Trending News
સ્થાનિક સમાચાર

દેશના સૈન્ય વડા આજે કચ્છમાં : નલીયાની મુલાકાત? : ડ્રોન હુમલા બાદ સીડીએસનો સરહદે પડાવ સુચક : સામેપાર સુધી વધી હલચલ

19 May



ઓપેરશન સિંદુર મારફતે આતંકીઓને ઘરમાં ઘુસીને તેમનો ખાત્મો જેમના નેતૃત્વમાં કરાયો છે તેવા ભારતીય ચીફ ડીફેન્સ ઓફ સ્ટાફ (ભારતીય સશસ્ત્ર સેનાઓના રક્ષા પ્રમુખ) શ્રી અનિલ ચૌહાણના આગમનથી સરહદી ક્ષેત્રોમાં હલચલ : કચ્છમાં સેવારત દેશના સુરક્ષા-ગુપ્તર વિભાગા એલર્ટ : પાકિસ્તાની ડ્રોન એટેકને પગલે ઝ્રડ્ઢજી ગઈકાલથી ગુજરાતમાં 



ગાંધીધામ : તાજેતરમાં જ ભારતીય સૈન્ય દ્વારા પહેલગામમાં આતંકવાદીઓએ જે નીદોર્ષ પ્રવાસીઓની હત્યા નિપજાવી હતી તેનો બદલો ઓપરશેન સિંદુર મારફતે લીધો અને નાપાક મુલકમાં તેમના ઘરમાં ધુસીને આતંકીઓના અડ્ડા તહેસ નહેસર કરી નાખવામાં આવ્યા હતા. આ ઓપરેશન સિંદુર જેમના 
નેતૃત્વ તળે અને ભારતના સૈન્યના સર્વોચ્ચ પદ ધરાવતા સીડીએસ ચીફ ડીફેન્સ ઓફ સ્ટાફ અનિલ ચૌહાણ કે જેઓ રીટાયર્ડ લેફટનન્ટ જનરલની પણ બહોળી યશસ્વી સેવાઓ દેશમાં બજાવી ચૂકયા છે તેઓ ગત રોજથી ગુજરાત પ્રવાસે આવી પહોચ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ગઈકાલે તેઓએ ગાંધીનગર ચીલાડા ખાતે એરબેઝની મુલાકાત લઈ અને ત્યા મુકામ કર્યો હતો જે બાદ આજ રોજ તેઓ કચ્છ આવી પહોચ્યા હોવાનું મનાઈ રહ્યું છે. નોધનીય છે કે, ઓપરેશન સિંદૂર-પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓ ઉપર ભારતીય સૈન્ય કાર્યવાહી વખતે કચ્છના સરહદી ક્ષેત્રો- નલિયા અને જખૌમાં 
પાકિસ્તાન તરફથી ડ્રોન એટેકની ઘટના પણ બહાર આવી હતી. જેની ગંભીરતાને ધ્યાને લઈ ભારતીય સશસ્ત્ર સેનાઓના રક્ષા પ્રમુખ- ઝ્રડ્ઢજી અનિલ ચૌહાણ રવિવારથી બે દિવસ ગુજરાતમાં છે. રવિવારે તેઓ ગાંધીનગરમાં ચિલોડા સ્થિત એરફોર્સ મથકના વાયુશક્તિ નગરમાં રોકાણ કર્યુ હોવાનુ મનાય છે., જ્યાં તેઓ ગુજરાત સાથે જોડાયેલી 
પાકિસ્તાનની સરહદે મૂવમેન્ટનો ઈન્ટરનલ ઈન્ટેલિજન્સ પાસેથી રિપોર્ટ મેળવીને બીજા દિવસે સોમવારે કચ્છના નલિયા એરફોર્સ સ્ટેશને પહોંચી રહ્યા છે. સામાન્યતઃ ભારતીય સૈન્ય દળોના ઝ્રજીડ્ઢની વિઝિટ અંગે સ્થાનિક તંત્રને સાર્વજનિક રીતે જાણ થતી હોતી નથી. 
પરંતુ, સંરક્ષણના દૃષ્ટિકોણથી વ્યૂહાત્મક રીતે આવનારા સમયમાં ગુજરાતમાં ભારત-પાકિસ્તાનના ચારેય સરહદી જિલ્લાઓને લઈને લાંબાગાળા માટે મોટા નિર્ણયો, એક્શન પ્લાન ઘડાય તેવુ સરહદી ક્ષેત્રના જાણકારો કહી રહ્યા છે. સીડીએસની કચ્છ મુલાકાતથી સામેપાર સુધી હલચલ વધી જવા પામી હોવાનો વર્તારો પણ જોવાઈ રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM