Trending News
સ્થાનિક સમાચાર

જો જો કચ્છ નર્મદા કેનાલ માં નર્મદા નીર મુદ્દે  આસમાન સે ગીરા-ખજુર મે અટકાવાળી ન થાય?

17 May

જાહેરજીવના પદાધિકારીઓ-નર્મદા નીગમના લાપરવાહોના આમળે કાન?




સલીમગઢથી તો બે રોજ પહેલા કચ્છ શાખા નહેર માટે પાણી છોડી દેવાયું છે, સરકારે તો સમયસર કચ્છના વિશાળ હિતમાં નિર્ણય લઈ લીધો છે પરંતુ કેબીસીમાં ઠેર-ઠેર પડેલા હજુય ભ્રષ્ટાચારના ગાબડા અને માટીના ઢગલાઓ આગામી સમયમાં ચોકકસથી બનશે મોટી મુસીબત



વેળાસર જ કેનાલમાં રહેલા માટીના ઢગલા સબંધિત ઠેકેદારો પાસેથી કાર્યપાલક ઈજનેર અને અધિક્ષક ઈજનેર નર્મદા નિગમવાળાઓ નહી કરાવે તો આગામી સમયમાં નર્મદા પાણી મોડકુબા સુધી પહોંચાડવુ બની જશે કપરૂ : હકીકતમાં તો નર્મદા નિમગના જવાબાદરોએ કેનાલમાં પાણી છોડતા પહેલા ખુદ ચાલીને કેનાલના સર્વે કરી અને પ્રમાણપત્ર આપવાના થતા હોય છે, કામ અધુરૂ હોય તો તે રીતે પૂર્ણ કરાવવુ પડે અને પુરૂ હોય તો તે મુજબનુ પ્રમાણપત્ર આપવાનુ હોય છે..!



ગાંધીધામ : રાજયમાં નર્મદા કેનાલમાં સફાઈ તથા મરમત્તને લઈને પાછલા દોઢ માસથી જે પાણી છોડવામા આવતુ ન હોતુ તે રાજય સરકારના 
મૃદુ અને મકકમ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની આગવી પ્રજાપરાયણતા ભરી નીતીથી તા. ૧પમી મેના રોજ જ છોડી દેવામા આવ્યું છે. સલીમગઢ પાસે આ પાણીને ૧પમીએ છોડવામા આવતા કચ્છની કેનાલમાં પણ આ પાણી હિલોળા લેતુ જોવાઈ જ જશે અને આખાય કચ્છને હવે નર્મદા જળ મુદ્દે વાંધો નથી તેવુ નિરાંતનો શ્વાસ લઈને જો બેસી ગયા હોય તો ખેરખર એવુ નથી, નર્મદાજળના તજજ્ઞો દ્વારા જે લાલબત્તી રજુ કરવામા આવી રહી છે તેને જો વેળાસર જ નર્મદા નિગમના જવાબદારો પાસેથી પૂર્ણ નહી કરવમા આવે તો નર્મદાજળ મામલે કચ્છને માટે વધુ એક વખત આસમાન સે ગીરા ખજુરમે અટકાવાળી થવા પામી જાય તેમ છે. 
જાણકારો કહી રહ્યા છે કે, હજુ નર્મદા કેનાલમાં પાણી સલીમગઢથી છોડવામા આવ્યુ છે અને કચ્છમાં તે પહોચે તેની રાહ જોવાઈ રહી છે પરંતુ તે પહેલા જ કેનાલમાં મોટા મોટા માટીના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. તાત્કાલીક જો આ માટીના ઢગલા દુર કરાવવા નર્મદા નિગમ પર દબાણ નહી કરવામા આવે તો રવિસિઝનમા પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો વહેશે કે કેમ? તે એક માટો સવાલ ઉભો થવા પામી જાય તેમ છે. ઉપરાંત મોડકુબા સુધી પણ પાણી પહોચાડવુ પડકાર જ બની શકે તેમ છે. જો આ માટીના ઢગલા પાણી ચાલુ થાય ત્યા સુધીમા ઉપડશે નહી તો રવિસિઝનમાં મોટી તકલીફો પડશે. કારણ કે આ વર્ષે મોટાપાયે વાવેતર થશે અને જો વધારાના પાણીથી ડેમો ભરવાનુ આયોજન થશે તો જરૂરીયાત મુજબનો જથ્થો આ સાંકળી કેનાલમાં વહેશે નહી અને પાણી મોડકુબા સુધી પહોચશે કે કેમ તે એક પડકાર બની રહેશે. માટે હજુ પણ તાત્કાલીક ઝડપભેર જરા સહેજ પણ વિલંબ કર્યા વિના જે કોન્ટ્રાકટરને કામ સાપેલ હોય તેની પાસે રાત દિવસ હિટામચી મુકી શકાય તેટલી માટી કઢાવવા આયોજન કરવુ જોઈએ. આ બાબત ખુબજ ગંભીર છે અને તેને સમજવાની જરૂર છે. ખરેખર તો નર્મદા નિગમના કાર્યપાલક ઈજનેરશ્રી તથા અધિક્ષક ઈજનેરશ્રીએ આ સ્થળની  મુલાકાત લેવાડવી જોઈએ અને નર્મદા નિગમના નિયમ મુજબ બને અધિકારીશ્રીઓ સમગ્ર કેનાલની લંબાઈ ચોમાસા પહેલા પગે ચાલવાનુ હોય છે અને પ્રમાણપત્ર આપવાનુ હોય છે કે કેનાલ સબ સલામત છે અને કોઈ વાંધા નથી અને જો વાંધો હોય તો તે પ્રમાણે લખવાનુ હોય છે. શું આ કેનાલોમાં પણ આવુ કઈ થયુ છે નહી? જો નથી કરવામા આવ્યુ ત કચ્છના જાહેર જીવનનાઆગેવાનોએ જવાબદારોના કાન આમળવા જોઈએ અને જો થયુ હોય તો માટીના ઢગલા હજુય મોટી માત્રમાં પડયા હોવા ઉપરાંત પણ ના વાંધા પ્રમાણપત્ર કેવી રીતે આપી દેવાયુ તે અંગે કડક પુછાણા લેવા જોઈએ તે જ સમયનો તકાજો બની રહ્યો છે. જો આ માટીના ઢગલા પાણી અહી પહોચે તે પહેલા યુદ્ધન ધોરણે દુર કરવામાં નહી આવે તો સરકાર તરફથી તો પાણી કચ્છ માટે છોડવામાં આવ્યુ છે પરંતુ હવે તે આ માટીના ઢગલાઓ ચુસી જશે અને પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છેવાડાના લાભાર્થીઓને મળવોે મુશ્કેલ બનશે.

Comments

COMMENT / REPLY FROM