Trending News
સ્થાનિક સમાચાર

સરહદના સંત્રીની સૌએ ભજવી નિર્ણાયક ભુમિકા : હજુ ચેતતા રહેજો.!

12 May



અભિનંદન છે સમગ્ર ટીમ કચ્છને..! યુદ્ધની સ્થિતીમાં ફરજ સાથે દેશભકિતના કરાવ્યા અનોખા દર્શન.! : કચ્છીજનોને પણ ધન્યવાદ.!


કચ્છના પ્રભારી સચિવ હર્ષદ પટેલ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ટીમ કલેટકર-આઈજી-બન્ને જિલ્લાના એસપીશ્રીઓએ 
રાત-દીવસ જોયા વગર સંભવત કટોકટીની સર્જાયેલી સ્થિતીમા ખડેપગે રહ્યા તૈનાત : અદમ્ય સંકલન સાથે તનાવપૂર્ણ સ્થીતીમાં પણ શાંતિ-સોહાર્દ-કાયદો-વ્યવસ્થા- તથા જિલ્લાવાસીઓની સલામતીને રાખી કાયમ

કુતરાની પુછડી વાંકી તે વાકે...આ ઉકિત આતંકીસ્તાન મુલક માટે એકદમ ખરી ઉતરે છે, અત્યારે શાંતિ સ્થપાયેલી છે, પરંતુ ગાફેલ ન રહેજો, ગમે ત્યારે પીઠમાં ઘા કરી શકે છે આ નાપાક મુલક

બસ હવે, આપણે ચીન અને તુર્કીને પણ ભારતવાસીઓની તાકાતનો દેખાડીએ પરચો, આ બન્ને રાષ્ટ્રોને જરા સહેજ પણ માફ ન કરાય! આ દેશોને આર્થીક મદદ થાય તેવુ કોઈ પણ દેશવિરોધી કૃત્ય હવે જાણતા કે અજાણતા આપણે ન કરીએ, આ રાષ્ટ્રોની આર્થીક કમર ભાંગીને દેશસેવાનુ કાર્ય કરી ભારતને વધુને વધુ મજબુત બનાવીએ.. જય હિન્દ.!


