રાપરના પ્રાગપર પાસે લોખંડના સળિયા ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું
રાપર : તાલુકાના પ્રાગપર નજીક આજે લોખંડના સળિયા ભરેલું ટ્રેક્ટર પસાર થતું હતું ત્યારે કોઈ કારણોસર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. ઘટના સ્થળે લોકો ભેગા થઈ ગયા હતા અને વાહન વ્યવહાર પૂર્વવત કરવાની દિશામાં પગલાં ભરાયા હતા. ટ્રેકટરની ટ્રોલીમાં મોટા પ્રમાણમાં લોખંડના સળિયા ભરેલા હતા. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સંભવતઃ રસ્તો ચડતી વખતે કાબુ ન રહેતા બનાવ બન્યો હોવાનું ચર્ચાયું હતું. અલબત્ત રાપર પોલીસમાં કોઈ સત્તાવાર નોંધ થઈ ન હતી.

Comments