કાન ખોલીને સાંભળી લે પાકિસ્તાન, આતંકવાદ સાંખી નહી લેવાય : રક્ષાપ્રધાન
કાન ખોલીને સાંભળી લે પાકિસ્તાન, આતંકવાદ સાંખી નહી લેવાય : રક્ષાપ્રધાન
રાજનાથસિંહ કચ્છમાં : પાક.ને સ્પષ્ટ ચેતવણી
ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત કચ્છ સરહદે પહોચ્યા રક્ષામંત્રી : ભુજ એરબેઝની રાજનાથસિંહે લીધી જાત મુલાકાત : વાયુસેના-બીએસએફ-આર્મીના જવાનો ઉપરાંત સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે કરી મુલાકાત
ભુજ : ઓપરેશન સિંદુરને સફળતા પૂર્વક પાર પાડયા બાદ દેશના સરંક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજ રોજ પ્રથમ જ વખત ગુજરાત-કચ્છ-ભુજ આવી પહોચ્યા છે. આજ રોજ સવારે ૧૧ઃ૩૦ વાગ્યે તેઓ ભુજ વિમાનીમથક આવી પહોચ્યા હતા જયા તેઓને શિષ્ટાચાર અનુસાર આવકાર આપવામા આવ્યો હતો. રાજનાથસિંહ ભુજ વિમાનીમથકેથી ભુજ એરબેઝ પહોચ્યા હતા અને ત્યા તેઓએ અધિકારીગણ પાસેથી સમગ્ર ભુજ એરબેઝ વિભાગની માહીતીઓ મેળવી અને જાત સમીક્ષાઓ કરી હતી. નોધનીય છે કે, પાકીસ્તાને યુદ્ધના તણાવ વખતે ભુજ એરબેઝને નુકસાન પહોચાડયુ હોવાનો પોકળ ખોટો દાવો કર્યો હતો. સરંક્ષણ પ્રધાનશ્રી આજ રોજ ખુદ અહી આવી પહોચી અને પાકીસ્તાનના આ જુઠ્ઠાણાનો પણ પર્દાફાશ કરી દીધો છે. સરંક્ષણ પ્રધાનની સાથે આજ રોજ સરંક્ષણ લેફટેનન્ટ જનરલ ધીરજ શેઠ તથા જનરલ ઓફીસર કમાન્ડીંગ ઈન ચીફ સર્ધન કમાન્ડ પણ રહ્યા હાજર હતા અને રક્ષામંત્રીશ્રીને આ અધિકારીગણ દ્વારા ઓપેરશન સિંદુર વખતે કચ્છ-ગુજરાતના યુનિટની કેવી ભુમીકા રહી, શું રોલ રહ્યો છે, તે અંગે અવગત કરતી માહીતીઓ રજુ કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
..................
યે તો સિર્ફ ટ્રેઈલર હે, પિકચર અભી બાકી હે..!
કચ્છ ની માટી માં દેશભકિતની અનેરી સુવાસ :રાજનાથસિંહ
ઓપરેશન સિંદુર હજુ પૂર્ણ નથી થયુ, યથાવત છે, પાક અડપલા કરશે તો કડકમાં કડક જવાબ અપાશે : રક્ષામંત્રી
ભુજ એરબેઝ મધ્યે રક્ષામંત્રીએ કર્યું સંબોધન : સૈન્ય જવાનોના કર્યા ભરપેટ વખાણ : ઓપરેશન સીંદુર, યશસ્વી વડાપ્રધાન મોદીજી, ભારતીય વાયુસેનાની શકિતનો દુનીયાને પરચો, પાકીસ્તાનમાં આતંકવાદને ડામવું, પાકીસ્તાના પરમાણું હથિયારો પરત લેવા, ભારતની શાંતીનો ભંગ કરનારને નહી છોડાય, સીઝફાયર ભંગ કરાશે તો પાકીસ્તાને વધુ કડક જવાબ અપાશે, આઈએમએફ પાકીસ્તાનને આર્થીક મદદ ન કરે, બ્રહ્મોસ મિસાઈલ, ઓપરેશન સિદુર સહિતના વિષયોની રક્ષામંત્રીએ કરાઈ છણાવટ
રાજનાથસિંહની સાથે ઓપરેશન સિંદુર બાદ સરંક્ષણ લેફટેનન્ટ જનરલ ધીરજ શેઠ તથા જનરલ ઓફીસર કમાન્ડીંગ ઈન ચીફ સર્ધન કમાન્ડ પણ રહ્યા હાજર : ઓપેરેશન સિંદુરમા ગુજરાત યુનિટની ભુમિકા-રોલ બાબતે સરંક્ષણ પ્રધાનને અધિકારીઓએકર્યા અવગત
