Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝ-મુંદરામાં પ્રતિબંધિત ગારનેટના કૌભાંડીઓમાં પુનઃ સળવળાટ : કસ્ટમ-ડીઆરઆઈ કેમ અંધારામાં?

13 May

યુદ્ધના તનાવમાં પાક.ના મદદગાર ચીનને કોણ બનાવે છે હજુય મજબુત?





લાલ પથ્થર-રેતી-ગારનેટ ભારતમાં રેર અર્થ મીનરલની યાદીમાં મુકાયેલ છે, તેની નિકાસ પર પ્રતિબંધ જ લગાવેલ છે, ઉપરાંત પણ એબ્રેસીવ ડીકલેર કરી અને તેની આડમાં ગારનેટનો જથ્થો મોટી માત્રામાં નિકાસ કરનારી ટોળકીમાં પુનઃ સળવળાટ શરૂ થયો હોવાની ચકચાર


નોધનીય છે કે થોડા સમય પહેલા જ મુંદરા પોર્ટ પરથી એજન્સીએ ૧૪૦ ટન જેટલા માતબર ગારનેટનો જથ્થો સિઝ કર્યો હતો, જેની ઉંડી તપાસ ચાલી હોવાનુ કહી અને પડદો જ પડી ગયો, તો વળી કાસેઝમાં પણ બેથી વધુ યુનિટ પર ગારનેટ મામલે ડીઆરઆઈએ કસ્યો હતો ગાળીયો, પરંતુ અહી પણ કડકકાઈ કે કાર્યવાહીના નામે સર્જાયા છે રહસ્યના આટ્ટાપાટ્ટા, દરમ્યાન જ ફરીથી આ ગારનેટ દાણચોર નિકાસકાર ટોળકી ફરી એકશનમાં આવી હોવાની છે ચર્ચા

ખોટલે મોટી ખોટ : રાજસ્થાન-દિલ્હી સહિતના મોટા માથાઓ ગારનેટની ગેરકાયદેસર નિકાસમાં છે માસ્ટરમાઈન્ડ, કસ્ટમના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી વિના પણ આવી નિકાસ કરવી સંભવ નથી? ચાઈનાના ઉદ્યોગોમાં ગારનેટની છે તાતી જરૂરીયાત, દેશમાં અછત છે, પ્રતિબંધ છે, અને મોટામોટામાં દુશ્મન દેશ ડ્રેગનને તે જ ખનીજ સંપદાની થઈ રહી છે મોટા પાયે લ્હાણી? : ગાર્નેટમાં સેલ્ફ સીલીંંગ કન્ટેઈનર જ વધારે પ્રમાણમાં કેમ હોય છે?


ગાંધીધામ : દુનીયાભરમાં વર્તમાન સમયે ભારત અને પાકીસ્તાન વચ્ચે છેડાયેલા યુદ્ધની સ્થિતીએ ભારત દ્વારા આતંકને ડામવાની દીશામાં લીધેલા પગલાઓની મો ફાટ પ્રશંસા કરવામા આવી રહી છે. ભારત સરકાર, વડાપ્રધાન, સૈનાના ઠેર ઠેરથી વખાણ થવા પામી રહ્યા છે અને ન માત્ર પાકીસ્તાન પરંતુ આ લડાઈમાં આતંકને છાવરવામાં સાથ આપનાર દેશો તુર્કી, અઝરબેઝાન અને ચીનના ચહેરાઓ પણ ઘણા બધા અંશે દુનિયા સમક્ષ વધુ એકવાર ખુલ્લા પડી ગયા છે. ભારત સરકાર દ્વારા તુર્કિ ચીનને ફટકા પર ફટકા આપવામ આવી રહ્યા છે ત્યારે બીજીતરફ ભારતની સુરક્ષા માટે અતિ મહત્વપૂર્ણ કહી શકાય તેવા પશ્ચીમ સરહદે આવેલા કચ્છ જિલ્લાના બંદરો પરથી એ જ નાપાક ડ્રેગન ચીનને કેટલાક સ્મગલર્સ ટોળકી દ્વારા પોતાના ગજવા ગરમ કરવા માટે મોટાપાયે મદદ થઈ રહી હોવા સમાન ચર્ચાઓ સપાટી પર આવવા પામી ગઈ છે. 
વાત સહેજ ફોડ પાડીને કરીએ તો કચ્છ-ગુજરાત અને ભારતમાં જે ખનીજને રેર અર્થ મીનરલની યાદીમાં મુકવામા આવ્યુ છે કે એટલે ભારત માટે અતિ જરૂરી અને ખુબજ હવે ઓછી માત્રમાં રહેલા ખનીજ ગારર્નેટ સેન્ડ, લાલ પથ્થર-રેતીની અહીથી દાણચોરી કરનારી ટોળકી ફરીથી મેદાનમાં આવી રહી હોય તેવો સળવળાટ ફેલાતો જોવાઈ રહ્યો છે. ભારતમાથી ગાર્નેટ એકસપોર્ટ પર બેન લદાયેલ છે પરતુ મિસડીકલેરેશન કરી અને તેની ગેરકાયદેસર મોટાપાયે નિકાસ થવા પામી રહી છે.  અહી યાદ અપાવી દઈએ કે થોડા સમય પહેલા જ મુંદરા બંદર પરથી ૧૪૦ ટન જેટલા અધ..ધ..રકમની ગાર્નેટ સેન્ડ એજન્સી દ્વારા પૂર્વ ચોકકસ બાતમીના આધારે સીઝ કરી ઝડપી પાડી હતી. ખુબજ મોટા અને ગંભીર પ્રકારના આ પ્રકરણની તપાસ ચાલી રહી છે તેમ કહી અને જાણે કે હવે તેના પર પડદો જ પડી જવા પામ્ય હોય તેમ કોઈ મોટી ધાક બેસાડતી કાર્યવાહી આ કેસમાં જોવા મળી ન હતી. ઉપરાંત તેની સાથોસાથ જ એજન્સીએ કાસેઝમાં પણ ગાર્નેટના બેથી વધુ યુનિટ પર તવાઈ બોલાવી હતી તેમાં પણ કાર્યવાહીને લઈને કોઈ જ ફોડ પાડવામા હજુ સુધી નથી આવી તે વચ્ચે જ ફરીથી કાસેઝથીલઈ અને મુંદરા સુધીમાં ગાર્નેટની દાણચોરી કરનારી ટોળકીમા ફરીથી મોટો સળવળાટ સામે આવા પામી રહ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે, કસ્ટમ સહિતની એજન્સીઓના અમુક બની બેઠેલા ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગત વિના આવા કૃત્યોને અંજામ આપી શકાતો નથી. થોડા સમય માટે લાલરેતી-પથ્થરના આ દાણચોરો શાંત રહ્યા બાદ ફરીથી કચ્છમાથી આ પ્રકારની નિકાસ માટે કળ વાળી રહ્યા હોવાનુ ચર્ચાય છે. અહી હાલમાં ચિંતાની વાતએ છે કે તાજેતરમા જ ભારત દ્વારા પાકીસ્તાનન સાથે જે યુદ્ધ છેડાયુ તેમાં આતંકવાદીઓને મદદે જે રાષ્ટ્ર પગ ખોડીને ઉભુ રહી ગયુ તેમાનુ એક ચીન હતુ. અને આ લાલ પથ્થર-લાલરેતીની સૌથી વધુ જરૂરીયાત ચીનના ઉદ્યોગોને જ રહેલી છે અને ત્યા જ ગેરકાયદેસર રીતે નિકાસ કરવામા આવી રહી છે. તયારે કચ્છમાથી નાપાક ડ્રેગનને ખુલ્લીને આવી રીતે કોણ મજબુત બનાવી રહ્યુ છે તે મામલે વેળાસર જ ઉચ્ચ એજન્સી દ્વારા તપાસ થવી જોઈએ.

