Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ આવતો પ૪ લાખનો દારૂ આણંદમાં પકડાયો

16 May



વાહનના સ્પેરપાર્ટની આડમાં પંજાબથી વિદેશી દારૂનો જથ્થો લવાયો હતો : ચાલકની ધરપકડ કરાઈ 


ગાંધીધામ : આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આંકલાવ-આસોદર ચોકડી નજીક વાસદ તરફના બ્રીજના છેડેથી એક કન્ટેનરને ઝડપી પાડીને વાહનના સ્પેરપાર્ટની આડમાં લવાયેલી વિદેશી દારૂ-બીયરની ૪૯૨ પેટી જપ્ત કરીને ડ્રાયવરની ધરપકડ કરી હતી. તપાસ દરમ્યાન આ દારૂ ગાંધીધામ લઈ જવાતો હોવાનું ખુલ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે હરિયાણા પાસીંગના એક કન્ટેનરમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જેથી પોલીસની ટીમ આંકલાવ-આસોદર ચોકડી નજીક આવેલા વાસદ તરફના બ્રીજના છેડે ગોઠવાઈ એ દરમ્યાન એક કન્ટેનર એચઆર-૩૮ વી-૦૬૨૪ આવી પહોંચતા પોલીસે તેને રોકીને ડ્રાયવરને પુછતાં અંદર સ્પેરપાર્ટસ ભરેલા હોવાનું જણાવ્યું હતુ. અને તે અંગેની બીલ્ટી પણ બતાવી હતી. પરંતુ પોલીસે શંકાને આધારે કન્ટેનરના પાછલો દરવાજો ખોલાવીને અંદર તપાસ કરતા સ્પેરપાર્ટની પાછળના ભાગે વિદેશી દારૂ-બીયરની પેટીઓ ગોઠવેલી મળી આવી હતી. જેથી પોલીસે પકડાયેલા ડ્રાયવરનું નામઠામ પુછતાં તે ઝુુંંઝારામ સોનારામ ચૌધરી (રે. ખંડીન, રાજીવનગર, બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતુ. તેની પાસે વિદેશી દારૂની હેરાફેરી કરવા અંગે લાયસન્સની માંગણી કરતી નહીં હોવાનું જણાવ્યું હતુ. જેથી પોલીસે આંકલાવ પોલીસ મથકે કન્ટેનરને લઈ જઈને વિદેશી દારૂની પેટીઓ નીચે ઉતારીને ગણતરી કરતા કુલ ૪૯૨ થવા પામી હતી. જેની કિંમત ૫૪,૨૭,૪૫૬ રૂપિયા જેટલી થવા જાય છે. 
પોલીસને તેની અંગજડતીમાંથી એક મોબાઈલ ફોન મળી આવતાં ટ્રક સાથે કુલ ૬૨,૬૨,૪૫૬ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે પકડાયેલા ડ્રાયવરની પુછપરછ કરતા ઉક્ત વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના ખદીન ગામે રહેતા મહેશગીરી ગોસ્વામીએ ભરવા માટે પંજાબના અમૃતસર ખાતે મોકલી આપ્યો હતો. જ્યાંથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર લઈને તે ગાંધીધામ ખાતે ડીલીવરી આપવા માટે જતો હોવાની કબુલાત કરી હતી.
 

Comments

COMMENT / REPLY FROM