ભુજ : આજ રોજ ભુજ ખાતે આવી પહોંચલા કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે અહી ઉદબોધન કરી અને નાપાક મુલકની સામે સ્પષ્ટ લાલઆંખ કરી અને ભારતીય સેનાના જવાનોના ભરપેટ વખાણ કર્યા હતા. તેઓએ કહ્યુ હતુ કે, કચ્છની આ માટીમાં દેશભકિતની ખુશ્બુ છે. અહીના જવાનો ભારતની સુરક્ષા માટે અડગ સંકલ્પ ધરાવી રહ્યા છે. હુ ગઈકાલે શ્રીનગરમાં સેનાના જવાનોને મળીને આવ્યો છે. આજે મને અહી તમને મળવાનો અવસર મળ્યો છેે. ગઈકાલે હુ ઉત્તર ભાગ અને આજે પશ્ચીમી ભાગમાં જવાનોને મળી રહ્યો છે. બન્ને ભાગમાં હાઈ એનર્જી અને હાઈ જોશ જોઈ અને હુ ખુદ પ્રોત્સાહિત અનુભવી રહ્ય છે. ભારતની સીમા તમારા મજબુત ઈરાદાઓ સાથે પુરી રીતે સુરક્ષિત છે. ઓપેરશન સિંદુરનું નામ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે. ઓપરેશન સિંદુર દરમ્યાન જે કંઈ પણ તમે કહ્યુ છે તે શૌર્ય અને બહાદુરીનું અપ્રતિમ પ્રતિક છે. લોકો જેટલા સમયમાં નાસ્તા પાણી કરે તેટલા જ સમયમાં તમે દુશ્મનોને નીપટાવી દીધા. તમે દુશમનના ઘરમાં ઘુસી અને તેનો ખાત્મો બોલાવ્યો છે તેની ગુજ આખી દુનીયાએ જોયો છે. વાસ્તવમાં તે ગુંજ માત્ર મિસાઈલની નહી પણ ભારતીય સૈન્યના જવાનોની બહાદુરીની હતી. ઓપરેશન સિંદુરમા ભારતીય સેનાએ જે પ્રભાવિ ભુમિકા ભજવી છે તે માત્ર દેશ નહી વિશ્વભરે જોઈ છે. આ ઓપરેશનમાં ન માત્ર દુશ્મનોને પછાડયા છે પરંતુ તેમને ચારો ખાને ચિત્તા કરી દેખાડયા છે. આતંકવાદ વિરોધમાં ચલાવેલા આ અભિયાનનુ નેતૃત્વ આપણી એરફોર્સ કર્યુ છે. ચીફ એરમાર્સલ એ.કે.સિંહ અને તેમની ટીમને હુ અભિનંદન આપું છે. આપણા એરફોર્સની પહોચી પુરા પાકીસ્તાન સુધી ફેલાયેલી છે તે કોઈ નાની વાત નથી. આતંકવાદીઓના નવ ઠેકાણાઓને નષ્ટ કરી દેવાયા તે આખીદુનીયાએ જોયુ છે. ભારતીય વાયુસેનાએ માત્ર પરાક્રમ નથી દેખાડયુ પણ દુનીયા સામે પ્રમાણ રજુ કર્યુ છે. ભારતની યુદ્ધ નીતી અને ટેકનોલોજી કેટલી મજબુત છે તે દેખાડયુ છે. મોદીજીના નેતૃત્વમાં નવા ભારતનો સંદેશ વાયુસેનાએ પુરી દુનીયામાં પહોચાડયો છે. આ સંદેશ છે કે, ભારત માત્ર વિદેશથી આયાત કરેલા હથિયારો પર જ નિર્ભર નથી પણ ભારતમા બનેલા સબમરીન આપણી સૈન્ય શકિતનોભાગ બની જવા પામ્યો છે. બ્રહ્મોસ મિસાઈલની તાકાતનોપાકીસ્તાને સ્વીકાર કરી લીધો છે. આપણે પાકીસ્તાનને ધોળા દીવસે તારા દેખાડી દીધા છે. સાથીઓ આપણા દેશના નાગરીકો દુશ્મન તરફથી આવાતા ડ્રોન જોઈ ભાગી ન ગયા પણ આપણી એરડીફેન્સ સિસ્ટમે તેને તોડી પાડયા મળીને આવ્યો છે. આજે મને અહી તમને મળવાનો અવસર