ગાંધીધામ : સમગ્ર વિશ્વને ત્રાસવાદની નાગચુડમાં ફસાવવા માંગતા આતંકીસ્તાન મુલક પાકીસ્તાનને ભારતની સામે પંગો લેવો આ વખતે ઘણો જ ભારે પડી ગયો હોવાની સ્થિતી કચ્છથી લઈ અને કન્યાકુમારી-કાશ્મીર સુધી આપણે સૌએ નિહાળી છે. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો કરી ર૬ લોકોને મોતને ઘાટ નિર્મમ રીતે આતંકવાદીઓએ ઉતારી અને જાણે કે આખેઆખા પાકીસ્તાનના અસ્તિત્વ પર જ ખતરો ઉભો કરી લીધો હોય તેવી રીતે આ વખતે મોદી સરકાર, ભારતીય સૈન્ય દળ અને સમગ્ર દેશવાસીઓના જોમ-જુસ્સાભર્યા રાષ્ટ્રપ્રેમે નાપાક મુલકને તાકાતન પરચો આપી જ દીધો છે. રાષ્ટ્રપ્રેમની વાત આવતી હોય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ભારતના પશ્ચીમ છેવાડે આવેલા કચ્છ જિલ્લા, કચ્છના વહીવટીતંત્ર, સૈન્ય બળ અને સરહદના સંત્રી સમાન કચ્છીમાડુઓની રાષ્ટ્રભકિતની વાત ન આવે તેવુ બને ખરૂ..! ભારતે પાકીસ્તાનને આ વખતના આંશીક લડાઈમાં જ ધ્વંસ્ત કરી દીધુ છે, પાકીસ્તાને ખાસ કરીને કાશ્મીર, કચ્છ-પંજાબને વધારે નિશાન કર્યુ હોય તેવુ વલણ આ વખતે જોવા મળ્યુ છે. પરંતુ ભારતીય જાબાંજ સેનિકોએ પાકીસ્તાના પ્રત્યેક ઘાને નિષ્ફળ બનાવી અને તેને પીછેહઠ કરવા મજબુર કરી દીધું છે. સરકાર દ્વારા નીતીવિષયક રીતે અને સૈન્ય દ્વારા સરહદ પર અપ્રતિમ સાહસ અને બહાદુરી દર્શાવાઈ જ છે પરંતુ અહી જયા સુધી કચ્છની વાત છે તો કચ્છના પ્રભારી સચિવ શ્રી હર્ષ પટેલના નેતૃત્વમાં કચ્છ કલેકટરની આખેઆખી ટીમ તથા પ્રદેશના મહામંત્રી અને કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ભાઈ ચાવડાના માર્ગદર્શન તથા નેતૃત્વમાં ટીમ કચ્છ એક બની અને અહી અભુતપૂર્વ્‌ સંકલન સાંધી દેખાડયુ છે અને સૌએ ફરજની સાથોસાથ દેશભકિતનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડયું છે. સ્થિતી તનાવપૂર્ણ બનતાની સાથે જ કચ્છના પ્રભારી હર્ષદ પટેલ અહી આવી પહોચ્યા, તેઓએ આપતકાલીન સ્થિતીમાં કેવી કેવી વસ્તુઓની પ્રાથમિક જરૂર પડશે તે બાબતે ધ્યાન આપ્યુ, જિલ્લાઓમાં રકતદાન કેમ્પો યોજાવી દીધા, આરોગ્યની સ્થિતીને વધારે મજબુત બનાવી, સ્થાનિક તંત્રની સાથે બેઠકોનો દોર લીધો, ખુટતી કડીઓ પુરાવી દીધી, તબીબી અછત, દવાઓના કવોટા પુરા કરાવી દીધા, સરહદી વિસ્તારોમાં જયા પણ નાપાક હુકલાનો ખતરો હતો ત્યાથી લોકોને સલામત સ્થળે મુકાવી દીધા, અનાજ-કરીયાણું પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવ્યુ, કચ્છ કલેકટરશ્રીના મારફતે સમયાંતરે મેસેજો વહેવડાવી અને લોકોને સાચી સ્થિતીથી અવગત કરાવ્યા, એટલે કચ્છીપ્રજામાં ગભરાટ-નાશભાગની સ્થિતી ન બને, બ્લેકઆઉટના નિયમોની અમલવારી માટે પણ સતત સમજણથી પ્રયાસો કર્યા, સામેપક્ષે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ કલેકટરની ટીમ દ્વારા પણ યુદ્ધની વણસતી સ્થિતીએ ભુજ સહિત કચ્છવાસીઓના સાચા સહકાર માટે બેઠકેાનો દોર હાથ ધરી દીધા, લોકોને, વ્યાપારી સંગઠનોને સામાજિક-સેવાભાવી સંસ્થાઓને મદદરૂપ બનવા સચોટ હાકલ કરી, જયા જરૂર પડી ત્યાં વિનોદભાઈ ચાવડાએ સરકાર તબક્કે પણ જરૂરી મેસેજ મોકલાવી કચ્છમાં જોઈતી જરૂરીયાતો મામલે પણ અવગત કરાવ્યા, મજાની વાત એ છે કે, ભુજ સહીત કચ્છની વેપારી સંસ્થઓ, સામાજિક, સેવાભાવી સંગઠનો પણ દેશદાઝની નીતીને અક્ષરસ અનુસરી અને જડબેસલાક સહકાર તંત્રને આપ્યો. જયા બજાર બંધ કરવાની કીધી ત્યાં સચોટ બજાર બંધ રાખી, જયા બ્લેકઆઉટનુ કહેવાયુ ત્યા સ્વયં ભુ કચ્છીજનોએ બ્લેકઆઉટ રાખ્યુ, એટલે ખરેખર આ યુદ્ધની સ્થીતીમાં સમગ્ર કચ્છની પ્રજાએ પણ જે સાણપણ દાખવ્યુ છે તે પણ ધન્યવાદને જ પાત્ર બની રહ્યું છે. અને એટલે જ કહેવુ પડે કે, અભિનંદન છે સમગ્ર ટીમ કચ્છને.

...........


