Trending News
સ્થાનિક સમાચાર

તો માંડવી-મુંદરામાં પણ દાહોદ મનરેગા જેવુ કૌભાંડ ખુલે? 

18 May




મોટા ભાગના કામો કોના સમા-સબંધીઓને જ પધારાવ્યા છે?



પોતાના પાપ ઢાંકવા માટે દેશભકિતના તાયફાઓ કયો ઝભ્ભાલેંગાધારી કરી રહ્યો છે? મનરેગામાં જે રીતે બચુ ખાબડના પુત્રની ૭૧ કરોડના કૌભાંડમાં ધરપકડ કરાઈ છે, તેવી જ રીતે જો સરકાર માંડવી-મુંદરા વિસ્તારમાં પણ ક્રોસ તપાસ કરાવશે તો રાજકીય છત્રછાયાથી જ પોતાના સબંધીઓને કાગળ પર થયેલા કામોની તગડી રકમોની લ્હાણી થયાનો થશે ખુલાસો? : બોર-કુવા રીચાર્જ કરવા સહિતના અપાયેલા અમુક કામોમાં પણ ભાઈ-ભત્રીજાવાદનો થાય ખુલાસો : જાણકારોની લાલબત્તી


ગાંધીધામ : ગુજરાતમાં તાજેતરમાં જ રાજય સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રનો ૭૧ કરોડનો મનરેગા કૌભાંડ ખુલવા પામતા આ કેસમાં તેની ધરપકડ થવા પામી છે. અહી તપાસમાં સામે આવ્યું છે કે, બચુ ખાબડના પુત્રની એજન્સીને અપાયેલા કામો માત્ર કાગળ પર જ થયા અને બીલો ઉધારાઈ ગયા. આ આરોપો પુરવાર થવા પામી જતા હવે રાજયભરમાં આવા અલગ અલગ પ્રકરણોને લઈને ચર્ચાઓ તેજ બનવા પામી ગઈ છે. જાણકારો કહી રહ્યા છે કે, જો કચ્છમાં પણ ખાસ કરીને માંડવી-મુંદરા વિસ્તારમાં ઉંડી તપાસ કરવામાં આવે તો દાહોદના મનરેગા જેવું જ બીજું કૌભાંડ ખુલવા પામી શકે તેમ મનાય છે. અહી તપાસ કરવાની જરૂર છે કે કુવા-બોર રીચાર્ઝ કરવા સહિતના અમુક કામો અહી પણ કાગળ પર ચાલી રહ્યા હોવાનુ મનાય છે. તપાસ કરવી જોઈએ કે કોના સગા-સબંધીઓ અહી મોટાભાગે આવા કામો કરી રહ્યા છે? કચ્છના જળ સ્તર ઉંચા લાવવાના નામે અહીથી કોણ પોતાના સગા સબંધીઓના નામો આવા ડમી કામો દેખાડી મોટી રકમ ખાઈ રહ્યું છે? જાણકારો કહે છે કે, પોતાના પાપો આવા અમુક તત્વો ઢાંકવાને માટે નીતનવા દેશહિતના તાયફાઓ પણ કરવામાં પડદા પાછળથી આવા જ તત્વોનો હાથ હોવાનુ 
ચર્ચાય છે.

...........

Comments

COMMENT / REPLY FROM