ભારત-પાક યુદ્ધ બાદ કચ્છીમાડુઓ હજુ કરજો આટલુ કામ : તુર્કિ-ચાઈનીઝ-અજરબેઝાનનો કરો સદંતર બહિષ્કાર..!
યાદ રાખજો..,યુદ્ધ માત્ર સરહદો પરથી જ નથી લડાતુ.!
વિશ્વ સમુદાયને મોટી રાહત આપી જાય તેમ આતંકનો સફાયો કરવા ભારતે જે નૃતેત્વપૂર્વક લડાઈ આદરી તેમાં ભારતની પડખે-ટેકો આપવાના બદલે પાકીસ્તાનની બખોલમાં સમાઈ ગયેલા ડ્રેગન-ચીન, તુર્કી અને અઝરબેઝાનને હવે તો આર્થિક કમર ભાંગવી જ રહી : સ્થાનિક પ્રવાસનને આપીએ મહત્વ, કચ્છમાં આજથી દાયકા પહેલા શું હતુ? આજે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા, વિશ્વ પ્રવાસનનુ તોરણ બની ચૂકયુ છે કચ્છ, જોઈ જોઈને થાકી જવાય તેટલા પ્રવાસન આકર્ષણો વિકસી ગયા છે, તો પછી તુર્કી-બાકુ-અઝરબેજાન જવુ જ શું કરવા?
જાણે અજાણે, હજુ પણ ભારતીયો-કચ્છીઓ-ગુજરાતીઓ તેમના ઘરમાં અનેકવીધ ચાઈનિઝ વસ્તુઓ લાવી રહયા છે અને ચીનને આર્થિક મોરચે કરી રહ્યા છે મજબુત : યુદ્રવિરામ થયા બાદ એકાએક ઉશ્કેરણી કરવમાાં ચીનનો જ હતો મોટો હાથ, કચ્છમાં જે ડ્રોન પડયા છે તે પણ ચીની-તુર્કી બનાવટના યાહયા-યાહયા તથા કેન્વાસા ડ્રોન જ હતા, આ બધુ કદાપી ભુલી ન શકાય : ચીનની વસ્તુઓના વિકલ્પો ન હોય તો પણ ચીની બનાવટ વગર જ ચલાવતા શીખો, તે જ દેશભકિત જ કહેવાશે
તુર્કી કેટલુ અહેસાન ફરામોશ(નમકહરામ) છે, નફફટ છે, ભુકંપમાં સોથી પહેલા ઓપરેશન દોસ્તી અભિયાન ભારતે શરૂ કરી રાશન સહિતની વસ્તુઓ પહોચાડી, વારો તૂર્કિનો આવ્યો તો તેણે ભારત પર કેન્વાસા ડ્રોન પાકીસ્તાન મારફતે વરસાવ્યા..! આવા રાષ્ટ્રોને હવે કચ્છીજનો માફ જ ન કરાય !
કેન્દ્ર સરકારે પણ એલટીસી યોજનામાં પણ હવે કરવો જોઈએ ફેરફાર : એલટીસી વિદેશ પ્રવાસોના ભાડા-ભથ્થાઓ માન્ય ન ગણવા જોઈએ, સ્થાનિક પ્રવાસ -પર્યટન સ્થળો માટે જ એલટીસીનો લાભ કરવો જોઈએ લાગુ
ગાંધીધામ : ભારત અને પાકીસ્તાન વચ્ચે તાજેતરમાં જ કથિત યુદ્ધની સ્થિતીનું નિર્માણ થવા પામી ગયુ હતુ. કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ ભારતના નીદોર્ષ ર૬ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ મોદી સરકારે પણ પાકીસ્તાનમાં ઉછરી રહેલા આતંકીઓને શોધી શોધીને માટીમાં ભેળવી દીધા છે. બન્ને દેશો વચ્ચે યુદ્ધવિરામની સહમતી પણ સંધાઈ ગઈ છે. હવે ધીમે ધીમે બધુ થાડે પડી રહ્યુ છે ત્યારે સરહદી ક્ષેત્રના જાણકારો કચ્છી પ્રજાને કોલ આપતા કહી રહ્યા છે કે, આ યુદ્ધ બાદ હવે પ્રાથમીકના ધોરણે જો આપણે દેશ પ્રથમની ઉકિતને ખરેખર સાર્થક કરાવવા માંગતા હોઈએ તો આ યુદ્ધમાં નાપાક આતંકીીસ્તાન મુલકની પડખે રહેનારા તુર્કિ-ચીન અને અઝરબેઝાન જેવા રાષ્ટ્રોનો આપણે સંદતર બહિષ્કાર કરી જ દેખાડવો પડશે.