ર૪ કરોડના કૌભાંડી ઠેકેદારને ગાંધીધામમાં વધુ ૮૦ કરોડના કામનો ઠેકો? પ્રજાના પૈસાનો બેફામ ધુમાડો !
મનપાના કાર્યદક્ષ આઈએએસ અધિકારી કમિશ્નરશ્રી કરાવે જાત તપાસ
૩૧ કરોડના શહેરમાં પીવાના પાણીની લાઈનો નાખવાના કૌભાંડની જે વરૂડી કન્સ્ટ્રકશન કંપની સામે લેખિત ફરીયાદો કરાઈ છે તેને જ ૮૦ કરોડના ગટરનું કામ પધરાવી દેવાયું..! નગરપાલિકા વખતે તો ચીફ ઓફીસર-પ્રમુખ અને કેટલાક મળતીયાઓનું રાજ હતુ, મનપામાં પણ શું આવી જ લાલીયાવાડી ચાલી રહી છે? : નિષ્પક્ષ એજન્સીને સ્વતંત્ર તપાસ સોપવામા આવશે તો આ પ્રકરણમાં ધણા બધા કાળા-ધોળા આવી શકે છે બહાર..? કઈકની ખુલી શકે છે સંડોવણી?
રીંગડા લઉ બે-ચાર, લઈ લેને
પાંચ-આઠ : જાણે કે કરીયાણુ વેંચાતુ હોય તેમ ગાંધીધામ મનપામાં પણ એક વિવાદીત ઠેકેદાર પાર્ટી પર અધિકારી-પદાધિકારીઓ મહેરબાન થયા છે કે શું?
પાણીની લાઈનના ૩૧ કરોડના કરેલા કામોમાં તપાસ કરાવો, ૧૦ ટકા માત્ર કામો કર્યા છે, બાકી બધુ કાગળ પર જ હશે, ટેન્ડરની જોગવાઈ અનુસાર કામો નથી થયા, ગુણવત્તા માત્ર નહી કવોન્ટીટી પણ આ પાર્ટી ખાઈ ગઈ છે, આજે ચકાસ કરવામા આવશે તો કામોમાં ઘણી બેદરકારી આવશે બહાર, અમે અનેક જગ્યાએ આ મામલે ફરીયાદ કરી છે, પણ કાર્યવાહીના નામે મીંડું જ છ, ર૪ કરોડનુ અંદાજીત કૌભાંડ છે : સોરઠીયા વ્રજલાલ દેવશી(સરકાર, મનપા સહિત ૧રથી વધુ વિભાગોમાં લેખિત ફરીયાદ કરનાર ફરીયાદી)
લેખિત ફરીયાદ મળેલી છે, થર્ડ પાર્ટીને ઈન્સપેકશન-તપાસનું કામ સોપીશું, બાદમાં ફરીયાદ આધારિત સત્ય કે અસત્ય ખ્યાલ આવી શકે, આ જ પાર્ટીને ગટરનુ કામ સોપાયુ તે જીયુડીસી સ્તરે-ગાંધીનગર કક્ષાએથી સોપાયું છે, અમારો કેાઈ રોલ તેમા નથી આવતો : ડે.કમિશ્નર, ગાંધીધામ મનપા
જયા જે ડાયામીટરની પાઈપો વગેર નાખવાના હતા તે ડાયામીટરના પાઈપો નાખવામાં જ આવ્યા નથી જે આજે પણ સામાન્ય ખોદકામ દ્વારા જોઈ શકાશે, તો પછી કાબેલ ઈજનેરોની ટીમ, જે તે વિસ્તારના બિનરાજકીય નાગરીકોની સમીતી બનાવવી અને મનપા તંત્ર સાથે મળીને સ્થળ તપાસ કેમ ન કરાવે? આટલુ કરશે તો પણ દુધનું દુધ અને પાણીનું પાણી થવા પામ જશે
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામને મહાનગરપાલીકાનો દરજજો મળતા હવે અહી કામો વધુ પારદર્શિતા સાથે થશે અને વધુ વિકાસકામો થશે તેવી આશાઓ લોકો સેવી રહ્યા હતા પરંતુ મનપા બન્યા બાદ પણ નગરપાલીકા સમયના જે ભ્રષ્ટચારના ભોરીંગ ખાધેલાઓ છે તેઓ હજુ પણ એક યા બીજીરીતે પ્રજાજનોના ટેક્ષના પૈસા અને સરકારની તિજોરી પર અધધ રકમની તરાપો જ માની રહ્યા હોય તેમ ઠેકેદારો સાથે મીલીભગત કરી અને ભ્રષ્ટચાર આચરી રહયા હોવાનુ સામે આવી રહ્યું છે.
