- તો ગાંધીધામ સંકુલમાં અમુક હોસ્પિટલોની બહાર આંખલાછાપ તત્વોના એમ્બયુલન્સ સેવાના નામે લુંટના સાધનોનો થાય ખુલાસો
પોલીસતંત્ર-પૂર્વ કચ્છ આરટીઓ વક્રદ્રષ્ટી કરે
વડોદરામાં તાજેતરમાં જ ફેક એમ્બયુલન્સનો થયો છે મોટો ખુલાસો : હોસ્પિટલની બહાર ઉભેલી એમ્બયુલન્સ માત્ર અને માત્ર પેસા ખંખેવારનું જ તુત કરતી હોવાનુ પકડાયું, નકલી સાઈરન, લાલ-ભુરી લાઈટ પોતાની રીતે લગાવી નિયમ વિરૂદ્ધ સંચાલકો દર્દીઓ પાસેથી ઉઘાડી લુંટ જ ચલાવતા હોવાનો થયો છે પર્દાફાશ : જો તપાસ થાય તો ગાંધીધામમાં પણ અમુક બની બેઠેલા તત્વોના એમ્યુલન્સ દ્વારા સેવાના નામે ખુદના મેવા ખાવાના જ ખુલે કાવતરાં
ગાંધીધામમાં તો ગાયોના નામે ચરી ખાનારા અમુક બની બેઠેલા આંખલાછાપ તત્વો આરોગ્યક્ષેત્રમાં પણ એમ્બયુલન્સની સેવાના નામે લુખ્ખીદાદાગીરી જ કરી ખાનગી ટ્રાવેલ્સની જેમ ભાડાની કરે છે વસુલાત : નામ સેવાનું અને કામ મેવાનુ : કોરાના કાળથી લઈ અને અત્યાર સુધીમાં આવા બની બેઠેલા આંખલાછાપ તત્વો આડેધડ કઈક દર્દીઓની મજબુરીનો ઉપાડી ચુકયા છે ગેરલાભ : જાણકારોની લાલબત્તી
ગાંધીધામ : ગુજરાતન વડોદરા શહેરમાં તાજેતરમાં જ સયાજી હોસ્પિટલ બહાર મોટાભાગની એમ્બ્યુલન્સ નકલી હોવાનો ઘટસ્ફોટ થવા પામી ગયો છે. રીતસરનું અહી પૈસા ખંખેરવાનું જ કારસ્તાન આખું ચાલતુ હોવાનો ચોકાવનારો ખુલાસો સામે આવવા પામી ગયો છે. સંખ્યાબદ્ધ એમ્બયુલન્સની ફીટનેશ જ નથી, તંત્રના આર્શીવાદથી આ બધુ જ ચાલી રહ્યુ હોવાની વાત સામે આવી ગઈ છે. આરટીઓ તંત્રમા મોટરકાર અને મોટરકેબ તરીકે જે નોધાયેલી હોય તેવી ગાડીઓ એમ્બયુલન્સ તરીકે દોડાવાઈ રહી હતી.જે રીતે વડોદરામાં નકલી-ફેક એમ્બયુલન્સ અને તેના નામે રીતસરના નાણા ખંખેરવાનુ કારસ્તાન જ બહાર આવવા પામી ગયુ છે તેવી જ રીતે તો પૂર્વ કચ્છમાં પણ પોલીસતંત્ર અને આરટીઓ વીભાગ સંયુકત રીતે તવાઈ બોલાવે તો ખાસ કરીને ગાંધીધામ કોમ્પલેક્ષમાથી પણ આવી જ નકલી-ફેક એમ્બયુલન્સ તથા એમ્બયુલન્સ સેવાના નામે નાણા ખેંરવાનું ં અહીના પણ આંખલાછાપ તત્વોના કારનામાનો પર્દાફાશ થવા પામી જાય તેમ મનાય છે. જાણકારો કહે છે કે, અહી પણ આંખલાછાપ અમુક તત્વો આ જ રીતે એમ્બયુલન્સના નામે સેવા કરવાનુ નાટક દેખાડી અને મેવા જ રડી રહ્યા છે. ગાંધીધામ સંકુલમાં પણ આ આખલાછાપની એમ્બયુલન્સના અમુક હોસ્પીટલોની બહાર લુખ્ખી દાદાગીરી પૂૃવક ખડકલો જ રહેવા પામતો હોય છે. જે પૈકીની મોટાભાગની એમ્બયુલન્સ નકલી જ હોવાનુ મનાય છે. તેની એમ્બ્યુલન્સમાં ઓકિસજન-મેડીકલ કીટ જેવુ તો કઈ હોતુ જ નથી. આ એમ્બયુલન્સમાં