ભચાઉના મોટીચીરઈ પાસે મોત વેંચવાનો કાળો કારોબાર : યુબી અગ્રવાલ કંપની સામે સનસનીખેજ અંગુલીનિર્દેશ
સમરથ કો નહીં દોષ..! આ કંપનીનો વાળ પણ નથી થતો વાંકો?ઃ તંત્રની ચૂપકીદી શંકાના દાયરામાં
ગૌચર જમીનના દસ્તાવેજો બનાવી અલગથી ઓકિસજન પ્લાન્ટ લાવી-લોન મેળવીને ગેરકાયદેસર રીતે સિલિન્ડરો બનાવાતા હોવાનુ કંપનીના સુપરવાઇજર દ્વારા જ કરાયો આક્ષેપ : રાજેશ ગુપ્તા દ્વારા વિવિધ તબક્કે કરાયેલી રજુઆતો ઉપરાંત પ્રેસ યોજીને પણ કંપની સામે લગાવ્યા છે મોટા આક્ષેપો : કંપીનાના સંચાલકો કહે છે કે, આક્ષેપો પાયા વિહોણા છે
ખાટલે મોટી ખોટ : વહીવટી તંત્ર થી લઈ ને વડાપ્રધાન સુધી ની ફરિયાદો છતાં આ કંપનીના અગ્રવાલ બંધુઓને કોનું સુરક્ષા કવચ મળી રહ્યું છે? અનેકવિધ પુરાવા, નામજોગ ફરીયાદો આપી હોવા છતા તપાસના નામે હજુ સુધી કેમ મીડું? શું આ કંપનીના સુત્રધારો પર કોઈ ઝભ્ભાલેંગાવાળાઓના છે ૪ હાથ? એટલે તંત્ર તેની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં લાજનો તાણી રહી છે ધુમટો?
યુ બી અગ્રવાલના માલિકો દ્વારા ગૌચર જમીન દબાવીને ઔદ્યોગીક એકમ ઉભુ કર્યુ હોવાની ફરીયાદ, ઉપરાંત કોરોના સમયમાં કંપનીએ ઔદ્યોગીક સિલિન્ડરો મોટી માત્રામાં હોસ્પિટલમાં માનવજીંદગીના ભોગ લીધા હોવાની પણ ફરીયાદએ કર્યો છે અંગુલીનિર્દેશ
આક્ષેપો પાયાવિહોણા છે, અમારી કંપની તમામ નીતીનિયમોની અમલવારી કરી રહી છે : સુકેશભાઈ અગ્રવાલ (યુબી અગ્રવાલ કંપની)
સતત ધારદાર રજુઆતો, ફરીયાદોના મારા બાદ હવે કંપનીના બની બેઠેલા માલીકો દ્વારા તેમની કંપનના માયાજાળ સંકેલી લેવાની ચાલી રહી છે છાની ગોઠવણો, જો તંત્ર વેળાસર લાલઆંખ નહી કરે તો મોતના સોદાગરો વિદેશી સરકી જશ : પછી તો બાબાજીનો ઠુલ્લું જ રહેશે..!
ગાંધીધામ : સમરથ કોઈ નહી દોષની ઉકિત પૂર્વ કચ્છમાં એક કંપની દ્વારા આચરાયેલી ગેરીરીતી અને તેની સામે થયેલ ખુલ્લીને આક્ષેપો બાદ પણ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા ફરીથી સાચી ઠરથી જ જોવાઈ રહી છે. પૂર્વ કચ્છના મોટી ચીરઈ પટ્ટામાં આવેલી યુ બી અગ્રવાલ કંપનીની સામે એક જાગૃત નાગરીકે કેટકેટલા આધાર-પુરાવાઓની સાથે કચ્છમાં કલેકટર કક્ષાથી માંડી અને વડાપ્રધાન કાર્યાલય સુધી થોકબંધ ફરીયાદો કરવામા આવી છે પરંતુ આ ફરીયાદોની કોઈ જ નોધ જ ન લેવાતી હોય તેમ આ પટ્ટામાં અવેલી કંપની અને તેના માલીકો છાકટા જ બનીને ફરી રહ્યા છે.ઔદ્યોગીક એોકસિજનનુ ઉત્પાદન કરીને વેચાણ કરતી ગાંધીધામ અને ભચાઉ વચ્ચે આવેલ યુ બી અગ્રવાલ નામની કંપની સામે કંપનીના જ એક કર્મચારીએ ગંભીર સવાલો ઉભા કર્યા છે. કોરોના બાદ કર્મચારી દ્વારા કંપીના કારનામા અંગે જે તે વિભાગોમાં પુરી વિગતો સાથે લેખિત રજુઆતો કરી હોવા છતા વહીવટીતંત્રના મોઢે તાણા જ લાગેલા હોય તેમ કોઈ જ કાર્યવાહી કરવામા આવી નથી.