Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં બનાવટી દસ્તાવેજોના આધારે ડૉ. દંપતિ સહિત ખેડૂત ખાતેદાર બનનાર પર કાયદાનો સંકજો ..?

18 May

વહીવટી તંત્ર સમક્ષ રિવિઝન અરજીઓના ખડકલા 






કચ્છમાં કોડીના દામે મળતી જમીન કરોડોની થઈ જતા જમીન સંબંધી કૌભાંડો વધ્યા : જમીનના વધતા ભાવ અને સરકાર દ્વારા ખેડૂતોને અપાતી વિવિધ સબસીડીનો લાભ લેવા બોગસ ખેડૂત ખાતેદારોનો ફાટ્યો રાફડો


ાંત્ર દ્વારા વારસાઈ નોંધ કે બિન ખેતીના કેસમાં ખેડૂત ખાતેદારની મૂળથી તપાસ શરૂ થતા જિલ્લા વ્યાપી મોટા કૌભાંડો આવ્યા પ્રકાશમાં : બોગસ ખેડૂતો સામે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ પણ માંડ્યો મોરચો 


ભુજના જાણીતા દંપતિએ બોગસ ખેડૂત ખાતેદાર બની મેળવેલ જમીનનો મુદ્દો બન્યો ટોક ઓફ ધ ટાઉન : ભળતા નામના આધારે બોગસ ખેડૂત ખાતેદાર બન્યાનો કરાયો આક્ષેપ : સુઓમોટો રિવિઝન લઈ બોગસ ખેડૂત બની ખરીદાયેલ જમીન સરકાર દાખલ કરવા કરાઈ અરજી 




ભુજ : અઢી-ત્રણ દાયકાઓ અગાઉ સજાનો જિલ્લો ગણાતા કચ્છ જિલ્લામાં જમીનના ભાવ ચણા-મમરા સમાન જ હતા. વર્ષ ર૦૦૧ ના વિનાશક ભૂકંપ બાદ થયેલા નવસર્જન થકી કચ્છમાં જમીન સોનાની લગડી સમાન બની છે. એક સમયે કોડીના દામે મળી રહેતી જમીનોની કિંમત હવે કરોડોની થઈ છે ત્યારે જમીન સંદર્ભે નાના-મોટા કૌભાંડ અવાર-નવાર સામે આવતા હોય છે. ખાસ કરીને બનાવટી આધારો ઊભા કરી ખેડૂત ન હોવા છતાં અનેક લોકો બોગસ ખેડૂત ખાતેદાર બની રહ્યા હતા. જોકે, હવે એનએ કરવાની પ્રક્રિયા કે વારસાઈ નોંધ પડાવવાના કિસ્સામાં વહીવટી તંત્ર મૂળથી તપાસ થતી હોવાથી કચ્છમાં વર્ષોથી ચાલી આવતી બોગસ ખેડૂત ખાતેદારોની લાલિયાવાડી પર કાયદાની ગાજ વરસી છે. બનાવટી દસ્તાવેજી આધારો ઊભા કરી બોગસ ખેડૂત ખાતેદાર બન ગયેલા લોકો પર કાયદાનો સંકજો કસાયો છે. 
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા થોડા સમયથી જિલ્લા મથક ભુજની વહીવટી કચેરીઓ બોગસ ખેડૂત ખાતેદારો સાથે થઈ રહેલી શ્રેણીબદ્ધ અરજીઓ ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. કચ્છમાં જમીનના ભાવો ઉંચકાયા બાદ ખેડૂત ખાતેદાર બનવા લોકો મથી રહ્યા છે. જમીનના વધતા ભાવ ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી વિવિધ પ્રકારની સબસીડીનો લાભ લેવા માટે પણ ખેડૂત ખાતેદાર બનવા કચ્છમાં અનેક લોકોએ પાણીની જેમ પૈસા ખર્ચી નાખી બોગસ દસ્તાવેજોનો આધાર લઈ ખેડૂત ખાતેદાર બની બેઠા છે.
કચ્છ જિલ્લામાં બોગસ દસ્તાવેજો અને બળતા નામનો ઉપયોગ કરી ખેડૂત ખાતેદાર બનવાની ફરિયાદો વધી છે. લોકો ખેડૂત ખાતેદાર બનવા ભળતા નામનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ મોડ્‌સ ઓપરેન્ડીનો ખુલાસો થયા બાદ સરકારી તંત્ર સમક્ષ રિવિઝન અરજીઓના ખડકલા થયા છે. જ્યાં એક તરફ ખુદ તંત્ર દ્વારા વારસાઈ નોંધ કે જમીનને બિનખેતી કરવાની અરજીઓમાં ખેડૂત ખાતેદારના મૂળની તપાસ કરવાનું શરૂ કરાયું છે તો બીજી તરફ કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ સક્રિય થયા છે. જેના કારણે કચ્છમાં કઈ રીતે બોગસ ખેડૂત ખાતેદારોનો રાફળો ફાટ્યો હતો તેના એક પછી એક કિસ્સાઓ ઉજાગર થઈ રહ્યા છે. 
તાજેતરમાં ભુજની કલેક્ટર કચેરીમાં જાણીતા દંપત્તિ દ્વારા બોગસ ખેડૂત ખાતેદાર બની જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખરીદવામાં આવેલી જમીન સરકાર દાખલ કરવા કરવામાં આવેલ અરજી શહેરભરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ અલીમામદ ચાકી દ્વારા કરવામાં આવેલ અરજીના જણાવાયું હતું કે, ભુજના દંપત્તિએ ખેડૂત ખાતેદાર બનવા માટે ભળતા નામનો ઉપયોગ કરી અબડાસાના વિંઝાણમાં જમીન મેળવી હતી. આ ઉપરાંત આ દંપત્તિએ કચ્છ જિલ્લામાં અનેક ખેતીની જમીન બોગસ ખેડૂત ખાતેદારના આધારે મેળવી છે. જેમાં કોટડા (આથમણા) મોટી ચીરઈની જમીનમાં ગેરરીતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ તમામ જમીન રિવિઝનમાં લઈ સરકાર દાખલ કરવા માંગ કરવામાં આવી છે. આવી અનેક અરજીઓ હાલ કલેકટર કચેરીમાં મારો બોલાવ્યો હોય તેવું 
દેખાઈ રહ્યું છે. 


...........

Comments

COMMENT / REPLY FROM