ફીટનેશના પણ કેાઈ ઠેકાણા નથી હોતા, સાઈરન નથી હોતું, લાઈટ મનસ્વી રીતે લાલ-ભુરી લગાડી અને નીકળી પડે છે. કેટલોક આખો બોલો વર્ગતો એમ જક હી રહ્યો છે કે, ગાંધીધામ સંકુલમાં જે આંખલાછાપ તત્વ છે તેની એમ્બયુલન્સ તો દેખાડવાના જ દાંત બરાબર છે, તેના ચાવવાના દાંત તો બીજા જ છે. તેને અહી દર્દીઓની સેવા કરવામાં કોઈ જ રસ નથી પરંતુ દર્દીઓની મજબુરીનો આ આંખલો કેવી રીતે લાભ ઉપાડી શકે તેની જ તાસકમાં રહેતો હોય છે. હકીકતમાં એમ્બલ્યુનસના બધાય જ ભાવ ફિકસ રહેતા હોય છે, તે ભાવપત્રક આ આંખલાછાપ શખ્સની એમ્બયુલન્સ પર હોતુ જ નથી, તેના કેાઈ જ નામ-ઠામ પણ દૃશાવવામા આવતા નથી, મજબુરીવશ કોઈ દર્દી આ શખ્સ પાસે પહોચી ગયો એટલે બસ તેને લુંટી જ લેવાની ફીરાકમાં હોય છે. કહેવાય છે કે, આ આંખલાછાપ શખ્સની એમ્બયુલન્સમાં તો ઉચ્ચક ભાડા જ વસુલાવામાં આવતા હોય છે. જેનાથી દર્દીની હાલત કફોડી થઈ જવા પામતી હોય છે. મજબુર વશ દર્દી પણ કરે તો શું કરે, આવા આંખલાછાપ નકલી એમ્યુલન્સવાળા જ અમુક હોસ્પિટલોમાં પોતાી લુખ્ખાગીરી અને દાદાગીરીથી અન્યો સાચી એમ્યુલન્સવાળાને ઉભવા જ નથી દેતા. યેન કેન પ્રકારે તેમને ભગાડી અને પોતો જ ગોઠવાઈ જતા હોય છે. એકતરફ દર્દીની સ્થિતી નાજુક રહેલી હોય છે તો બીજીતરફ એ જ દર્દીને તેના સબંધી સાથે આવા આંખલાછાપ અમુક તત્વોની નકલી તથા એકસપાયર થયેલી અને વગર ફીટનેશવાળી એમ્યુલન્સમાં નાછુટકે મુસાફરી કરવાની જોખમી ફરજ પડવા પામતી હોય છે. કહેવાય છે કે, જો તપાસ કરવામા આવશે તો આંખલાછાપ શખ્સની એમ્બયુલન્સ તરીકે રજીસ્ટ્રેશન પણ નહી મળે. સંકુલનો વર્ગ કહી રહ્યો છે કે, એમ્બયુલન્સમાં સેવાના નામે મેવા જ રહડી રહેલ આ આંખલાછાપ શખ્સ જયા ત્યાં કોઈ મોટા અધિકારીઓ આવે તો તેમની સાથે આગળની હરોળમાં ખુરશી પર મોટો સેવાભાવી હોય તેમ ગોઠવાઈ જાય છે. હકીકતમાં ગાંધીધામ સંકુલની ભોળી પ્રજાએ પણ હવે જાગવુ જોઈએ, અને આવા આંખલાછાપ શખ્સને ઓળખી લેવો ઘટે. જે રીતે વડોદરામાં થવા પામયુ છે તે જ રીતે ગાંધીધામ સંકુલમાં પણ આવા બની બેઠેલા આંખલા છાપ તત્વોના પણ એમ્બયુલન્સના બહાને ચાલતા લુંટ-ફાંટના સાધનો-દુકાનો મામલે પણ પોલીસ અને આરટીઓ તંત્ર તપાસ કરે તો ભાંડાફોળ થતા વાર નહી થાય અને જો એમ થાય તો કઈક ભોળી અને નીદોર્ષ દર્દી પ્રજાઓને પણ આવા તત્વોના ચુંગાલમાથી મુકતિ મળવા પામશે તેની સાથેોસાથ જ હોસ્પિટલનીબહાર જેઓ સાચી રીતે એમ્યુલન્સ રાખી અને દૃદીની સેવા કરવા માંગી રહ્યા છે તેઓને પણ સ્થાન મળવા પામી શકે તેવુ સંકુલનો પ્રબદ્વવર્ગ કહી રહ્યો છે.

Comments