Trending News
સ્થાનિક સમાચાર

ઈન્ડો-પાક સીઝફાયર : કંડલા અરેપોર્ટ પણ પુનઃ ધમધમ્યું

12 May


તનાવપૂર્ણ સ્થિતીમાં ખાનગી ફલાઈટનું ઉડ્ડયન કરાયુ હતુ બંધ : સતર્કતા-ચોકસાઈ અને સલામતી વ્યવસ્થાઓ સાથે પોર્ટ થયું રાબેતામુજબ, જો કે મુંબઈથી ભુજ વચ્ચેની સ્પાઈસ જેટની ફલાઈટ આજે રહી રદ્દ : આવતીકાલથી ભુજથી મુંબઈ અને દિલ્હીની ફલાઈટ થશે શરૂ : નવિન સાગર (ડાયરેક્ટર, ભુજ એરપોર્ટ)


ગાંધીધામ :  ભારત અને પાકીસ્તાન વચ્ચેની કથિત યુદ્ધની સર્જાયેલી સ્થિતીને જોતા અગમચેતીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારાવિવીધ પગલાઓ લેવામા આવ્યા હતા. જેમાં દેશના મહત્વપૂર્ણ અને વ્યુહાત્મક વિમાનીમથકોને પણ બંધ કરી દેવામા આવ્યા હતા અને અહીની સુરક્ષા વ્યવસ્થાઓ વધારે જડબેસલાક કરી દેવાઈ હતી. જેમાં પૂર્વ કચ્છમાં આવેલા કંડલા વિમાનીમથકને પણ બંધ કરી દેવાયુ હતુ. દરમ્યાન જ ભારત અને પાકીસ્તાન વચ્ચે સિઝફાયર યુદ્ધવિરામ થવા પામી જતા હવે વિવિધ એરપોર્ટસને વધારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ સાથે ફરીથી ઓપરેશનમાં લાવવામા આવી રહ્યા છે. દરમ્યાન જ કંડલા એરપોર્ટના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહીતી અનુસાર કંડલા એરપોર્ટ પણ રાબેતામુજબ સિવિલયનો માટે તથા ખાનગી ફલાઈટની જે ઉ્‌ડડયન હતા તેના માટે ખુલ્લુ મુકવામા આવી ચુકયું છે. જો કે, કંડલા વિમાની મથકે મુંબઈ-ભુજ વચ્ચે એક જ સ્પાઈસ જેટની ખાનગી ફલાઈટ આવતી હોય છે જે આજે રદ રહેવા પામી છે. 
ભુજ એરપોર્ટના ડાયરેક્ટર નવિન સાગરે જણાવ્યું હતું કે, એરપોર્ટ અથોરિટી ઈન્ડિયા દ્વારા મળેલી સૂચનાના પગલે એરપોર્ટ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. હાલે એરપોર્ટ ઓથોરિટી અને એર ઈન્ડિયા વચ્ચે બેઠક ચાલી રહી છે. સભંવતઃ આવતીકાલથી ભુજ એરપોર્ટથી મુંબઈ અને દિલ્હીની વિમાની સેવાઓ ફરીથી શરૂ થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

.........

Comments

COMMENT / REPLY FROM