Trending News
સ્થાનિક સમાચાર

પાકિસ્તાનના સમર્થનમાં સ્ટેટસ મુકનાર ઈસમને  ભુજ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો

12 May



સોશિયલ મીડીયા પર બોર્ડર રેન્જ પોલીસની બાજનજર


ભુજ : હાલમાં સર્જાયેલી પરિસ્થિતિ અનુસંધાને સોશિયલ મીડિયામાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા બાજનજર રાખવામાં આવી રહી છે. જે અનુસંધાને બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસને માહિતી મળી કે ભુજના સંજોગનગરમાં આવેલ તયબાહ ટાઉનશીપમાં રહેતા ર૬ વર્ષિય અનીશ આબીદ અલી ભાન નામના શખ્સે પોતાના સોશિયલ મીડિયામાં પાકિસ્તાનના સમર્થનમાં સ્ટેટસ મુકી અલગતાવાદી પ્રવૃતિને પ્રોત્સાહન તેમજ ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડીતતાને ભયમાં મુકવાનું કૃત્ય કર્યું હતું. હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલીસીસના આધારે બોર્ડર રેન્જ પોલીસ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. 
તેની સામે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં સાયબર ક્રાઈમ પીઆઈ એલ. પી. બોડાણા, પીએસઆઈ કે. એમ. રાઠોડ અને સ્ટાફ જોડાયો હતો. તેમજ ખાસ અપીલ કરતા પોલીસ દ્વારા જણાવાયું છે કે, બન્ને દેશો વચ્ચે વર્તમાન પરિસ્થિતિ અનુસંધાને સોશીયલ મીડીયાના માધ્યમથી દેશ વિરૂદ્ધ ખોટા પ્રોપગેંડા, ખોટા સમાચાર, સોશીયલ મીડીયામાં ફેલાવતા ઈસમો અને ખોટા સમાચાર વાયરલ કરનારા પર નજર રાખવામાં આવી રહી છે. જાગૃત નાગરીકોના ધ્યાને આ બાબત આવે તો નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. 

Comments

COMMENT / REPLY FROM