Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ-ગુજરાતથી લઈ ભારતભરના દેશભકતો ની તે જ કહેવાય સાચી કદર

18 May

શહીદ પરિવારોની સરકાર કરે મદદ : પેટ્રોલપંપ-ગેસ એજન્સીની કરો વ્યવસ્થા




શહીદોની અંતિમયાત્રમાં માત્ર અને માત્ર ફોટોસેશન કરી સસ્તી પ્રસિદ્ધી મેળવી લેવા પુરતા હાજર રહેવાના બદલે તેના પરિવારનો જીવન-નિર્વાહના વિકલ્પોનો કરવો જોઈએ વિચાર : શહીદના પરીવારને પેટ્રોલપંપ-રેશનીંગની દુકાન-ગેસની એજન્સી અથવા પાંચ-આઠ એકર જમીન આપવાની કરવી જોઈએ જાગેવાઈ, સરકારે પીએમ શહીદ ફંડનીઘોષણા કરી એક એકાઉન્ટ નંબર જાહેર કરવો જોઈએ સરકાર ન કરી શકે તો આમપ્રજા આ એકાઉન્ટમાં શહીદ પરીવારો માટે ફુલ નહી તો ફુલની પાંખડી યથાશકિત અનુદાન કરી અને બની શકે મદદરૂપ, ૧૪૦ કરોડ દેશવાસીઓ માત્ર એક-એક રૂપીયો નાખશે તો પણ ૧૪૦ કરોડ જેવી માતબર રકમ થઈ જશે જમા