..............


આરઈએમ (રેરઅર્થ મીનરલ) લેબ
મદ્રાસની પરવાનગીની ઐસીતૈસી


ગાંધીધામ : ઉલ્લેખનીય છે કે, મોટાભાગે ચીની ઉદ્યોગમાં આ ખનીજ એટલે કે ગાર્નેટની માંગ છે. આ કન્ટેનરમાં બેન્ટોનાઇટ પાવડર હ્રોવાનું અને તે ગલ્ફ દેશોમાં જતો હ્રોવાનું દર્શાવવામાં આવતુ હોય છે. પરંતુ જો તપાસ કરવામા આવે તો જમ્બો બેગમાં બેન્ટોનાઈટના બદલે ગાર્નેટનો જથ્થો જ ઠલવાતો હોવાનુ સામે આવી શકે તેમ છે. લાલ રેતીએ એબ્રેસિવ, 
પોલીસીંગ, કટિંગમાં ઉપયોગમાં લેવાય છે અને ચીનમાં વધુ માંગ છે. પરંતુ ભારતમાંથી જેમની પાસે પરવાનગી હ્રોય એ જ નિકાસ કરી શકે છે. આરઈએમ મદ્રાસ લેબની મંજુરીઓ લેવી ફરજીયાત છે. હાલમાં આવી મંજુરીઓ મેળવાઈ છે કે નહી? તે પણ તપાસ કરવી જોઈએ. 

.........


રાજસ્થાન-દિલ્હી શખ્સો ગાનેટ દાણચોરીમાં છે મુખ્ય સુત્રધારો


કાસેઝ-મુંદરા-કંડલા કસ્ટમ-ડીઆરઆઈની ટુકડીઓ રાખે બાઝ નજર : બેન્ટોનાઈટ નિકાસ દેખાડેલા ઝોનના કન્ટેનરો-ગુજરાત બહારની પાર્ટીના હોય તેને રાખો રડારમાં, ગાર્નટ સ્મગલીંગનો મોટો ખુલાસો થાય



ગાંધીધામ : કચ્છના બંદરો તથા ઝોન મારફતે ગાર્નેટની જે દાણચોરી એબ્રેસીવ દર્શાવીને કરવામાઆવી રહી છે તેમાં ખાસ કરીને ગુજરાત બહારની ગેંગની સંડોવણી રહેલી હોવાનુ મનાય છે. અહી યાદ અપાવી શકાય કે, ૧૪૦ ટન ગાર્નેટનો જથ્થો મુંદરામાથી પકડાયો હતો તે વખતે પણ તેમાં લાલરેતીનો જથ્થો રાજસ્થાનથી મુંબઈના શીપમેન્ટ દ્વારા કરવામા આવ્યો હતો. 

.........

Comments

COMMENT / REPLY FROM