બોયકોટ તુર્કીમાં કચ્છમાં કંડલા-મુંદરાના ટ્રેડર્સ હજુ કેમ મુંગામુંતર? શું નથી થતી મોટી આાયત-નિકાસ?
પ્રવાસન સંગઠનોએ ખુલ્લીને જાહેરાત કરી દીધી, સફરજન-ફ્રુટના વેપારીઓએ ગુજરાતમાં તૂર્કીના માલનો બહિષ્કાર જાહેર કરી દીધો, સેલબી કંપનીને પણ ફટકો પાડી એરપોર્ટ પરના તુર્કીના સુરક્ષા કર્મીઓને ઝટકો આપી દેવાયો છે, સિરામીક ઈન્ડસ્ટ્રીઝે પણ બહિષ્કારનો ઘોષણા કરી જ દીધી છે, કંડલા-મુંદરામાંથી પણ તૂર્કીથી મોટા પ્રમાણમાં આયાત-નિકાસ થઈ રહી છે? કેમ હજુ સુધી કોઈ ખુલ્લીને
આ બાબતે બોલતુ નથી દર્શાયુ..?
તૂર્કીનો ભારત પાસેથી ૧૦ બિલિયન ડોલરનો વ્યાપાર છે, જે તુટવાની કગાર પર છે, સામે ભારત માત્ર અને માત્ર ત્રણ હજાર બીલિયન ડોલરની તુર્કીમાંથી કરે છે આયાત, ભારતના પ્રમાણમાં તુર્કીને પડશે ઘણુ મોટુ આર્થિક નુકસાન, તુર્કીથી અંજીર-કાજુ-પીસ્તા ડ્રાયફુટની આપણે કરીએ છીએ આયાત
કચ્છમાં કાર્યરત બંદરો પરથી તુર્કી અનેકવીધ ચીજવસ્તુઓની થાય છે આયાત-નિકાસ, કલે, ખનીજ, કેમીકલ, પેટકોક સહિત અનેકવધણી ચીજવસ્તુઓ પર રોક લગાવી કે ટ્રેડ ન કરવાનું હજુ સુધી કેમ કોઈ આગળ આવીને બોલતુ નથી? દેશહિતની લાગણી સૌકોઈએ દેખાડવી જ ઘટે અને કચ્છ તો દેશભકિતના વિષયોમાં શીરમોર જ રહ્યુ છે..! : જાણકારોમાથી ઉઠતા સવાલો
ગાંધીધામ : ભારતે ઓપરેશન સિંદુર મારફતે પાકીસ્તાનને હાલમાં તો ચારે ખુણે ચિત્ત જ કરી દીધુ છે, ઘરમાં ઘુસી અને ભારતીય સૈન્યએ આતંકવાદીઓે શોધી શોધીને તેમને ધુળ ચાંટતા કરી દીધા છે., આતંકના અડ્ડા અને તેમના આખેઆખા પરીવારો ભારતીય સેન્ય જવાનોને ઉડાવી દીધા, પાકીસ્તાન જયાથી ભારત પર હુમલાઓ કરતુ હતુ તે એરબેઝને ભારતે તબાહ કરી દીધા છે, પોલીટીકલ, ડીપ્લોમેટીકલ અને સાયકોલોજીકલ ભારતના જવાનોએ નાપાક મુલકને ભાંગી જ નાખ્યુ છે તેમ કહીએ તો કદાચ વધુ પડતુ નહી કહેવાય. ભારતયી સેનાની દેશ-દુનીયામાં ઠેર ઠેર વાહવાહી થવાપામી રહી છે, બન્ને રાષ્ટ્રો વચ્ચે યુદ્ધવીરામ થવા પામી ગયુ છે ત્યારે ભારત અને દેશની જનતા અલગ અલગ વીસ્તારમાંથી પાકીસ્તાન અને તેના મદદગાર રાષ્ટ્રોને ફટકાઓ આપી રહ્યુ છે, હા આપણે વાત કરી રહ્યા છીએ ચીન-તુર્કી અને અજરબેઝાનની.
