ભુજવાસીઓને પાણીનો બગાડ અટકાવવા સુધરાઈની તાકીદ
ભુજ : શહેરમાં પાણીનો બગાડ કરતા લોકોમાં જાગૃતિ લાવવા નગરપાલિકા દ્વારા મિટીંગ યોજાઈ હતી, જેમાં જણાવાયા મુજબ શહેરમાં મોટાભાગના વિસ્તારમાં એકાંતરે પાણીનું વિતરણ કરવામાં આવે છે ત્યારે ઘણી સોસાયટીમાંથી પાણીના બગાડ તેમજ ટાંકામાં પાણીના બોલવાલ ન હોવાને કારણે પાણી રસ્તા પ૨ વહી નીકળે છે તેમજ પાણીનો બગાડ મોટા પ્રમાણમાં થતો હોવાથી ભુજ નગરપાલિકા વોટર સપ્લાય દ્વારા દરેક વિસ્તારમાં વાલમેન દ્વારા રહેણાંકોમાં ટાંકામાં બોલવાલ લગાવવા સૂચના આપવામાં આવશે. ત્યારબાદ પાણીનો બગાડ થશે તો પાણીના કનેકશન કાપવામાં આવશે તેમજ અન્ય એજન્સીઓ દ્વારા થતા ખોદકામ સમયે જો લાઇનને નુકશાન થશે તો તે નુકશાનની જવાબદારી જે - તે એજન્સીની રહેશે. પાણીનો બગાડ ન થાય તે માટે ભુજ નગરપાલિકા દ્વારા લોક્જાગૃતિ તેમજ સૂચનો કરવામાં આવશે.
આ મિટીંગમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ સી.ઠકકર, વોટર સપ્યાલ સમિતીના ચેરમેન સંજયભાઇ એમ.ઠક્કર, શાસક પક્ષના નેતા કમલભાઇ ગઢવી, કમિટીના સભ્ય ધીરેનભાઇ લાલન, વોટર સપ્લાય શાખાના શિવમભાઇ ગુંસાઇ તેમજ વોટર સપ્લાય શાખાનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.
----------

Comments