ગાંધીધામ : કચ્છભરના પ્રબુદ્ધવર્ગની જો વાત માનીએ તો તેઓ ચોકકસથી કહી રહ્યા છે કે, ખરેખર ઓપરેશન સિંદુર દરમ્યાન કાશ્મીરમાં કે અન્યત્ર શહીદ થયા છે, અથવા તો પહેલગામના હુમલામાં જે નીદોર્ષ પ્રવાસીઓની હત્યા નિપજાવી છે તેમને પણ ખરેખર શહીદનો જ દરજજો આપી અને તેમના પરીવારજનોની મદદ માટે સરકારે વેળાસર વિચાર કરવો જોઈએ. જે નિહથ્થા પ્રવાસીઓને આતંકીઓએ મોતને ઘાટ ઉતારી દીધા તેઓના પ્રાણનો બદલો લેવા જ તો સૈન્યએ પ્રણ લીધુ અને આતંકને તહેસ નહેસ તેના ઘરમાં જઈને કરી દીધુ..! આજે ભારતીય સૈન્ય અને દેશની વીરતાનો પરચો આખી દુનીયાએ જોઈ લીધો છે. 
પરંતુ પહેલગામના હુમલામાં જે લોકોને આતંકીઓએ માર્યા તેમાં કોઈના ઘરનો આધાર છીનવાઈ ગયો તો કોઈના માટે આવકનો મોટો સ્ત્રોત હતો તે બંધ થઈ જવા પામી ગયો છે. આ બાબતની ગંભીરતા સમજી અને સરકારે વેળાસર જ આવા પ્રવાસીઓના હતભાગીઓને પણ શહીદનો દરજજો આપી અને તેમને બનતી ત્વરાએ મદદ કરવી જોઈએ. જેમાં ખાસ કરીને આવા શહીદોને કયાંક રાશનનીદુકાન, પેટ્રોલપંપ કે પછી ગેસની એજન્સીઓ આપવાની વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. જરૂર જણાય ત્યા આવા શહીદોને માટે અમુક એકર જમીનની પણ ફાળવણી કરવી જોઈએ. આવા પરીવારો ચોકકસથી તેમના આવકના સ્ત્રોત ગુમાવી દીધા છે. દેશને માટે પોતાના ઘરનો આધાર ખપાવી દેનાર પરિવારની મદદે આજે સરકાર ઉભી રહેશે તો અન્યોની પણ હિમંત બની રહેશે અને રાષ્ટ્રના હિતને માટે એક નહી તેથી વધારે વીરલાઓને સમર્પિત કરતા પણ કોઈ પરીવાર ખેદ નહી અનુભવ. પરંતુ હાલના સીનારીયો જોઈએ તો પેટ્રોલપંપ કહો કે રેશનીંગની દુકાનો કે પછી ગેસની એજન્સી જ શા માટે ન હોય..આ બધાની લ્હાણી હાલમાં તો કયાંક ને કયાંક ઝભ્ભાલેંગાવાળાને જ કરવામાં આવી રહી છે? મોટા ભાગનારાજકારણીઓ સીધા કે પરોક્ષ રીતે આ મુજબની સુવિધાઓ પર તરાપ મારીને બેઠા હોય તેવી સ્થિતી જ જોવાઈ રહી છે? જયારે કે, સરહદ પર મરવાનો વારો આવે તો કોણ જાય છે, દેશભકિતને વરેલો સૈનિક. આપણે કયારે હજુ સુધી સાંભળ્યુ છે કે, સરહદ પર દેશની સલામતી વ્વયસ્થા જોતા જોતા ઝભ્ભાલેંગાવાળાને ગોળી વાગી? કયારે નહી સાંભળીએ? તો પછી આટઆટલી બધી સવલતોની લ્હાણી તેમને માત્ર જ શા માટે?  દેશ માટે મરે છે કોણ? કંઈક તો આ બાબતે વિચાર કરો.
જાણકારો તો એમ પણ કહી રહ્યા છે કે, કદાચ સરકાર દેશ માટે સર્વસ્વ ન્યોચ્છાવર કરનારને માટે કદાચ સરકાર આવી કોઈ જ વ્યવસ્થાઓ નથી કરી શકતી તો સરકારે ઝડપથી એક શહીદ ફંડ માટેનો એકાઉન્ટ નંબર સત્તાવાર રીતે જાહેર કરવો જોઈએ. આ એકાઉન્ટ નંબર માત્ર જાહેર કરશો અને તેમાં દેશની ૧૪૦ કરોડની જનતા માત્ર ૧-૧ રૂપીયો જમા કરશે તો પણ શહીદ ફંડમાં ગણતરીની મિનીટોમાં ૧૪૦ કરેાડ રૂપીયા જમા થવા પામી જશે અને તેમાંથી દેશની રક્ષા કરતા શહાદતને વરેલા વીર શહીદના પરીવારજનોના નિર્વાહન માટે ચોકકસથી મોટી રકમની ફાળવણી સમાંતર તરીકે થઈ શકે તેમ છે. સીધો જ એકાઉન્ટ નંબર જાહેર થાય એટલે કોઈ વચેટીયાઓને તેમાં હાથની ખંજવાળ ઓછી કરી લેવાની પણ તક ન મળે અને સીધે સીધુ તે શહીદ ફંડમાં જ જાય. અને જો એવુ હોય તો દેશના વડાપ્રધાનશ્રી જ આ રીતનો પીએમ શહીદ ફંડની ઘોષણા કરે અને આ બધો જ કન્ટ્રાલ પોતાની પાસે રાખે. અને આ પણ કદાચ ન થઈ શકતુ હોય અથવા તો સરકાર આ રીતે કઈ ન કરે તો જે વિસ્તાર-શહેર-જિલ્લાએ દેશની રક્ષા કરતા જવાનને ગુમાવ્ય છે તે વિસ્તારોની અગ્રગણ્ય મજબુત સંસ્થાઓએ આ બાબતે વિચાર કરી અને આગળ આવવુ જોઈએ અને શહીદ ફંડનો એકાઉન્ટ નંબર જાહેર કરી સીધે સીધા જ શહીદોના પરીવારના ખાતામાં જરૂરી રકમ જાય તે માટેની વ્યવસ્થાઓ ઘડવાનુ અમલીકરણ કરવુ જોઈએ. જો સરકાર તબક્કે થાય તો સરકાર તબક્કે પેટ્રોલપંપ અથવા ગેસ એજન્સીઅ કે પછી પાંચ-આઠ એકર જમીન આપવાનું વીચારવુ જોઈએ, એમ ન થાય તો પીએમ શહીદ ફંડની જાહેરાત કરવી જોઈએ, તે ન કરે તો જે તે વિસ્તારના મજબુત સંસ્થાઓએ આગળ આવવુ જોઈએ, જો આ રીતે શહીદના પરીવારની ચિંતા કરવામાં આવે તો જ આપણે દેશભકતોની સાચી કદર કરી કહેવાશે તેવુ પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે.