મળ્યો છેે. ગઈકાલે હુ ઉત્તર ભાગ અને આજે પશ્ચીમી ભાગમાં જવાનોને મળી રહ્યો છે. બન્ને ભાગમાં હાઈ એનર્જી અને હાઈ જોશ જોઈ અને હુ ખુદ પ્રોત્સાહિત અનુભવી રહ્ય છે. ભારતની સીમા તમારા મજબુત ઈરાદાઓ સાથે પુરી રીતે સુરક્ષિત છે. ઓપેરશન સિંદુરનું નામ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે. ઓપરેશન સિંદુર દરમ્યાન જે કંઈ પણ તમે કહ્યુ છે તે શૌર્ય અને બહાદુરીનું અપ્રતિમ પ્રતિક છે. લોકો જેટલા સમયમાં નાસ્તા પાણી કરે તેટલા જ સમયમાં તમે દુશ્મનોને નીપટાવી દીધા. તમે દુશમનના ઘરમાં ઘુસી અને તેનો ખાત્મો બોલાવ્યો છે તેની ગુજ આખી દુનીયાએ જોયો છે. વાસ્તવમાં તે ગુંજ માત્ર મિસાઈલની નહી પણ ભારતીય સૈન્યના જવાનોની બહાદુરીની હતી. ઓપરેશન સિંદુરમા ભારતીય સેનાએ જે પ્રભાવિ ભુમિકા ભજવી છે તે માત્ર દેશ નહી વિશ્વભરે જોઈ છે. આ ઓપરેશનમાં ન માત્ર દુશ્મનોને પછાડયા છે પરંતુ તેમને ચારો ખાને ચિત્તા કરી દેખાડયા છે. આતંકવાદ વિરોધમાં ચલાવેલા આ અભિયાનનુ નેતૃત્વ આપણી એરફોર્સ કર્યુ છે. ચીફ એરમાર્સલ એ.કે.સિંહ અને તેમની ટીમને હુ અભિનંદન આપું છે. આપણા એરફોર્સની પહોચી પુરા પાકીસ્તાન સુધી ફેલાયેલી છે તે કોઈ નાની વાત નથી. આતંકવાદીઓના નવ ઠેકાણાઓને નષ્ટ કરી દેવાયા તે આખીદુનીયાએ જોયુ છે. ભારતીય વાયુસેનાએ માત્ર પરાક્રમ નથી દેખાડયુ પણ દુનીયા સામે પ્રમાણ રજુ કર્યુ છે. ભારતની યુદ્ધ નીતી અને ટેકનોલોજી કેટલી મજબુત છે તે દેખાડયુ છે. મોદીજીના નેતૃત્વમાં નવા ભારતનો સંદેશ વાયુસેનાએ પુરી દુનીયામાં પહોચાડયો છે. આ સંદેશ છે કે, ભારત માત્ર વિદેશથી આયાત કરેલા હથિયારો પર જ નિર્ભર નથી પણ ભારતમા બનેલા સબમરીન આપણી સૈન્ય શકિતનોભાગ બની જવા પામ્યો છે. બ્રહ્મોસ મિસાઈલની તાકાતનોપાકીસ્તાને સ્વીકાર કરી લીધો છે. આપણે પાકીસ્તાનને ધોળા દીવસે તારા દેખાડી દીધા છે. સાથીઓ આપણા દેશના નાગરીકો દુશ્મન તરફથી આવાતા ડ્રોન જોઈ ભાગી ન ગયા પણ આપણી એરડીફેન્સ સિસ્ટમે તેને તોડી પાડયા તેના વીડીયો બનાવ્યા છે. પાકીસ્તાનમા આતંકવાદ સામે સૈન્યએ પ્રભાવી કાર્યકારી કરી છે. પાકીસ્તાન ફરીથી આતંકી ઢાંચાને ઉભો કરવામાં લાગી ગયો છે. પાકીસ્તાનની જનતાને પણ રક્ષામંત્રીએ સંદેશ આપતા કહ્યુ હતુ કે, તેઓ પણ બારૂદના ઢેર પર બેઠું છે. સેન્ય જવાનોને રક્ષામંત્રીએ કહ્યુ છે કે, આજે ભારતને વૈશ્વીક મંચ પર જે સન્માન મળે છે તેના પાયામાં સૈન્યદળોની બહાદુરી અને જોમ-જુસ્સો છે. નવો ભારત હવે સહન નથી કરતો, તે પલટવાર કરી અને જવાબ આપે છે. હું ગમે તેટલુ બોલુ પણ મારા શબ્દો તમારા શૌર્યને માપવામાં અનેકઘણુ ઓછુ પડે તેમ છે. આપણે આતંકવાદ સામેની