Trending News
સ્થાનિક સમાચાર

ડીપીએ-કંડલા સ્માર્ટસીટી નીર્માણની દીશામાં ગતિમય : માસ્ટર લેઆઉટ પ્લાન અનુસાર વર્તાતો ધમધમાટ..!

17 May

ચેરમેનશ્રી સુશીલકુમારસિંગની કાર્યદક્ષતાના ફરી દર્શન




ગાંધીધામ-કંડલા કોમ્ક્ષલેક્ષમાં વિકાસનો નવો સુર્યોદય થશે


શહેરના ટાગોર રોડને અડીને આવેલ-સેંટ ઝેવિયસ સ્કુલની સામે કીડાણા સાઈટમાં સ્માર્ટ ઈન્ડીસટ્રીયલ પોર્ટ સીટી નિર્માણના મહત્વકાંક્ષી પ્રકલ્પના ભાગરૂપે આખીય ડીપીએ હસ્તકની જમીનને કવર કરવા બાઉન્ડી(કમ્પાઉન્ડ હોલ)બાંધવાનું કામ મોટાપાયે શરૂ કરાયુ : એસઆઈપીસી પ્લાન અનુસાર જ અંદાજીત પ૦૦ એકર જમીનમાં લેઆઉટ પ્લાન ઘડાઈ ચૂકયો હોવાની સંકુલમાં ગત સપ્તાહથી જામી છે ચર્ચા : જો કે પોર્ટ પ્રશાસનમાંથી હજુ સુધી બાઉન્ડ્રી જ બંધાઈ રહી હોવા ઉપરાંતના કોઈ સત્તાવાર સમર્થન અપાયા નથી



સોશ્યલ મીડીયામાં ફરતો થવા પામી ગયેલ ગ્રાફિકલ સ્કેલ 




ગાંધીધામઃ પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ-કંડલા સંકુલમાં વીકાસના નવા દ્વારા અને નવા સુર્યોદય સમાન મહત્વકાંક્ષી પ્રકલ્પ એસઆઈપીસી એટલે કે સ્માર્ટ ઈન્ડીસ્ટ્રીયલ પોર્ટ સીટીના નિર્માણની દીશામાં ફરીથી કોઈ ગતિવીધીઓ આગળ વધી રહી હોય તેવો વર્તારો સંકુલના જાણકારો જોઈ રહ્યા છે. આ મામલે મળતી વધુ વિગતો અનુસાર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેકટ ગાંધીધામને સ્માર્ટી સીટી બનાવવાનો અમુક સમય પહેલા ઘડવામા આવ્યો હતો પરંતુ એક યા બીજા કારણોસર તે યોજના ઘોંચમાં પડી જવા પામી હોય તેમ તેનુ કામ અટકેલુ જ જોવાતુ હતુ. પરંતુ હવે ડીપીએ કંડલા પોર્ટને ચેરમેન પદે સુશીલકુમારસિગ મળ્યા છે ત્યારે તેઓની કાર્યદક્ષતાના દૃશન આ પ્રોજેકટને લઈને પણ થવા પામી રહ્યા છે. 
ચેરમનેશ્રી સુશીલકુમાર ડીપીએ-કંડલાના વિકાસની દીશામાં એકાગ્રતા અને ફોકસ રહી અને કાર્ય કરી રહ્યા છે. તેઓ કંડલાને દેશનુ ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવા તો સક્રીય ભુમિકા દીવસ રાત જોયા વિના ભજવી જ રહ્યા છે ત્યારે હવે વરસોથી અટકળોલ એસઆઈપીસી પ્રોજેકટ પણ કયાંક ને કયાંક આગળ ધપે તેવો આશાવાદ જોવાઈ રહ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે, હાલના સમયે ડીપીએ કંડલા પોર્ટ દ્વારા એસઆઈપીસીની જે સુચિત સાઈટ છે ત્યાં આગળ બાઉન્ડ્રી વિશાળ કમ્પાઉન્ડ વોલ બનાવવાનુ કામનો ધમધમાટ વર્તી રહ્યો છે. ડીપીએ કંડલાના સત્તાવાર સુત્રો પણ આ કમ્પાઉન્ડ હોલ જ બંધાતી હોવાનું જણાવી રહ્યા છે, એથી વિશેષ હાલમાં એસઆઈપીસીના પ્રોજેકટ અથવા તો લેઆઉટ પ્લાનને લઈને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યુ નથી. 
જો કે, સંકુલના જાણીતા લોકો કહી રહ્યા છે કે, એસઆઈપીસીના વિકાસને માટે માસ્ટર પ્લાન ઘડાઈ જવા પામ્યો છે. અને તેમાં રેસીડેન્સીયલ, કોમર્શિયલ, બાગ-બગીચાઓ, પાર્કીંગ, મલ્ટીપ્લેકસ સહિતનાઓના નિર્માણ કરવાનુ આયોજન ઘડાયા છે. નજીકના સમયમાં અહી સમાવાયેલા કામો માટેના ટેન્ડરો સહિતનો ધમધમાટ આંતરીક રીતે હાથ ધરાયો હોવાનુ પણ ચર્ચાવવા પામી રહ્યું છે. સંકુલમાં આ મુજબનો એક ગ્રાફિકલ સ્કેલ પણ સોશ્યલ મીડીયામાં ફરતો થવા પામી ગયો છે. જેમાં સંભવત પ૮૦ એકર જમીનનો સમાવેશ થઈ રહ્યો છે. ખરેખર જો મોદીજીના આ વિકાસ પ્રોજેકટ પર અમલવારીના તબક્કે કામ હાથ ધરવામા આવી ગયુ હોય તો ગાંધીધામ સંકુલમાં ચોકકસથી આગામી દીવસોમાં વિકાસનો એક નવો સુર્યોદથ થવા પામશે. 




..........

એસઆઈપીસી સુચિત લેઆઉટ પ્લાન અનુસાર જમીન એલોકેશનની ચર્ચા

- એસઆઈપીસીના નિર્માણમાં ર૮૩.૧૦ એકર જમીન રહેણાંક વિસ્તાર માટે - કોમર્શિયલ હેતુસર ૬૧.ર૧ એકર - પબ્લીક અને સેમીપબ્લીક ૭પ.૭૦ એકર - ગ્રીન અને રીક્રેએશન હેતુસર પ૯.૪ર એકર - રોડ-રસ્તાઓ માટે ૧૦૦.૩૯ એકર ફાળવવમાં આવી છે. 

 

Comments

COMMENT / REPLY FROM