Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં શિક્ષકોની વિશેષ ભરતીની પ્રક્રિયા સ્થાનિક  બેરોજગાર ઉમેદવારો માટે ‘લોલીપોપ’ સમાન 

17 May

ડુંગર દૂરથી જ રળિયામણા... 




કચ્છમાં શિક્ષકોની ઘટને કાયમી નિવારણ હાથ ધરાયેલ ભરતી પ્રક્રિયામાં સ્થાનિક ઉમેદવારોનો નિકળી જશે એકડો : ભરતીનું મેરીટ ઉચું રહેતાં સ્થાનિક ઉમેદવારોને નહીં મળે લાભ 


ભૂતકાળના  અનુભવના આધારે જયાં નિમણુક ત્યાં નિવૃતિની શરત આવનાર દિવસોમાં કોરાણે મુકાઈ જવાની ભીતિઃ નિમણુક મેળવનાર ગુરૂજનો આવનાર વર્ષોમાં જિલ્લાફેર બદલી કરાવી લે તેવી જાણકારોએ વ્યક્ત કરી ભીતિ 



ભુજ : કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને કાયમી ધોરણે નિવારણ રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં ૪૧૦૦ વિદ્યા સહાયકોની ભરતીની પ્રક્રિયા હ ાથ ધરવામાં આવી છે. જો કે, કચ્છ જિલ્લાના શિક્ષણ સ્તર સુધારવા માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ ખાસ ભરતી પ્રક્રિયામાં કચ્છના શિક્ષિત બેરોજગાર યુવાનોને કોઈ લાભ મળશે નહીં અને જયાં નિમણુંક ત્યાં જ નિવૃત્તિની શરત પણ આવનાર દિવસોમાં કોરાણે મુકાઈ જશે તેવી ભીતિ કચ્છના જાગૃત શિક્ષણવિદો વ્યક્ત કરી રહ્યા છે. 
કચ્છમાં શિક્ષકોની ઘટ એ જિલ્લા શિક્ષણ જગને ઘણા વર્ષોથી સતાવતી સમસ્યા રહી છે. શિક્ષકોની ભરતી વખતે કચ્છમાં નિમણુક મેળવનાર જિલ્લા બહારના ગુરૂજનો થોડા વર્ષો બાદ જિલ્લા ફેર બદલીનો લાભ લઈ પોતાના વતનની વાટ પકડી જતા રહે છે, જેથી કચ્છમાં સમયાંતરે શિક્ષકોની ઘરતી થવા છતાં શિક્ષકોની ઘટ યથાવત જ રહે છે. આ વખતે રાજ્ય સરકારે કચ્છમાં ૪૧૦૦ શિક્ષકોની ખાસ ભરતીની જાહેરાત કરી છે, જેમાં જયાં નિમણુક ત્યાં જ 
નિવૃત્તિની શરત મુકવામાં આવી છે. રાજ્ય સરકારની ભરતીની જાહેરાતમાં સ્થાનિક ભરતી જેવી કોઈ જોગવાઈ ન હોવાથી આ ભરતીમાં પણ મોટાભાગે જિલ્લા બહારના ટેટ - ટાટ પાસ ઉમેદવારોને જ લાભ મળવાની સંભાવના છે. ભરતીમાં મેરીટ ખુબ ઉચું રહેવાના કારણે કચ્છના ઉમેદવારોનો ગજ વાગશે નહીં તેવું જાગૃત શિક્ષણવિદો જણાવી રહ્યા છે. કચ્છમાં શિક્ષકોની ઘટ કાયમી ધોરણે નિવારવી હોય તો સ્થાનિક ભરતી જ એક માત્ર વિકલ્પ છે. એક તરફ એ પણ કમનશીબી છે કે આપણા શિક્ષકો મેરીટમાં આવતા નથી તે આપણા નબળા શિક્ષણ પુરવાર કરે છે. આ અંગે બૌદ્ધિક જગત દ્વારા રાજ્ય સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો છતાં સ્થાનિકોને કોઈ લાભ અપાયો નથી. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પણ સ્થાનિક યુવાનોની ભરતી મુદ્દે મૌન સેવી લીધું છે. 
કચ્છમાં ખાસ ભરતીની પ્રક્રિયામાં જયાં નિમણુંક ત્યાં જ નિવૃત્તિની શરત જરૂર મુકવામાં આવી છે, પરંતુ ભવિષ્યમાં આ શરતનો પણ કોઈ તોડ નિકળશે તેવું જાણકારો જણાવી રહ્યા છે. વર્ષ ર૦૧૪માં ગુજરાત સરકાર દ્વારા કચ્છમાં ખાસ ભરતી કરવામાં આવી હતી. તત્કાલિન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના આદેશથી થયેલી ભરતીમાં કચ્છમાં નિમણુક મેળવનાર શિક્ષકો માટે ૧૦ વર્ષનો બોન્ડ પિરિયડ નક્કી કરાયો હતો. જો કે, વર્ષ ર૦૧૯માં તત્કાલિન શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ બોન્ડ પિરીયડ ઘટાડીને પાંચ વર્ષ કરી દેતાં જિલ્લા બહારના  
શિક્ષકોની જિલ્લાફેર બદલીનો માર્ગ મોકળો થયો હતો. તેથી ફક્ત કચ્છીઓની જ ભરતી થાય તો જ વિશેષ ભરતીનો હેતુસર થશે અને સ્થાનિક બેરોજગાર યુવાનોને લાભ થશે. હાલે જયાં નિમણુક ત્યાં જ 
નિવૃત્તિની શરતે નિમણુક મેળવનાર ઉમેદવારો ભવિષ્યમાં તેમના જિલ્લાના રાજકારણીઓ દ્વારા દબાણ લાવી શરતમાં ફેરફાર કરાવશે તે નિશ્ચિત છે. 





...............


૪૦ ટકા સ્થાનિક ભરતી માટે પ્રયાસો થવા જરૂરી 


ભુજ : રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં ૪૧૦૦ વિદ્યા સહાયકોની વિશેષ ભરતીમાં ૪૦ ટકા સ્થાનિક ભરતી માટે પ્રયાસો થવા જરૂરી છે. કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા જો સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે, રાજ્યના શિક્ષણમંત્રી, શિક્ષણ નિયામક સુધી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવે તો ૪૦ ટકા સ્થાનિક શિક્ષકોની ભરતી માટે માર્ગ ખુલી શકે તેવું કચ્છના શિક્ષણ જગત સાથે સંકળાયેલા તખતસિંહ સોઢાએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લા માટે વિશેષ ભરતીનો નિર્ણય આવકાર્ય છે, પરંતુ ભૂતકાળના અનુભવોને ધ્યાને લેતાં આ નિમણુકમાં સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય અપાય તો જ વિશેષ ભરતીનો લાભ કચ્છના શિક્ષણ જગત અને સ્થાનિક લાયકાત ધરાવતા ઉમેદવારોને થઈ શકે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

Comments

COMMENT / REPLY FROM