લડાઈ માત્ર સુરક્ષાનો વિષય જ નથી. હવે આ પહેલાનુ ભારત નથી, મોદીજીના નેતૃત્વમાં નવા ભારતનો જન્મ થવા પામી ચૂકયો છે. અમે અમારો અવાજ જે રીતે શ્રીરામે પોતાની ભુજાઓને ઉપાડી અને આસુરી શકિતઓને નાશ કર્યો તેમ અમે પણ પ્રેરણા લઈ અને આતંકવાદને જડમુળથી સમાપ્ત કરવાનો સંકલ્પ લીધો છે. મોદીજીના નેતૃત્વમાં સરકાર આવ્યા બાદ સૈન્ય મામાલોને લઈને ભારતની વિચારધારા અને સામાથય વધાર્યુ છે. જેવા સાથે તેવા થવાનો કોલ પણ આ તબક્કે રક્ષામંત્રીશ્રીએ આપ્યો હતો. આપરેશન સિંદુરએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે અમે શાંતી માટે જેટલુ હદય ખોલ્યુ છે તેવી જ રીતે શાંતીને નષ્ટ કરનાર માટે અમારા હાથ તમામ રીતે ખુલ્લા છે. ઓપરેશન સિદુર હજુ ખત્મ નથી થયુ, એક ટ્રેઈલર માત્રહતુ, જયારે સમય આવશે ત્યારે પુરી પિકચર પણ દુનીયાને દેખાડીશું.
ભારતમાં કોઈ ઉપદ્વવી તત્વો હોય જેની લઈને આશંકા થાય છે તેવા તત્વોને મેજીસ્ટ્રેટ અને પોલીસ દ્વારા પ્રોવીઝન પર રાખવામા આવતો હોય છે, તેવી જ રીતે સિઝફાયરમાં આપણે પાકીસ્તાનને હાલમાં પ્રેાવીજન પર રાખ્યુ છે, જો નીતી તોડશેતો તેને કડકમાં કડક દંડ આપવામાં આવશે. અમારી સંપ્રભુતાને કોઈ નુકસાન પહોચાડશે તો અમે તેના પર પ્રહાર કરીશું. રક્ષામંત્રીએ ભારતની પ્રજાનો પણ આભાર પ્રગટ કર્યો હતો.
સંરક્ષણ મંત્રીના ઉદ્દબોધનના મુખ્ય અંશ
•૧૯૬પ ભારત-પાક યુદ્ધમાં જીતનું સાક્ષી હતું કચ્છ •કચ્છની માટીમાં દેશભક્તિની છે સુગંધ •ભારતની સરહદો સેનાના જવાનોના હાથમાં સુરક્ષિત • ભારતીય વાયુસેનાએ ર૩ મિનિટમાં પાકિસ્તાનને હફાવ્યું •ભારતની બ્રહ્મોસ મિસાઈલની ગુંજ સમગ્ર વિશ્વએ સાંભળી •ભારતીય વાયુસેનાની પ્રભાવી ભૂમિકાની વિશ્વમાં પ્રશંસા•ભારતની વાયુસેનાની પહોંચ પાકિસ્તાનના દરેક ખૂણા સુધી છે •આઈએમએફ પાકિસ્તાનને ફંડ આપવા પૂર્વે કરે પુનઃ વિચાર •પાકિસ્તાનને આર્થિક મદદ એ આતંકવાદને મદદ સમાન •ભારતની એરફિડેન્સ સિસ્ટમની વિશ્વએ કરી પ્રશંસા •સંઘર્ષ સમયે ડીઆરડીઓના રડારની મહત્ત્વપૂર્ણ ભૂમિકા •ઓપરેશન સિંદૂર પૂર્ણ નહીં, સ્થગિત કરાયું •પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો આતંકીઓના હાથમાં જવાની ભીતિ •સિંદૂર હવે માત્ર શ્રુગાંર નહીં પરંતુ શૌર્ય અને સંકલ્પનું પ્રતિક •ભારતે આતંકીઓના લલાટે ઓપરેશન સિંદૂરથી ખતરાની ખેંચી લાલ લકીર •ભારતમાં નિર્મિત શસ્ત્રોથી આતંકવાદ પર પ્રહાર •ભારતીય સેનાના જવાનો અભિનંદનના અધિકારી •વીર જવાનોની જનેતાઓને દેશવાસીઓના પ્રણામ •પાકિસ્તાનના વર્તાવ પર ભારતની બાજનજર •પાકિસ્તાન નહીં સુધરે તો હવે ટ્રેલર નહીં, આખી ફિલ્મ બતાવશું
...........
