોને રોકડા, મોબાઈલ અને વાહનો સહિત ૯.૧૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા


ગાંધીધામ : શહેરમાં એ ડિવિઝન પોલીસની હદમાં એલસીબી પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી કે બેન્કિંગ સર્કલ પાસે આવેલ સંજના અર્થ મુવર્સ નામની ઓફીસમાં વિનોદ ત્રિકમદાસ કલવાણીએ બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમે છે. બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડતા જુગારીઓ પકડાયા હતા. રેડ દરમ્યાન આદીપુરના વિનોદ કલવાણી ઉપરાંત ગુરૂકુળના હિતેશ હરેશભાઈ ટેવાણી, સુભાષનગરના પાર્થ વિજયભાઈ બેલાણી, ભારતનગરના હિંમતસિંહ ભીમસિંહ વાઘેલા, આદીપુરના નિતેશ શ્યામભાઈ ટેવાણી, દિપ શ્યામભાઈ ટેવાણીને ઝડપી લેવાયા હતા.રોકડા રૂા. ૯૩,૬૬પ તેમજ ર.૭૦ લાખના સાત મોબાઈલ, પ.પ૦ લાખના ત્રણ વાહનો કબજે કરવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસમાં જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એલસીબીની કાર્યવાહીથી સોપો પડી ગયો હતો.

Comments

COMMENT / REPLY FROM