Trending News
સ્થાનિક સમાચાર

ગુજરાત પ્રદેશ ભાજપ માટે બીજું નિર્ણાયક મંથન સંપન્ન : કચ્છનું વધશે કદ : સાંસદ વિનોદ ચાવડાને પ્રમોશન?

18 May



ભારત-પાક વચ્ચે સિઝફાયર થઈ ગયા બાદ હવે આંતરીક રીતે ભાજપ દ્વારા સંગઠનની દ્રષ્ટીએ નિર્ણાયક ગતીવીધીઓ આદરાઈ હોવાની અટકળો વચ્ચે રાજકીય તજજ્ઞોનો મત


ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદે અનામત કેટેગરીમાંથી જ ઉમેદવાર પસંદગી કરવાનું મન બનાવાઈ ગયુ, યુવા ચહેરાને તક આપવાની પણ ઘડાઈ ગઈ રણનીતી : આ સ્થિતીએ કચ્છના ત્રીજી 
ટર્મમાં સાંસદ રહેલા, પ્રદેશ ભાજપમાં મહામંત્રી પદનો બહોળો અનુભવ ધરાવનારા, સી આર પાટીલની ૧પ૬ની ગુજરાત વિધાનસભાની એતિહાસીક વિજયના સારથીઓ પૈકીના એક, સૌરાષ્ટ્ર સહિતના ધુરધર જિલ્લાઓનો પ્રભાર ધરાવનારા, સૌનો સાથ-સોનો વિકાસ, સોનો પ્રયાસ-સૌનો વિશ્વાસના સુત્રને બખુબી સાર્થક કરનાર અને નિર્વિવાદીત ચહેરા તરીકે હાઈકમાન્ડના પસંદગી પાત્ર રહેતા યુવા અને પીઢ ચહેરા તરીકે વિનોદ ચાવડા પર કળશ ઢોળાય તો નવી નવાઈ નહી..? : રાજકીય તજજ્ઞોનો સુર

રાષ્ટ્રીય સ્તરે ભાજપના પ્રમુખની અટકેલી પ્રક્રીયાને આગળ ધપાવવાની પણ મંજુરી અપાઈ ગઈ છે, આગામી એકાદ પખવાડીયામાં જ હવે ભાજપને તમામ મહાનગર-જિલ્લામા નવા મહામંત્રી, ઉપપ્રમુખ સહિતનું માળખું મળી જેવાના દેખાય છે એંધાણ : જે બાદ પ્રદેશ પ્રમુખ-તેની સાથોસાથ મુખ્યમંત્રીને પણ મંત્રીમંડળમાં ફેરફાર કરવાની લીલીઝંડી મળી જશે



ગઈકાલે પ્રદેશ મહામંત્રી રત્નાકરજી હતા રાજકોટમાં : સંગઠન અંગેની ચર્ચાઓ કરી પુરી



સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છ આવી રહ્યા છે, ત્યારે કચ્છનું સંગઠન પોતાની એકતા-અને મજબુતાઈ સાથે પ્રદર્શન કરશે તો જરૂર કચ્છને ફાયદો તેનો પુરેપુરો મળશે, તો કચ્છ સંગઠન આ મોકો ચુકે નહી..!



