મીઠીરોહરના ગોડાઉનમાંથી ૮.૪૦ લાખના ચોખા ચોરાયા
રાત્રિના સમયે તસ્કરો ૪૦૦ બોરી ઉઠાવી ગયા
ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ખાસ કરીને ઈમ્પોર્ટ એક્સપોર્ટ અને વિવિધ કંપનીઓ હોવાથી માલ-સામાનની આવન-જાવન રહે છે. અગાઉ પણ અનેક વખત અનાજની ચોરી થઈ ચૂકી છે ત્યારે ફરી એક વખત મીઠીરોહરમાં આવેલા ગોડાઉનમાંથી ૮.૪૦ લાખના ચોખા ચોરાયા હતા.
આ બાબતે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વરસામેડીમાં રહેતા રણજીતસિંગ કૈલાશસિંગ ઠાકુરના જણાવ્યા મુજબ ૧૪ તારીખના રાત્રિના આઠ વાગ્યાથી ૧પ તારીખે સવારે ૯ઃ૩૦ દરમિયાન આ ચોરી થઈ હતી. મીઠીરોહરમાં સર્વે નં.ર૮૭/ર ના ગોડાઉનમાંથી અજાણ્યા ઈસમો દ્વારા ચોખાના જથ્થામાં કુલ ૪૦૦ બોરીની ચોરી કરવામાં આવી હતી. ર૦ ટન ચોખાની બજાર કિંમત ૮.૪૦ લાખ આંકવામાં આવી છે. આ ચોરીમાં એક કરતા વધારે ઈસમો સંડોવાયેલા હોવાનું જણાઈ આવે છે. પોલીસે અગાઉ ગુનામાં પકડાયેલા ઈસમોની પુછપરછ હાથ ધરી છે. તેમજ આ વિસ્તારમાં કેમેરા સહિતની ગતિવિધિ ચકાસી આરોપીઓને ઝડપી લેવા માટે પીઆઈ એસ.વી. ગોજિયાએ તપાસના ચક્રો ગતિમાન
બનાવ્યા છે.

Comments