મિત્રો, યુદ્ધ માત્ર સરહદ પર જઈને જ લડાતા હોય છે તેમ નથી હોતુ. એક સાચા દેશવાસી, નૈતિક નાગરીક તરીકે પણ આપણે સરકાર અને સૈન્ય બળની મદદે-વહારે આવી જ શકીએ છીએ.યુદ્ધ તો કદાચ હાલ પુરતું અટકી ગયુ છે પરંતુ ભારતના સૌથી મોટા દુશ્મન દેશ પાકીસ્તાનને ભારત વિરોધમાં મદદગાર તરીકે ખુલ્લીને ઉભા રહેલા રાષ્ટ્રોને હવે શબક શિખવાડવાની ફરજ આપણા સૌની બની રહી છે. આપણે સૌએ હવે ચીન-તુર્કિ અને અજરબેઝાન જેવા દેશોની આર્થીક મોરચે સ્ટ્રાઈક કરી દેખાડવાની છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો વિશ્વ સમુદાયને મોટી રાહત આપી જાય તેમ આતંકનો સફાયો કરવા ભારતે જે નૃતેત્વપૂર્વક લડાઈ આદરી તેમાં ભારતની પડખે-ટેકો આપવાના બદલે પાકીસ્તાનની બખોલમાં સમાઈ ગયેલા ડ્રેગન-ચીન, તુર્કી અને અઝરબેઝાનને હવે તો આર્થિક કમર ભાંગવી જ રહી.ઉપરાંત જાણે અજાણે, હજુ પણ ભારતીયો-કચ્છીઓ-ગુજરાતીઓ તેમના ઘરમાં અનેકવીધ ચાઈનિઝ વસ્તુઓ લાવી રહયા છે અને ચીનને આર્થિક મોરચે મજબુત બની રહ્યા છે. ચાઈનીઝ વસ્તુઓના આયાતકાર તરીકે વીશ્વના ટોપ રાષ્ટ્રોમાં ભારતનો નંબર આવી શકે તેટલી હદે તકલાદી ચીની વસ્તુઓ આપણે મંગાવી રહ્યા છીએ. અહી એ ન ભુલવુ જોઈએ કે, યુદ્રવિરામ થયા બાદ એકાએક ઉશ્કેરણી કરવમાાં ચીનનો જ હતો મોટો હાથ, કચ્છમાં જે ડ્રોન પડયા છે તે પણ ચીની-તુર્કી બનાવટના યાહયા-યાહ્યા તથા કેન્વાસા ડ્રોન જ હતા, આ બધુ કદાપી ભુલી ન શકાય.
આ બન્ને રાષ્ટ્રોને હવે પ્રત્યેક કચ્છવાસીઓએ પણ તેની ચીજવસ્તુઓ અને પ્રવાસનનો ખુલ્લેઆમ મોટાપાયે બહિષ્કાર કરી અને ફટકો આપી જ દેખાડવો ઘટે. અહી વધારે મોટી વાત તો એ છે કે, તુર્કી તો પાકીસ્તાન કરતા પણ વધારે નગુણીયું અને નફફટ નીકળ્યુ છે. જયારે તુર્કીમાં મહાકાય ભુકંપ આવ્યો ત્યારે સૌથી પહેલા ઓપરેશન દોસ્તી ભારતે ચાલુ કર્યુ અને રાશન સહિતની જંગી મદદો તુર્કિ મોકલી હતી, જયારે તુર્કીનો વારો આવ્યો ત્યારે તેણે ભારત પર બોમ્મબારો વરસાવા, જાસુસી કરવા પાકીસ્તાનને આપ્યા ડ્રોન.., તુર્કીએ પોતાનુ કાર્ગો યુદ્ધ જહાજ પાકીસ્તાનની પડખે ઉભુ કરી દીધુ હતુ, હવે આવા નફફટ અને નમક હરામ તુર્કીને પ્રવાસન સહિતના ક્ષેત્રે સૌએ આપવો જોઈએ તગડો ઝટકો. તુર્કિ-અજરબેઝાન-બાકુ જેવા વિસ્તારો કચ્છ -ગુજરાતીઓના પ્રવાસનની રહેતી હોય છે પસંદગી, પાછલા છ વર્ષમાં અજરબેઝાનના પ્રવાસનમા ૬૮ટકાનો આવ્યો છે ઉછાળો, તુર્કી ભારત-ગુજરાત-કચ્છમાથી ૪૦૦૦ કરોડની આર્થિક આવક ધરાવી રહ્યુ છે. ઓલ ઈન્ડીયા ટુર ઓપરેટર દ્વારા તો આવા પ્રવાસોના
પ્રમોશનોનો બહિષ્કારની જાહેરાત કરી જ દીધી છે, ત્યારે હવે કચ્છવાસીઓ આપણે સૌ પણ સ્વયં ભુ આ બાબતે જાગૃતી દાખવી અને આ બન્ને દેશોને પાકીસ્તાનને મદદ કરવાની સાચી સજા ફટકારી દેખાડીએ.
..........

Comments