વિવિધ સંગઠનો-સમાજો-સંસ્થાઓએ દાખવેલી રાષ્ટ્રસેવાની
આગોતરી ખેવના સરાહનીય : સૈન્ય બળનો વધાર્યો જુસ્સો



ભુજ લેવા પટેલની બબ્બે હોસ્પિટલો, કચ્છ પાટણ આહીર સમાજની સમાજવાડીઓ સાથે રહેવા-જમવાની વ્યવસ્થાઓની જાહેરાત, ઉપરાંત કચ્છમાં અનેક સંસ્થા-આઈએમએ દ્વારા રકતદાન સહિતની મદદની દર્શાવેલી તૈયારીઓની પણ નોંધ લેવી જ ઘટે




ગાંધીધામ : યુદ્ધ થાય તો તેમાં બેઉ પક્ષે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે, યુદ્ધમાં લાડુ કોઈએ ખાઈ લેવાના નથી હોતા, યુદ્ધ માત્ર સરહદો પરથી જ નથી લડાતા, ઘરે બેસીને પણ દેશને મદદરૂપ થઈ શકાય છે તેની ઉકિત પણ આ વખતે કચ્છમાં સંભવત સર્જાયેલી ટેન્સવાળી સ્થિતીએ વિવિધ સંગઠનો-સમાજો-સંસ્થાોએ દેખાડી છે અને આ તમામની રાષ્ટ્રસેવાની નોધ અહી લેવી જ જોઈએ. ભુજની લેવા પટેલ હોસ્ટપિલ પોતાના પ૦ બેડ રીઝવ રાખી અને સૈનેય તથા આમપ્રજાજનોને નીશુલ સારવારની જાહેરાત કરી, કચ્છ પાટણ આહીર સમાજે પણ તેમની સમાજવાડીઓ જરૂર પડે તો રહેવા-જમવા સહિતની વ્યવસ્થઓની તંત્રને જાણ કરી, આવી તો કચ્છમાં અનેક સામાજિક-વ્યાપારીક-ધાર્મીક સંસ્થાઓએ પહેલ કરી દેખાડી હતી. ખરેખર જયા આવા દેશભકતો રહેલા હોય તેની એક ઈંચ જમીન પણ દુશ્મન મેળવી જાય તે વાતમાં કાઈ જ સત્ય જણાતો નથી.

..........


કચ્છમાં તૈનાત આર્મી-બીએસએફ-એરફોર્સના જવાનોની

જાંબાજીની તો વાત જ શું કરવીઃ કાબીલેદાદ કહેવાય....!
ગાંધીધામ : પરમાણુ હુમલાની ગીધડ ધમકી આપનાર નાપાક આતંકીસ્તાનને તેમના ઘરમાં ઘુસીને ઠાર મારનાર ભારતીય સૈનાના ત્રણેય પાંખના જવાનોએ કચ્છમાં પણ અભુતપૂર્વ અને ઐતિહાસીક દેશસેવાના દર્શન કરાવ્યા છે. સંભવતિ યુદ્ધની સ્થિતીએ જે રીતે ભારતે નાપાક મુલકને સરહદી રાજયોમાથી જવાબો દીધા છે તેમાં કચ્છનો પણ સમાવેશ થાય છે. કચ્છયમાં નલીયા-ભુજ-કંડલા-મુંદરા-ખાવડા સહિતના વિસ્તારોને નાપાક મુલકે પોતાના મલિન ઈરાદાઓ પાર પાડવા તાર્ગેટ કર્યા પરંતુ તેઓ કયાંય ફાવ્યા નહી, નાપાક દેશના આતંકીઓ દ્વારા છોડવામ આવતા ડ્રોનને હવામાં જ ભારતીય સેનાએ તોડી પાડયા. કચ્છની સરહદ સલામત હાથોમાં જ રહેલી છે તેવુ અપ્રતિમ સાહસ, જીંદાદીલી-જોમ-જાબાંજી દેખાડનાર ભારતીય વાયુસેના, આર્મી, નેવી, બીએસએફ, સહિતની એજન્સીઓ કે જેણે આ તનાવપૂર્ણ સ્થિતીમાં ફ્રન્ટીયર તરીકેની ભુમિકા ભજવી દેખાડી છે તે સોની બહાદુરી અને જાબાંજી તો કાબીલેદાદ જ કહેવાય.

.........

Comments

COMMENT / REPLY FROM