Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં નળ સે જળ યોજનાના કામો માત્ર કાગળ પર : કરોડોના બીલો ઉધારનાર સામે કેમ ન કરાય ફોજદારી..?

14 May

મનપા તંત્ર બન્યુ, હવે તો લાલઆંખ થવી જ ઘટે..!



કેન્દ્ર સરકારની ઘરોઘર પાણી પહોચાડવાની મહત્વકાંક્ષી યોજના પર ગાંધીધામ નગરપાલિકા કાર્યકાળ દરમ્યાન કોણે પાણી ફેરવી તોડયું? : વન-એ વિસ્તારમાં તો આ યોજના તળે કયાંય જોડાણો જ નથી અપાયા! અને કામ કર્યાના બીલો થઈ ગયા છે પાસ? કયા ઠેકેદારોએ કર્યા છે આવા અણઘણ કામો? આંખ મિંચીને આવા કામો પેટે બીલો મંજુર કોણે કર્યા? સરકારની સંપત્તી, પૈસાનો ગેરવલય કરાયો છે, માટે આવી ટોળકી સામે એફઆરઈઆર જ કરવી જોઈે દાખલ 

શહેર - સંકુલનો કોઈ જાગૃત નાગરીક કેમ આગળ નથી આવતો ? ટેન્ડરની શરતો અનુસાર કામો ન કરાયા હોય તો તે સરકારની સાથે રીતસરની છેતરપીંડી જ કહેવાય, ૪ર૦ આચરનારાઓને ઉઘાડા પાડી નશ્યત કરવા જ જોઈેએ



ગાંધીધામ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકાર છેવાડાના માનવી સુધી વિકાસનો સ્પર્શ અનુભવાય, માળખાગત સુવિધાઓ તમામ પુરતી મળે તે માટે ભગીરથ પ્રયાસો કરી રહ્ય છે, કરોડોના ભંડોળની ફાળવણી કરી અને લોકોને પાણી, સ્વચ્છતા,  જેવી પ્રાથમિક વસ્તુઓ પુરતી ઉપલબ્ધ થાય તે માટે નવી નવી યોજનાઓ અમલી બનાવી રહી છે, પરંતુ જાણે કે, આ જ સરકારના સરકારબાબુઓ અમુક ભ્રષ્ટ ઠેકેદારો સાથે મેળાપીપણાં કરી અને સરકારની આવી સુચારૂ યોજનાનો ઉદેશ્ય-સબોટેજ જ ભાંગી નાખતા હોય તેવા કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહેતા હોય છે. 
દરમ્યાન જ આવી જ એક સરકારી યોજનાનો કચ્ચરઘાણ ગાંધીધામ શહેર-સંકુલમાં નગરપાલિકાના સમયકાળ દરમયાન કાઢી નાખવામાં આવ્યો હોવાનો બળાપો સંકુલના લોકોમાથી ઉઠવા પામી રહ્યો છે. જાણકારોની વાત માનીએ તો ગાંધીધામ નગરપાલીકા હતી તે વખતે સરકાર દ્વારા અપાયેલ નળ સે જળ યોજના એટલે કે પ્રત્યેક વ્યકિતના ઘરમાં નળમાં પાણી આવતુ થાય તે માટેનું માળખુ વિકસાવવાના ભાગરૂપે યોજના બનાવવામા આવી હતી. પરંતુ ગાંધીધામ નગરપાલિકાના કાર્યકાળ દરમ્યાન આ યોજના જાણે કે માત્ર અને માત્ર કાગળ પર જ ચલાવાઈ હોય તેવો તાલ જ બની જવા પામ્યો હોવાનો બળાપો, સંકુલના લોકો દ્રારા દૃશાવવામાં આવી રહ્યા છે. 
વાત સહેજ વિગતે કરીએ તો ગાંધીધામ નગરપાલિકાને નળ સે જળ યોજના માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ આ શહેરમાં આ ગ્રાન્ટ જાણે કે ગેરવલય ગઈ હોય તેવી રીતે શહેરમાં કામો આદરાયા છે. જે ઠેકેદારોને આ કામોની જવાબદારી અપાઈ છે તે કામમાં શહેરના સેકટર એ-વન  વિસ્તારમાં તો જોડાણો જ અપાયા ન હોવાની મોટી ફરીયાદો સામે આવી રહ્યા છે. હવે વાલ્વથી જોડાણ જ જો ન અપાયા હોય તો નળમાં શુ તે ઘર સુધી પણ પાણી પહોચે કેવી રીતે? આવા કેાઈ પણ પ્રકારની ચકાસણીઓ કરાઈ નહી, અને ઠેકેદારોને સરકારની તિજોરીની રકમો પણ બીલ પેટે ઉધારી દેવામા આવી હોવાનુ કહેવાય છે. જો ખરેખર આવુ થયુ હોય તો કામ કરનાર ઠેકેદાર, અને તેના બીલો ઉધારનારા સરકારી બાબુઓ સહિતના સૌની સામે ફોજદારી જ દાખલ કરવી જોઈએ. સરકારી પૈસાનો ગેરઉપયોગ એટલે સરકારને જ મોટુ નુકસાન કહેવાય અને આવા કિસ્સામાં તો ચારસો વીસ તળે ફોજદારી ફરીયાદ જ દાખલ કરવી જોઈએ. ઠેકેદાર પાસેથી અધુરા કામો પુરા કરાવવા જોઈએ અથવા તો કામમાં આચરેલી ગેરરીતીઓના પગલે તગડી રકમની પેલન્ટી ફટકારી રીકવરી કરવી જોઈએ અને ફરજમાં બેદરકારી દાખવનાર સરકારી બાબુ-કર્મી-અધિકારીઓ સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવી જ ઘટે તે જ સમયતો તકાજો બની રહ્યો છે. 

..........

Comments

COMMENT / REPLY FROM