આ ત્રણેયે રાષ્ટ્રો એ છે કે, જેણે ભારતના વિરોધમાં પાકીસ્તાનની મદદે યુદ્ધના સમયે ખડેપગે તેનાત રહ્યા એટલુ માત્ર જ નહી પરંતુ તૂર્કીએ તો ભારત પર હુમલા કરવા માટે ડ્રોન સહિતનો જથ્થો પુરો પાડી દીધો હતો, આવા સમયે હવે ભારતીય નાગરીક તરીકે દેશના વિવિધ ખુણે ખુણેથી બોયકોટ તુર્કિની ઝુબેશ છેડાયેલા જોવાઈ રહી છે અને સૌ પ્રથમ આ રાષ્ટ્રને આર્થિક મોરચે મોટો ફટકો પાડવામા આવી રહ્યો છે, દેશના ટુર ઓપરેટર દ્વારા આ રાષ્ટ્રનો પ્રવાસ પ્રમોટ ન કરવાનો નિર્ણય લઈ લીધો છે, અને તુર્કીની આર્થિક કમર તોડી પાડવાની પહેલ કરી દેખાડી છે. આવા તો દેશભરમાં અનેકવિધ અલગ અલગ સંગઠનો-કંપનીઓએ નિર્ણય લઈ અને તુર્કીને ઝટકો આપ્યો છે ત્યારે જાણકારો સવાલ કરી રહ્યા છે કે, કચ્છમાં પણ બે મહાબંદરો ધમધમી રહ્યા છે, આ બન્નેનો વિશ્વકક્ષાએ અનેરો ડંકો છે. દરીયાઈ વેપાર વાણીજયમાં કંડલા-મુંદરાનુ નામ મોખરે જ લેવાય છે, ત્યારે અહીથી તૂર્કીમાં જે આયાત-નિકાસ કરવામાં આવતી હોય તેવી પ્રોડકટો પર સામે ચાલીને વેપારીઓ-ટ્રેડર્સ હજુ સુધી બહિષ્કારકરવાને માટે અથવા તો તુર્કી સાથે ટ્રેડ બંધ કરવા બાબતે ખુલ્લીને સામેથી જાહેરાત કરતા કેમ નથી દેખાયા? આવો પ્રશ્ન થવા પામી રહ્યો છે. હકીકતમાં તો પાકીસ્તાન મોહરું જ છે, ભારતનો સૌથી મોટો દુશ્મન તુર્કી છે અને તે આ વખતના યુદ્ધમાં પાકની પડખે રહી અને તુર્કીએ પુરવાર કરી દીધું છે. સૌકોઈએ હાલના સમયે દેશને જ પ્રાથમિકતા આપવી જોઈએ અને જે નુકસાની કદાચ વ્યાપારની વેઠવી પડે તો વેઠવી લેવી જોઈએ અને તુર્કી સાથેનો ટ્રેડ-વ્યાપાર તોડવાની કટિબદ્ધતા દર્શાવવા સામેથી આગળ આવવુ જોઈએ. આ તૂર્કી નમકહરામ દેશ છે. ભારતે તૂર્કિમાં આવેલા ભુકંપ વખતે સૌથી પહેલા આપેરેશન દોસ્તી ચલાવી તેને રાશનની મદદ કરી હતી. અને તૂૃર્કી પાકીસ્તાનના પડખે ઉભુ રહી ગયુ અને ભારત પર ડ્રોન વરસાવ્યા છે. તુર્કી સાથે વેપાર તોડવાથી ભારતને કોઈ મોટી નુકસાની વેઠવાની નહી આવે ભારત માત્ર ૩ હજાર બીલીયન ડોલરની જ આયાત ત્યાથી કરી રહ્યુ છે જયારે તુર્કી ભારતમાં ૧૦ હજાર બીલીયન ડોલરનો વ્યાપાર કરી રહ્યો છે.તૂર્કીને ખબર પડવી જોઈએ કે, પાકીસ્તાનનારવાડે ચડીને મોટી ભુલ તે કરી ગયુ છે. બંદરો પરથી અહીથી કલે, ખનીજ, કેમીકલ, પેટકોક જેવી વસ્તુઓની નિકાસ આયાત-નિકાસ થાય છે તે સામે ચાલીને બંધ કરવાની જાહેરાત થવી જોઈએ તેવો આશાવાદ દેશભકિત કચ્છીમાડુઓ જોઈ રહ્ય છે.
............

Comments