ગાંધીધામ : દેશ નહી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી તેના રાષ્ટ્રીય સંગઠન પર્વને નીર્ણાયક સ્વરૂપ આપવાના મુડમાં જ હતી તે વખતે જ ભારત અને પાકીસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતી સર્જાઈ અને દેશ પ્રથમની નીતીને અનુસરતી આ પાર્ટીએ ઓપરેશન સિંદુર કરી અને આતંક તથા પાકીસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપી દીધો. દેશન અન્ય વિષયો બાકી રાખી સુરક્ષાને પ્રાથમિકતા આપી આતંકને જડબાતોડ જવાબ આપવાનુ બીડું  ઝડપી લેતા રાષ્ટ્રીય સંગઠનની પ્રક્રીયાને ગૌણ રાખી હતી. પરંતુ હવે બન્ને દેશો વચ્ચે સીઝફાયરની સહમતી થઈ જતા અને દેશ પણ ફરીથી રાબેતા મુબજ જોમ જુસ્સા સાથે રૂટીનમા આવી જતા ભાજપ દ્વારા પુનઃ આતંરીક રીતે સંગઠનને અંતિમ ઓપ આપવાની દીશામાં હલચલ આદરાઈ હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. 
રાષ્ટ્રીય પ્રમુખને લઈને તો દિલ્હી કક્ષાએ હલચલ ચાલતી હશે પરંતુ નવા રાષ્ટ્રીય પ્રમુખની નિમણુક માટે પાંચ જેટલા મહત્વપૂર્ણ રાજયોમાં બાકી રહેલી પ્રદેશ અધ્યક્ષની વરણીઓ કરી દેવી પડશે અને તેમાં ખાસ કરી ગુજરાત-યુપી પ્રદેશ અધ્યક્ષમાં પેંચ કયાકને કયાંક સતત ફસાયેલો રહ્યો હતો પરંતુ કહેવાય છે કે પાછલા એકાદ સપ્તાહથી આ બાબતે ખુબજ નીર્ણાયક ચર્ચાઓ કરવામાં આવી ચુકી છે અને તાજેતરમાં જ ગત શુક્રવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષના નામને લઈને બીજી વખત સંગઠન-હાઈકમાન્ડ સહિતના મહત્વપૂર્ણ આગેવાનો દ્વારા મંથન કરી લેવામાં આવ્યુ છે અને જાણકારો કહી રહ્યા છે કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષના નામો તથા અન્ય સમીકરણોને લઈને જે ચર્ચાઓ ચાલતી હતી તેમાં હવે પ્રદેશ અધ્યક્ષ અનામત કેટેગરીમાંથી આવી રહ્યા છે તેવુ નિશ્ચિંત થઈ જવા પામ્યુ છે. એટલુ માત્ર જ નહી પરંતુ ગુજરાતમાં નવુ જોમ-નવયુવાનોની નવી કેડર ઉભી કરી શકાય તે માટે આ વખતે પ્રદેશ અધ્યક્ષ પણ યુવા ચહેરા તરીકે આગળ કરવામાં આવી શકે છે તેવુ પણ ભારપૂર્વક આ બીજા મંથકમાં પણ નકકી કરી લેવામા આવ્યુ છે. આ સ્થિતીએ રાજકીય તજજ્ઞો કહી રહ્યા છે કે, જે રીતે બીજી વખત મંથન કરાયુ છે અને તેમાં જે રીતે સમીકરણો અને ક્રાઈટેરીયા નકકી કરવામાં આવ્યા છે તેમાં કચ્છના વર્તમાન સાંસદ વિનોદ ચાવડા બરાબરના ફીટ બેસી રહ્યા છે. કચ્છનુ કદાચ ગુજરાત પ્રદેશ સંગનઠમાં હવે કદ વધે અને વિનોદ ચાવડાને પ્રમોશન અપાય તો નવી નવાઈ નહી કહેવાય તેવુ પણ રાજકીય તજજ્ઞો માની રહ્યા છે. વિનોદ ચાવડા કચ્છમાં ત્રીજી વખત સાંસદ તરીકે પસંદ થઈ અને સૌનો સાથ સૌન વીકાસ, સોનો પ્રયાસ અને સોનો વિશ્વાસના સુત્રને બખુબીથી સાર્થક કરી રહ્યા છે. તેઓ પ્રદેશ ભાજપ મહામંત્રી તરીકેનો પણ યશસ્વી અને સફળ રોલ ભજવી ચુકયા છે. ગુજરાતમાં જે સી આર પાટીલે ૧પ૬ બેઠકો વિધાનસભામાં ઐતિહાસીક રીતે જીતાડી તેમાં તેમની ટીમના સારથીઓ, મહત્વપૂર્ણ રોલ ભજવનારાઓમાં વિનોદ ચાવડાનો નિર્ણાયક રોલ મહામંત્રી પદે રહ્યો છે. તેમને રાજયભરના સંગઠનનો હવે બહોળો અનુભવ છે. સૌરાષ્ટ્ર સહિતના ગુજરાત રાજયના ૧૧થી વધુ જેટલા જિલ્લાનો પ્રભાર તેઓએ સંભાળ્યો છે. નરેન્દ્રભાઈ મોદીના લાકડવાયા જિલ્લા કચ્છમાં તેઓએ સાંસદ તરીકે સદાય નોધનીય કામગીરી કરી દેખાડી છે. વિનોદભાઈ ચાવડા અનોમત કેટેટરી અને પીઢ તથા યુવા ચહેરાના સમીકરણોમાં બખુબીથી બંધબેસતા પુરવાર થવા પામી રહ્યા છે. એટલે તેમને પ્રમોશન મળવાની ચર્ચાઓએ રાજકીય બેડામાં ભારે ચર્ચાઓ સર્જી છે. જો કે, આ તો મોદીજી-અમિત શાહનું ભાજપ છે, તેમનું મન કોઈ જ કડી શકતુ નથી, એટલે અંતિમ નિર્ણયમાં કોઈપણ સરપ્રાઈઝ આવી શકે છે.

.............

Comments

COMMENT / REPLY FROM