Trending News
સ્થાનિક સમાચાર

સાયલા નજીક કાર અકસ્માતમાં દોઢ વર્ષના બાળકનું મોત

15 May


કચ્છમાં નેવીમાં ફરજ બજાવતા પિતા અમદાવાદ તરફ જતા હતા ત્યારે અકસ્માત થયો’


સુરેન્દ્રનગર : કચ્છમાં નેવીમાં ફરજ બજાવતા સહદેવસિંહ જાડેજાને સુરેન્દ્રનગરથી અમદાવાદ જતા સાયલા નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં તેમના પુત્રનું અવસાન થયું હતું અને તેમને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ક્ષત્રિય પરિવારને અકસ્માત થતાં દોઢ વર્ષના એકના એક દીકરાનું મોત થતાં અરેરાટી વ્યાપી હતી. આ બનાવની વિગત મુજબ કચ્છમાં નેવીમાં ફરજ બજાવતા અને જોડિયા તાલુકાના ખીરી ગામના સહદેવસિંહ મંગળસિંહ જાડેજા બુધવારે બપોરે કાર લઈને તેમના પત્નિ રશ્મિબા, દીકરા કૃષ્ણદેવસિંહની સાથે અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સાયલાના ગોસળ ગામ પાસે અચાનક આઇસર સાથે અકસ્માત સર્જાયો હતો. આ બંને વાહનોની સ્પીડના કારણે અકસ્માત થતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
 આ અકસ્માત સર્જાતા તાબડતોબ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ધજાળા પીએસઆઇ એસ.પી. ઝાલા, રણછોડભાઈ ભરવાડ સહિતના પોલીસકર્મીઓ પસાર થતાં 
પીએસઆઇએ ઇજાગ્રસ્તો સાથે પોલીસને સાયલા દવાખાને મોકલ્યા હતા. કારમાં બેઠેલા દોઢ વર્ષના કૃષ્ણદેવસિંહને માથાના ભાગે ગંભીર ઈજા થતાં વધુ સારવાર મળે તે પહેલા મોત થયું હતું. સહદેવસિંહ અને તેમના પત્નિને સુરેન્દ્રનગર ખસેડાયા હતા.વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. બનાવના પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.  આ ઘટનાની જાણ થતાં કચ્છમાં બહોળો મિત્ર વર્તુળ ધરાવતા સહદેવસિંહ જાડેજાના શુભચિંતકો હોસ્પિટલ દોડી ગયા હતા.

Comments

COMMENT / REPLY FROM