નખત્રાણા દબાણ હટાવ ઝુંબેશ : રેંકડી-કેબિનધારકોએ ધરણા કર્યા
ખોટા માણસને દાદ નહીં અપાય સાચા પ્રત્યે હમદર્દી : સુરજ સુથારઃ નખત્રાણા કેબિન, રેંકડીવાળાના દબાણ સામે પ્રતિક ઉપવાસ પ્રાંતને આવેદન પત્ર અપાયું : વૈકલ્પિક વ્યવસ્થા પણ નાના ધંધાર્થીઓને ટુંક સમયમાં અપાશે
નખત્રાણા : રેંકડી, કેબિનધારકોના તંત્ર દ્વારા આદરાયેલા દબાણ હટાવ ઝુંબેશમાં નાના ધંધાર્થીની રોજીરોટી છીનવાતા તેઓ આજથી પ્રતિક ઉપવાસ પર પ્રાંત કચેરી સામે આદરયા હતા અને પ્રાંતને આવેદનપત્ર આપી તેમની વ્યથા વર્ણવી હતી. દબાણ હટાવથી અમારી આજીવિકા છીનવાઈ ગઈ છે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના દબાણો હટાવી દેવા હતા, જેથી રોજી રોટી નો પ્રશ્ન ઉભો થયો છે.રજૂઆતો નખત્રાણા રેકડી કેબીન ધારકો દ્વારા નાયબ કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર સુરજકુમાર સુથારને પૂછતા તેમને કહ્યું કે દબાણ એ દબાણ જ છે સરકારી વહેણો, ટ્રાફિકની નડતરરૂપ લોકોના દબાણો દૂર કર્યા છે. પણ ધંધાર્થીઓની આજીવિકા માટે પણ અમે વિચારી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, હજુ પણ સર્વે થશે. ચોથા રાઉન્ડમાં તમામ દબાણ કારોના દબાણ દૂર થશે. દબાણ હટાવ ઝુંબેશમાં ખોટા માણસને દાદ નહીં અપાય અને સાચા ધંધાર્થી પ્રત્યે તંત્રની હમદર્દી હશે. બીજી તરફ પ્રિ-મોન્સૂન કામગીરીને નડતર રૂપ તમામ દબાણો દૂર થશે. નગરપાલિકા દ્વારા ટુંક સયમમાં દબાણ હટાવ ઝુંબેશ થશે. ૨૫૦થી ૩૦૦ રેકડી, કેબીન ધારકોએ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવી વ્યથા રજૂ કરી હતી. આવેદન પત્ર વેળાએ પ્રમુખ રાજુભાઈ જોષી, જીતુભા જાડેજા, મુબારકભાઈ, તુલસીદાસ સોની, મનીષ અબોટી, ખલીફા મામદ, પી.સી. ચાવડા, હજામ કાસમ ખલીફા, અભુભાઇ રબારી, ચમનભાઈ જીતુભાઈ ગોસ્વામી, શાકભાજી તેમજ ડબલ રોટી, હજામતની દુકાન, ચા સહિતના નાના ધંધાર્થીઓ ઉપસ્થિત
રહ્યા હતા.

Comments