રક્ષામંત્રીને ભુજ વિમાનીમથકે શિસ્તબદ્ધ આવકાર
દેશના એરચીફ માર્સલ એ.કે.સીંહ રહ્યા હાજર
ઓપરેશન સિંદુર બાદ આજ રોજ કેન્દ્રીય રક્ષામંત્રી નિર્ધારીત સમય અનુસાર ભુજ વિમાનીમથકે આવી પહોચ્યા હતા. તેઓની સાથે એરફોર્સના દેશના વડા એ.કે.સી/ગ અહી હાજર રહ્યા હતા. રક્ષામંત્રીને અહી તેમને કચ્છ કલેકટર ડો. આનંદ પટેલ, ઉપરાંત પશ્ચીમ કચ્છ એસપીશ્રી વિકાસ સુંડા, આર્મી-નેવી-બીએસએફ સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
.................
ભુજનું સ્મૃતિવન વિનાશ પર વિકાસની સાફલ્ય ગાથા : રાજનાથસિંહ
કેન્દ્રિય સંરક્ષણ મંત્રીએ સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રાહલયની લીધી મુલાકાત : વર્ષ
ર૦૦૧ મા આવેલા વિનાશક ભૂકંપનો ભોગ બનેલા દિવંગતોને આપી શ્રદ્ધાંજલિ
કેન્દ્રીય રક્ષામંત્રીને ટીમ કચ્છ ભાજપ દ્વારા આવકાર
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહએ સ્મૃતીવનની મુલાકાત લીધી હતી તે વખતે ટીમ કચ્છ ભાજપના જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, તમામ ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી, પ્રદુમનસિંહ જાડેજા, અનિરૂદ્ધ દવે દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયુ હતુ.
ભુજ : આજરોજ કચ્છના પ્રવાસે આવેલા કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રાહલયની મુલાકાત લીધી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ બાદ ભારતીય સુરક્ષા દળોના જુસ્સાને બુલંદ બનાવવા અને સેનાની ત્રણેય પાંખ, સીમા સુરક્ષા દળના જવાનો અને અધિકારીઓને તેમની વિરતા અને બહાદુરી ભર્યા પરાક્રમ બદલ પીઠ થાબડતા કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રિય સંરક્ષણ મંત્રીએ ભુજના ભૂકંપના ભોગગ્રસ્તોની
સ્મૃતિને કાયમ રાખવા બનેલા સ્મૃતિવન અર્થકવેક મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. આ તકે તેમણે ભુજના સ્મૃતિવનને વિનાશ પર વિકાસની સાફલ્ય ગાથાનું દૃષ્ટાંત ગણાવ્યું હતું.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ૪૭૦ એકર વિસ્તારમાં ફેલાયેલા સ્મૃતિવનમાં અર્થકવેક મ્યુઝિયમના પુનર્જન્મ, પુનઃ પ્રાપ્તિ, પુનઃ સ્થાપના, પુનઃ નિર્માણ, પુનઃ વિચાર, પુનઃ જીવન (પ-ડી ભૂકંપ સિમ્યુલેટર) અને ભૂકંપ પીડિતોના સ્મારકની મુલાકાત લીધી હતી. કચ્છમાં ર૬મી જાન્યુઆરી, ર૦૦૧ ના આવેલા ગોઝારા ભૂકંપમાં ૧ર,૯૩ર લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભૂકંપગ્રસ્તોની યાદમાં સ્મારકનું નિર્માણ કરવાનું વિઝન રજૂ કર્યું હતું. ર૮ મી ઓગસ્ટ-ર૦રર ના વડાપ્રધાન મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સ્મૃતિવનના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. યુનેસ્કો દ્વારા વર્ષ ર૦ર૪ મા પ્રિકસ વર્સેલ્સનું વર્લ્ડ ટાઈટલ મેળવનાર સ્મૃતિવનને નિહાળી સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ભાવવિભોર થયા હતા.

Comments