Trending News
સ્થાનિક સમાચાર

ભુજવાળાઓ જરા ખમી જાજો, મનપા માટે ઉતાવળ ન કરજો, ગાંધીધામ મનપા તો સંકુલ માટે બન્યું છે ગળાનું તરબુચ..!

17 May

ડુંગર દુરથી જ રળીયામણાં છે હો..ભાઈ.!



મનપા લાવીને ગાંધીધામવાસીઓ તો કયાંક ને કયાંક છેતરાઈ ગયા છીએ, પહેલા ગાંધીધામ સંકુલમાં મનપાને જુઓ, કેટલુ ઝડપી સાચુ અને સારૂ કામ કરાવી શકે છે, અધિકારીઓ સરકારના હિતમાં કેટલા કડક બનીને સંકુલના સુખ-સુવિધાઓમાં વધારો કરી શકે છે, પછી ભુજવાસીઓ મનપાની કરજો માંગ


મોટા ઉપાડે સૌકાઈએ નગરપાલિકામાથી મનપા કરવા માટે મહેનત કરી, મનપા લાવો, મનપા લાવો પણ બહુ રાગ આલાપાયા, પરંતુ હવે તો મનપા તંત્ર આવી ગયું, શું લાડવા મળી ગયા શહેર-સંકુલવાસીઓને..! દબાણોમાં વ્હલાદવલાની નીતીરીતી છે, પાણી માટે ટેન્કરના ભરોસે સંકુલ આવી ગયુ છે, સફાઈના નામે તો પ્રાઈવેટ ઠેકાઓ અપાઈ ગયા પણ કામ મીંડુ નું મીંડું જ રહેલુ દેખાય છે, રોડ-રસ્તાઓની હાલત ઠેર-ઠેર અતિ ખખડધજ પડી છે, છતા પણ ભ્રષ્ટાચારી ટોળકીઓને થઈ ગયા છે બખ્ખેબખ્ખા..! , મનપા થયા બાદ પણ ભ્રષ્ટાચાર પર અંકુશ અને શહેર-સંકુલની સુવિધામાં વધારો તો રતીભારનો પણ નથી થયો..? આવા મનપા તંત્રને ન ગળી શકાય કે ન બહાર કાઢી શકાય તેવુ તરબુચ જ કેમ ન કહેવાય : જાણકારોમાં ભુભકતો રોષ

ખાટલે મોટી ખોટ : જયાં સુધી નગરપાલિકાની કટકી-ભ્રષ્ટાચારની ગટ્ટર ખાધેલાઓને મનપા તંત્રમાંથી સાઈડલાઈન નહી કરાય, દુર નહી કરાય ત્યાં સુધી અહી પારદર્શક વહીવટ, પ્રજાહિત, સરકારની તિજોરીની રક્ષા કરવાની વાત બની રહેશે કપરી, નપા સમયમાં ભ્રષ્ટ ટોળકીઓ સાથે આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે ધુમ મલાઈઓ ખાધી છે, તે આદત હવે મનપામાં પણ આવા અમુક બની બેઠેલાઓની જતી જ નથી..!


ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા રાજયના સર્વાંગી વિકાસ મકકમ પ્રયાસો થાય છે. શહેરી માળખાગત વિકાસને વેગ આપી શકાય એટલે થોડા સમય પહેલા જ ગાંધીધામ સહિત વિવીધ નગરપાલીકાઓને મનપાનો દરજજો આપવામા આવ્યો છે. પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં પણ મહાનગરપાલિકા આપો, મનપા લાવો, ઉચ્ચ અધિકારીઓ આવશે, ગ્રાન્ટ વધશે, ભ્રષ્ટાચાર ઘટશે, શહેર-સંકુલ દીન દુગની રાત ચોગની પ્રગતિ કરતુ થઈ જશે, આવી કઈક આશાઓ સેવવામા આવતી હતી પરંતુ કહેવય છે ને કે ડુંગર તો દુરથી જ રડીયામણા ભાઈ..! આવો જ તાલ ગાંધીધામ સંકુલને મનપા મળ્યા બાદનો પણ જોવા મળી રહ્યો છે. અને એટલે જ કેટલાક રમુજપ્રેમીઓ ભુજને પણ જાગૃત કરતા કહી રહયા છે કે, ભુજવાસીઓ જરા ખમી જજો, બહુ ઉતાવળા ન બનતા, ગાંધીધમાવાળાઓ તો જાણે કે મનપાને લઈને છેતરાઈ જ ગયા છે? મનપા વિભાગ અહી સંકુલ માટે તો ગળાનો તરબુચ જ બની જવા પામ્યો હોય તેવો તાલ થઈ ગયો છે. ન ગળેથી નીચે ઉતરી શકે ન મોઢામાથી બહાર કાઢી શકાય. કારણ કે, મનપા બન્યા બાદ આઈએએસ અધિકારીઓ નિમાયા તો ખરા પરંતુ તંત્ર તો હજુય રઘાશીયા ગાડાની જેમ જ ગબડાવાતુ હોય તેવો તાલ થવા પામી રહ્યો છે. જે રીતે મનપા મળ્યા બાદની આશા હતી તે તો પુરી થવાની વાત ખુબ દુર દુર સુધી દેખાતી નથી પરંતુ શહેરના જે સ્વચ્છતા, ચોખ્ખાઈ, રોડ રસ્તા, પાણી જેવા પ્રશ્નો છે તે પણ અદ્વરતાલ જ લટકી પડયા હોવાનો તાલ જોવાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનુ ડ્રીમ સ્માર્ટ સીટી ગાંધીધામ આજે પીવાના પાણી માટે વલખા મારતી અવસ્થામાં પડયું છે, ટેન્કર રાજ ઠેર ઠેર પ્રવર્તી રહ્ય છે, અહી દબાણો દુર કરવાની કાર્યવાહીમાં પણ વ્હલાદવલા થયા, શ્રમિકો, ગરીબો અને નાના લોકોને પજવવાવમા અવ્યા પરંતુ બજારોમાં ઉભી કરી દેવાયેલી આર્કેટના મોટા મોટા દબાણો સહિતના મોટામાથાઓના અન્ય દબાણો પર કયાંય બુલડોજર ફેરવવાની હિમંત ચાલી હોય તેમ દેખાયુ નહી, ટાગોર રોડ પર બન્ને સાઈડ દબાણોના ઘોડાપુર સર્જયોલ છે, પરંતુ અહીએ દબાણો દુર કરી શકાયા નહી, એવી જ સ્થિતી શહેરમં સફાઈ માટે કરોડોની રકમના ઠેકાઓ આપી દેવાયા છે પરંતુ સફાઈના નામે તો મીંડું જ દેખાવવા પામી રહ્યુ છુ.રોડ-રસ્તાની અવદશા પડી છે. જે ગામડાઓને મનપામાં ભેળવવામા અવ્યા છે તેઓના માટે વેરા કાઉન્ટર જેવી સુવિધાઓ પણ ઉભી નહોતી કરી શકાય, હવે આવા મનપા તંત્રને શું કરવાનું છે? અને એટલે જ પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, ગાંધીધામ સંકુલ તો મનપા લાવીને છેતરાઈ ગયુ છે, ફસાઈ ગયુ છે, ભુજવાસીઓ તમે ઉતાવળ ન કરજો. પહેલા ગાંધીધામ મનપા આગામી દીવસોમાં કેવુ વલણ અપનાવે છે અને કેટલુ સફળ શહેરીજનો અને સરકારના હિતમાં થાય છે તે જુવો પછી જ મનપા માટે રજુઆતો-ઝુંબેશો આદરજો.
બીજીતરફ આ બાબતે ગાંધીધામ નગરપાલિકાના બન્ને ડે.કમિશ્નરશ્રીઓ મેહુલ દેસાઈ અને સંજય રામાનુજનો સંપર્ક કરવાનો પ્રયાસ તેમના ફોનની ધંટડીઓ રણકતી રહી હોવાથી વિફળ નિવડયો હતો.




...................


હું જ કમિશ્નર છું, મારો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે.!


મનપામાં કયો બની બેઠેલ એન્જીનીયર આવ્યો છે કે,
આખાય ગામની નખ્ખોદ વાળી દીધી છે?ઃ લોકરોષ



આ એન્જીનીયરની ડીગ્રીની કરો ચકાસણી, સાચી છે કે ખોટી? : પાછલા બાર માસમાં વિવિધ ટેન્ડરોની લ્હાણી એક જ ઠેકેદારને વધુને વધુ લાગે છે, બીજાનું ટેન્ડર લાગતુ જ નથી અને લાગે છે તેનું રીટેન્ડરીંગ કરાવી દેવાય છે, આ એન્જીનીયર ખુલ્લેઆમ કહે છે કે, મને પ્રસાદી નહી ધરો તો ટેન્ડર મળવાની વાત તો ભુલી જ જજો 

આ બની બેઠેલ એન્જીનીયર કેટલો ફાટીને ફુલેકે ચડયો છે જુઓ તો ખરા, કહે છે કે કમિશ્નર પાસે જાવ, કે ધારાસભ્યશ્રી પાસે જાવ, મને પ્રસાદી ધર્યા વગરની પાર્ટીના ટેન્ડરો રીઈન્વાઈટ જ થતા રહેશે..!

