પૂર્વ કચ્છમાં ડ્રાઈવ દરમિયાન હથિયાર રાખતા ૪૮ ઈસમોને દબોચી લેવાયા
અંજાર, આદિપુર, એ-ડિવિઝન, બી-ડિવિઝન, કંડલા મરીન, દુધઈ, રાપર, ગાગોદર, સામખિયાળી, લાકડિયા, ભચાઉ, આડેસર પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી
ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં શરીર સંબંધી ગુના અટકાવવા માટે ગેરકાયદે રીતે પોતાની પાસે હાથિયાર રાખતા અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા ઈસમોને શોધી લેવા માટે એસપી સાગર બાગમાર દ્વારા સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત ૧૭ તારીખે જિલ્લામાં ખાસ ઝુંબેશ યોજવામાં આવી હતી. અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરી અને ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શનમાં પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવેલી ચેકિંગ ડ્રાઈવમાં કુલ ૪૮ ઈસમોને હથિયાર સાથે ઝડપી પાડી હથિયારબંધીના જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અંજાર પોલીસે વરસાણાના ફારૂક ઉમરભાઈ હીંગોરજા, વીડીના સલીમ જુમા શેખ, મેઘપર (બોરીચી) અબાસ અકબરશા શેખ, નિંગાળના હાજી ઓસમાણ ભટ્ટી, વરસામેડી વાલા ધનાભાઈ મહેશ્વરી, ઓમનગરના નારાણભાઈ ઉર્ફે ગોવિંદભાઈ પચાણભાઈ ગઢવી, અંજારના નવીન ભચુ કોલી, હુશેન સલુભાઈ કોલી, મિતેશ પરસોત્તમ પઢારિયાને પકડી છરી કબજે કરી હતી. આ તરફ આદિપુર પોલીસે નવી સુંદરપુરીના મુજાહીદશા મદારશા દીવાન, સાજીદ નબીહુશેન અંસારી, મેઘપર (કુંભારડી) મનીષ કિશનલાલ શર્મા, મુન્દ્રા સર્કલ અનીલ મહેશ ઠાકોર, અશોક રમેશ દેવીપુજક પાસેથી છરી અને લીલાશા કુટિયાના સુરેશ હરીલાલ વિરાણી પાસેથી ધારિયું કબજે કર્યું હતું. એ-ડિવિઝન પોલીસે ખારીરોહરના ઈસમાઈલ ઈશાક સોતા, કાસમ ઈશાક સોતા, ભારતનગર અનીલકુમાર ફુલચંદ પાસવાન અને વિશાલ સરબજીત ગૌતમ પાસેથી છરી કબજે કરી હતી. બી-ડિવિઝન પોલીસે કાર્ગોના અવિનાશકુમાર બીજુભાઈ પાસવાન, મનોજ ભચુ ગોહિલ, કિશન ભચુભાઈ ગોહિલ, હાઉસિંગ બોર્ડના ઈન્દ્રલ લક્ષ્મણ પાસવાન, કાર્ગોના રાજુભાઈ ભચુભાઈ મહંતો અને ચંદ્રમૌલી રાજેન્દ્ર પાસવાન પાસેથી છરી અને કિડાણાના શબીર નુરમામદ મથડા પાસેથી કૂહાડી કબજે કરી હતી. કંડલા મરીન પોલીસે અંજારના અસફાક ઈમરાન ચૌહાણ પાસેથી છરી કબજે કરી ગુનો દાખલ કર્યો હતો. દુધઈ પોલીસે ચાંદ્રાણીના દિનેશભાઈ ભચાભાઈ કોલી પાસેથી લાકડાનો ધોકો, મોરગરના અરવિંદ રમેશભાઈ કોલી પાસેથી વાંસનો ધોકો, ખિરસરાના અસગર સુમરા નોડે પાસથી ધારિયું, રાપર પોલીસે પગીવાંઢના કાનજી તરશી કોલી પાસથી લાકડાનો ધોકો તેમજ રાપરના દેવજીભાઈ ઉર્ફે બાબુભાઈ નારાણભાઈ રાવરિયા અને મુકેશ રાણાભાઈ કોલી પાસેથી છરી કબજે કરી હતી. આ તરફ ગાગોદરના રામાભાઈ હઠાભાઈ ભરવાડ, વામકાના રામ પરસોત્તમભાઈ ચૌહાણ, ચેરાવાડી વાંઢના ઉમેદઅલી ગુલમામદ ઝેડા, હિંમતપુરાના આશિષ નટવરલાલ રાઠોડ, લાકડિયાના દાદુ બુઢા ગગડા, તૌસિબ કરીમ લંઘા, ભચાઉ જુનાવાડાના રમેશ લગ્ધીર કોલી, ભચાઉના દેવજી વેલજી કોલી, વોંધના રાજેશભાઈ ભાણાભાઈ કોલી, ચોપડવાના અલ્પેશભાઈ અમુભાઈ મણકા, હિંમતપુરાના અહેમદ રજાક ઉર્ફે પપ્પુ સલીમ લંઘા, ખારોઈના હિંમત ભીખાભાઈ કોલી, રાપર સુખપરના અરજણભાઈ મોતીભાઈ કોલી, આડેસરના કિશન ઉર્ફે ચિકન પુનાભાઈ પરમાર અને ભીમાસરના ગોવિંદભાઈ પોપટભાઈ કોલી પાસેથી છરી કબજે કરીને કલેક્ટરના જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કર્યો હતો.
-----------

Comments