Trending News
સ્થાનિક સમાચાર

યુદ્ધવિરામ, હવે ફરી ગુજરાત ભાજપમાં સંગઠનનો આંતરીક સળવળાટ

16 May

કચ્છમાં ૧ મહિલા તો આવશે જ, એ તો નકકી જ છે, હવે 
કોની થાય છે દવા? જૈન-લોહાણા કે અન્ય? ધબકારા વધ્યાં..!

રાષ્ટ્રીય-પ્રદેશ સંગઠનની સાથે કચ્છ જીલ્લામાં પણ આતંરીક રીતે જો અને તોના ચોગઠાઓની ગોઠવણીઓ થઈ શરૂ : જો અને તોના સમીકરણોની રાજકીય પક્ષમાં જામી ચર્ચા : જો કે આ તો ભાજપ છે, કોથરામાથી બિલાડું પણ કાઢી જાણે તો નવાઈ નહી

ઉપર દવા કરવાની થશે તો જૈનને પ્રાથમીકતા મળશે, જાતીગત સમીકરણોમાં લોહાણા સમુદાયમાંથી ફેરબદલ કરે તો તેમાથી મહીલા આવે, પણ એક મહીલા આ વખતે ચોકકસથી સંગઠનમાં આવે છે, જો કે, આ તો પછી સરપ્રાઇઝ આપતું ભાજપ છે, તેમાં અંતિમ નિર્ણય તો કોઈ અગાઉથી કહી ન શકે, જે જાગતો રહેશે તે સુખી થશે, જે ઉંધતો રહેશે તેનુ પત્તુ કપાઈ શકે છે : રાજકીય તજજ્ઞોનો ઈશારો



ગાંધીધામ : વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પક્ષમા રાષ્ટ્રીય પ્રમુખ ઉપરાંત પાંચથી વધુ રાજયોના પ્રદેશ પ્રમુખ ઉપરાંતના સંગઠન માળખાને લઈને નિર્ણાયક કાર્યવાહી ચાલી રહી છે તે વચ્ચે જ ભારત અને પાકીસ્તાન વચ્ચે કથિત યુદ્ધની સ્થીતી સર્જાતા સ્વભાવિક રીતે જ દેશ પ્રથમનુ સુત્ર આપનાર પાર્ટી ખુદ એ જ કાર્યોમાં પેરાવાઈ જાય તેમ સરકારે દેશની સલામતીને પ્રાથમિકતા આપી હતી. હવે ભારત-પાકીસ્તાન બન્ને વચ્ચે સીઝફાયર યુદ્ધવિરામ સહમતી થાવ પામી ગઈ છે અને દેશ ધીમે ધીમે ફરીથી રાબેતામુજબ ધમધમી ઉઠયો છે ત્યારે જાણકારો અને રાજકીય તજજ્ઞો કહી રહ્યા છે કે, હવે ફરીથી સંગઠન માળખાને અંતિમ ઓપ આપવાની દીશામાં પણ આંતરીક તૈયારીઓ હાથ પર લેવાઈ શકે છે. યુદ્ધની સંભવત સ્થિતી વચ્ચે જ ગુજરાતમાં પણ સી આર પાટીલ અને સીએમ ભુપેન્દ્ર પટેલની વચ્ચે પણ બંધબારણે એકાદ કલાક જેવી લાંબી ચર્ચા બેઠકો પણ યોજાઈ જવા પામી ગઈ છે જે ખુબ ઓછા લોકોના ધ્યાને પણ આવવા પામી છે ત્યારે કચ્છના રાજકીય બેડામાં પણ આંતરીક ગતીવીધીઓ મામલે જો અને તોના સમીકરણો સાથે ચર્ચા થવા પામી રહી છે. 
કચ્છના સમગ્ર સંગઠન માળખાને લઈને તો હજુ કઈ પણ કહેવુ ઘણું વહેલું જ કહી શકાશે પરંતુ એક સર્વવ્યાપી જે ચર્ચાએ જોર પકડયુ છે તેની જો વાત કરીએ તો કહેવાઈ રહ્યુ છે કે, આ વખતે સંગઠનમાં ૧ મહીલાને ચોકકસથી મહત્વપૂર્ણ સ્થાન મળવા પામશે. પક્ષના ચાવીરૂપ પદ પર આ વખતે મહીલાને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે તેમ મનાઈ રહ્યું છે. ઉપર જો કોઈની દવાઓ કરવાની થશે તો અહી જૈનને પ્રાધાન્ય આપી શકાય છે, લોહાણા સમુદાયમાં કોઈ ફેરફાર કરવાના આવશે તો તેમાથી કોઈ મહીલાને તક મળી શકે છે, પછી તો આ ભાજપ છે, છેલ્લુ શું નિર્ધારીત કરે તે કોઈ કળી શકતુ હોતુ નથી પરંતુ એક વાત ચોકકસ અને નકકી મનાઈ રહી છે કે, એક મહીલાને સ્થાન મળશે ખરૂ..એક મહીલા આવે છે તે નિંશ્ચિત જ છે. હવે તેમા દવા કોની થશે, કઈ રીતે અને કયા સમીકરણે તથા કોના દ્વારા તેેને લઈને પણ કઈકના ધબકારાંઓ પણ હવે વધી રહ્યા હોવાનુ મનાય છે. કહેવાય છે કે, જે જાગતો રહેશે તે સુખી થશે, જે ઉંઘતો રહેશે  તેનુ પત્તુ કપાઈ શકે છે અને તેને દુખી થવાનો પણ વારો આવી શકે છે. હાલમાં રાજકીય બેડામાં આવી ચર્ચાએ આંતરીક રીતે ભારે ગરમાવો વ્યાપી દીધો છે. 

Comments

COMMENT / REPLY FROM