આ એન્જીનીયર જયા પણ કામ ચાલતુ હોય ત્યા કયાંય ડોકાતો જ નથી, વરસાદી નાળાની સફાઈના આયોજનના કોઈ જ ઠેકાણા નથી, ટપ્પરથી પાણી મામલે ટેકનીકલ સમસ્યાઓ થઈ છે તો આ એન્જીનીયર સાહેબ શું કરી રહ્યા છે? એસીમાં બેસીને ઠંડી હવા જ ખાવાનુ તેમનું કામ છે? : પાલિકાના રોડના કામોના મોનીટરીંગથી લઈ અનેક વિભાગોમાં એન્જીનીયરનો મહત્વનો રોલ હોય છે, પરંતુ આ એન્જીનીયર કયાંય પણ ઈન્સપેકશન માટે જવાના બદલે પાલિકા બહાર ચાય પે ચર્ચા કરતો જ ડોકાય છે



ગાંધીધામ : શહેરનો જાણકાર વર્ગ તો એવો સવાલ કરી રહ્યો છે કે, આ એન્જીનીયરની ડીગ્રીની કરો ચકાસણી, સાચી છે કે ખોટી?  પાછલા બાર માસમાં વિવિધ ટેન્ડરોની લ્હાણી એક જ ઠેકેદારને વધુને વધુ લાગે છે, બીજાનું ટેન્ડર 
લાગતુ જ નથી અને લાગે છે તેનું રીટેન્ડરીંગ કરાવી દેવાય છે, ત્રણ વખતથી લઈ અને ૭૭ વખત ટેન્ડરો રી-ટેન્ડર ઈન્વાઈટ કરાય અને તે અન્ય કોઈ ન ભરે તો તેમાં શું સમજવું? તેની પાછળની રકમત કોણ અને કેવા ઈરાદો કરી રહ્યુ છે? આ એન્જીનીયર ખુલ્લેઆમ કહે છે કે, મને પ્રસાદી નહી ધરો તો ટેન્ડર મળવાની વાત તો ભુલી જ જજો.શુ આ વાત સાચી છે ખરી?ઉપરાંતમાં કહેવાય છે કે, આ એન્જીનીયર કેટલો ફાટીને ફુલેકે ચડયો છે જુઓ તો ખરા, કહે છે કે કમિશ્નર પાસે જાવ, કે ધારાસભ્યશ્રી પાસે જાવ, મને પ્રસાદી ધર્યા વગરની પાર્ટીના ટેન્ડરો રીઈન્વાઈટ જ થતા રહેશે..! એમ પણ કહેવાય છે કે,  ગુજરાત બહારની ડીગ્રી લઈને મનપામાં  ભ્રષ્ટાચારની દુકાન નહી ગોડાઉન ખોલીને બેઠેલા આ એન્જીનીયરનો કોણ - કયારે લેશે ઉધડો..?  માત્ર અને માત્ર પોતાના જ વિકાસમાં રાચ્યો પાચ્યો રહ્યો છે આ એન્જીનીયર, શહેર-સંકુલનો વિકાસ જાય તેલ લેવા...!મનપા તંત્ર હસ્તકના ચાલતા માળખાગત સુવિધાઓના કામો જોવાની આ એન્જીનીયરની જવાબદારી બની રહી છે પરંતુ આ એન્જીનીયર જયા પણ કામ ચાલતુ હોય ત્યા કયાંય ડોકાતો જ નથી, વરસાદી નાળાની સફાઈના આયોજનના કોઈ જ ઠેકાણા નથી, ટપ્પરથી પાણી મામલે ટેકનીકલ સમસ્યાઓ થઈ છે તો આ એન્જીનીયર સાહેબ શું કરી રહ્યા છે? એસીમાં બેસીને ઠંડી હવા જ ખાવાનુ તેમનું કામ છે? પાલિકાના રોડના કામોના મોનીટરીંગથી લઈ અનેક વિભાગોમાં એન્જીનીયરનો મહત્વનો રોલ હોય છે, પરંતુ આ એન્જીનીયર કયાંય પણ ઈન્સપેકશન માટે જવાના બદલે પાલિકા બહાર ચાય પે ચર્ચા કરતો જ ડોકાય છે, ઠેર-ઠેર બની રહેલા રેાડ-રસ્તાના કામોમાં ઠેકેદાર દ્વારા લેવલીંગના ધજાગરા ઉડાડી દેવાયા છે, કોઈ જ ચકાસણીઓ થતી નથી, કામો થતા નથી અને બીલો પાસ કરાવી આપે છે? આ કયો એન્જીનીયર છે..? મનપા કમીશ્નરશ્રી જો આ બાબતે ખુદ જાત તપાસ કરાવશે અને તેની સામે કડકાઈથી કાર્યવાહી કરશે તો પણ અડધોઅડધ શહેર-સંકુલના કામોમાં આપોઆપ પ્રાણ આવવા પામી જશે તેવુ જાણકારો કહી રહ્યા છે.
બીજીતરફ આ બાબતે ગાંધીધામ નગરપાલિકાના બન્ને ડે.કમિશ્નરશ્રીઓ મેહુલ દેસાઈ અને સંજય રામાનુજનો સંપર્ક કરવાનો પ્રયાસ તેમના ફોનની ધંટડીઓ રણકતી રહી હોવાથી વિફળ નિવડયો હતો.

Comments

COMMENT / REPLY FROM