...........


દાતાઓ પહેલા અગાઉ આપેલા દાનનો હિસાબ માંગજો.!પછી જ હવે આપજો!



સરકાર નહી જાગે તો કચ્છના બની બેઠલ મોટાભાઈ સમાન
અમુક વચેટીયાઓ તો શહીદોના નામે ઉઘરાણા કરવા છે તલપાપડ


કાશ્મીરમાં કોઈ હુમલા થાય એટલે કચ્છની નખ્ખોદવાળવામાં જરા સહેજ પણ કસર ન છોડવાની છબી ધરાવતા આ મિત્ર નહી પણ દુશ્મનવાળાઓ તો નીતનવા કાર્યક્રમોના તાયફાઓ કરી શહીદ ફંડના નામે ખુદના ગજવા કરી જશે ગરમ : ભુંકપ - વાવાઝાડા - કારગીલ - પુલવામાં હુમલા વખતે પણ સૈનિક ફંડના કર્યા હતા નાટક, પછી કયાથી કેટલા ઉઘરાવાયા, કયા કેટલા પહોચાડયા તેની કોઈ જ માહીતીઓ આ બની બેઠલા મોટાભાઈએ આપી ન હોતી! હવે પહેલગામમાં પણ ફરીથી અન્યના ખભ્ભે બંદુક રાખી આચરી રહ્યા છે આવા જ કૃત્યો, આ ઉઘરાણા ખોરોને અનુદાન આપનારા ૧૦૦ વાર વિચારજો, તમારી મહેનતની રકમ ખરેખર દેશભકતો સુધી પહોચી રહી છે કે પછી દેશના ભકતોના નામે ચરી ખાનારાઓ જ ચાંઉ કરી જવાના છે..!



ગાંધીધામ : પહેલગામના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પરીવારની વહારે સરકારે વેળાસર જ આવવાનુ વીચારવુ જોઈએ. તેમાં શહીદ થયેલા જવાનો તથા નિદોર્ષ નિહથ્થા માર્યા ગયેલા પ્રવાસીઓના પરીવારજનોની આર્થિક મજબુતી માટે પણ સરકારે કઈક વિચર કરવો જોઈએ. જો સરકાર આ બાબતે વહેલાસર નહી વિચારે તો આવા શહીદોના નામે પોતાન ઘર ભરનારા અથવા તો પોતાના સ્વાર્થ સાંધનારા એક યા બીજી રીતે ચરી ખાશે. જાણકારો કહી રહ્‌ છે કે, સરકાર નહી જાગે તો કચ્છના બની બેઠેલ મોટાભાઈ સમાન અમુક વચેટીયાઓ તો શહીદોના નામે ઉઘરાણા કરવા તત્પર જ બેઠા છે. આવા તત્વો શહીદોના નામે કોઈ પ્લેટફોર્મ ઉભા કરી લેશે, શહીદોના લાભાર્થે તેઓ આ નાટકો કરી રહ્યા છે તેવુ પણ દેખાડી દેશે, પરંતુ શહીદોના લાભ માટે જે રકમ આવશે તે કયાથી અને કોની પાસેથી કેટકેટલી આવશે અને તે કયા માધ્યમોથી પુરેપુરી શહીદોના પરીવારપાસે જ પહોચશે તેનો કોઈ જ રોડમેપ નહી દેખાડે તે જ મોટો સંશયનો વિષય બની રહ્યો છે. આ કચ્છના બની બેઠેલ મોટાભાઈ સમાન હરકત આચરનારાઓશહીદોના નામે ઉઘરાણા કર્યાની પહેલી વહેલી હરકત નહી હોય આ પહેલા પણ તેમના દ્વારા કરાયેલી આ વ્વસ્થાઓ શંકાના દાયરામાં આવી જ ચુકી છે.

.............

Comments

COMMENT / REPLY FROM