એટલુ માત્ર જ નહી પરંતુ આ કંપનીમાં જ કાર્ય કરનાર રાજેશ ગુપ્તા પણ કંપીનીના માલિકોની સામે ફરીયાદ કરવા પોલીસ મથકે ગયા તો તેમને જ આરોપી બનાવી દેવામા આવ્યા સુધીની ઘટના બની જવાપામી હતી. સૌ પ્રથમ ફરીયાદી રાજેશ ગુપ્તા કે જેઓ અગાઉ કંપનીમાં સુપરવાઇજર તરીકે સેવા બજાવી રહ્યા હતા તેઓ દ્વારા જ આ કંપનીમાં આચરાતી અઢળક અને અનેકવીધ ગેરરીતીઓને લઈને પાછલા કેટલાક સમયથી મોટા આક્ષેપો કરવામા આવી રહ્યા છે તેની જો વાત વિગતે માંડીએ તો તેઓ આધાર-પુરાવા સાથે વિવિધ તંત્રોને તથા વિવિધ મોરચે અને તબક્કે લેખિત ફરીયાદો લાંબા સમયથી કરતા આવી રહ્યા છે. યુબી અગ્રવાલ કંપની દ્વારા આચવામાં આવી રહેલી ગેરરીતીઓ મામલે તેઓએ પ્રેસ યોજીને પણ સૌને અવગત કરાવ્યા હતા. ફરીયાદી રાજેશ ગુપ્તા દ્વારા જ કરવામાં આવેલા મોટા અંગુલીનિર્દેશની વાત કરીએ તો તેઓનાકહેવા પ્રમાણે ગૌચર જમીન ના દસ્તાવેજ બનાવી તેના પર અલંગ થી ઓક્સિજન પ્લાન્ટ લાવી લોન મેળવી અને મોત વેચવા નો કારોબાર આ કંપનીના માંધાતાઓ દ્વારા આચરવામાં આવી રહ્યું છે. મોટી ચીરઇ પાસે આવેલ ેં મ્ અગ્રવાલ નામ ની કંપની માં વર્ષો સુધી કામ કરનાર સુપરવાઈઝરએ જ ગંભીર આક્ષેપો કરાતા આ કંપની સામે પણ અનેકવિધ સવાલો સર્જાવવા પામી રહ્યા છે. ઓક્સિજન સિલિન્ડર નું પ્રોડકશન વધારવા માટે નાઇટ્રોજન અને ર્ઝ્રં ૨ તેમજ મોસ્ચ્યુર વાળા સિલિન્ડરો કચ્છ ની મોટી મોટી હોસ્પિટલમાં સપ્લાય કરાયા છે. ઓક્સિજન સાથે નાઇટ્રોજન અને ર્ષ્ઠ ૨ ના કારણે દર્દીઓ તડપી તડપી
મૃત્યુ પામતા હોવાનો ઘસ્ફોટ પણ અરજદાર દ્વારા કરવામા આવ્યો છે. વહીવટી તંત્ર થી લઈ ને વડાપ્રધાન સુધી ની ફરિયાદો છતાં અગ્રવાલ બંધુ ને કોનું સુરક્ષા કવચ મળી રહ્યું છે? અરજદાર રાજેશ ગુપ્તા દ્વારા અહી એવા પણ આક્ષેપો કર્યા હતારાજેશ ગુપ્તા ના ચોંકાવનારા ખુલાસાઓમાં વધુમાં કહેવાયું છે કે, આ કંપની દ્વારા લેબ ટેસ્ટ વગર જ મોત ના સિલિન્ડરો ભરાઈ રહયા છે, લેબ ટેક્નિસિયનના ફરજી લાયન્સ મેળવી કંપની શરૂ કરાઇ એટલુ નહી પરંતુ કચ્છની અનેકવિધ હોસ્પિટલોમાં પણ આવા ડુપ્લીકેટ ઝેરી સિલિન્ડર આ કંપની દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હોવાનુ પણ ઉમેરાયું છે. આ મુજબનો દાવો કરનાર રાજેસ ગુપ્તા એ વિવિધ ઓફિસો થી લઈ ને નરેન્દ્ર મોદી સુધી પત્ર વ્યહવાર કર્યા હોવા છતાં આજ સુધી કોઈ તપાસ કાર્યવાહી થયેલ નથી અને કોરોના વખતે પણ આ પ્રકારના સિલિન્ડરોથી ઝેરી ગેસ ના કારણે થયેલા મૃત્યુ માટે ેહ્વ અગ્રવાલ ના માલિકો મેનેજમેન્ટ અને સરકારી અધિકારીઓ જેમણે આંખ આડા કાન કર્યા તે તમામ સામે હત્યા ના ગુના દાખલ કરવા માં આવવા જોઈયે તેવી માંગ પણ કરવામાં આવી છે. જો કે સામેપક્ષે આ અંગે યુબી અગ્રવાલ કંપનીના સુકેશ અગ્રવાલને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આ તમામ આક્ષોપે પાયા વિહોણા છે. અમારી કંપની નીતીનિયમોને અનુસરીને જ કાર્યરત
રહેલી છે.

Comments