આ વિષય અહી એટલા માટે સામે આવી રહ્યો છે કે, શહેર-સંકુલમાં પીવાના પાણીની લાઈનના ૩૧ કરોડના અપાયેલા કામોની ઠેકેદાર પાર્ટીએ લોટ પાણીને લાકડા જ કામોમાં કર્યા હોવાની લેખિત ફરીયાદ મનપા કમીશ્નરશ્રી સમક્ષથી માંડી અને સરકાર સુધી એક જાગૃત નાગરીક દ્વારા કરવામા આવી છે. કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયા, ગુજરાત રિઝનલ કેગ, પ્રિન્સીપલ એકાઉન્ટ જનરલ ઓડીટ, શહેરી વિકાસ મંત્રાલય, મ્યુનિશીપલ ફાયનાન્સ ડીપાર્ટમેન્ટ, અર્બન ડેવલપમેન્ટ કાર્પોરેેશન મ્યુનીશીલપ કમિશ્નર રાજકાટે, ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સ સહિતનાઓને જીણવટભરી વિગતો, આધાર પુરાવાઓ સાથે મોકલી આપી હતી. ફરીયાદી મે. સારઠીયા વ્રજલાલ દેવશીએ લેખિતમાં કરેલી ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, જય વરૂડી ઈન્ફ્રાકોમ પ્રા.લી.ને ગાધીધામ પાલિકા તરફથી શહેરી હદ વિસ્તારમાં પાણીની ડીઆઈ પાઈપલાઈન નાખવા માટે બે વર્ક ઓર્ડર કે જેમાં એક રૂ.૩૧,૪૦,૭૯૦૦૦નો અને બીજો રૂપીયા ૯,૩૬,૬૮૭નો આપવામા અવ્ય હતો. આ પૈકીના પ્રથમ ઓર્ડરમાં માત્ર સાત કરોડનું કામ દેખાડવા પુરતુ તથા ઉપરછલ્લુ થયુ હતુ. જયારે બીજા વર્ક ઓર્ડરમાં કોઈ કામ થયુ જ ન હતુ અને છતા પુરેપુરૂ ચુકવણું કરી દેવામા આવેલ હતુ. આ બાબતના તમામ પુરાવા અરજદાર પાસે છે અને તે પુરાવા સહિત સરકારશ્રીના વિવિધ સલગ્ન વિભાગોમાંજાણ પણ કરી દેવામા આવી હતી.
હવે સંકુલના જાણકારોમાં ઉઠતા સવાલોની જો વાત કરીએ તો ૩૧ કરોડ રૂપિયાનો ગાંધીધામ શહેરની લાઈફલાઈન જેવા પીવાના પાણીની પાઈપલાઈનના પ્રોજેકટમાં ભયંકર ભ્રષ્ટાચાર કરી અને પ્રજાને છત્તે પાણીએ પાણી માટે વલખા મારતા રાખી દીધા હતા તેવા ઠેકેદાર જય વરૂડી કન્સટ્રકશન કંપનીને ગુજરાત સરકારે વધુ એક મોટો પ્રોજેકટ ગાંધીધામ શહેરનો કરોેડોનો સોપી દીધો હોવાથી આંતરીક રીતે ભારે ઉહાપોહ જેવી સ્થિતી સાથે અનેક ગંભીર સવાલો ઉભા થવા પામી રહ્યા છે.
અહી ઉલ્લેખનીય છે કે, ૩૧ કરોડનું જે કામ આ પાર્ટીએ પીવાના પાણીનુ શહેરમાં કર્યુ છે તેને લઈને ર૪ કરોડથી વધુનું કૌભાંડ સૌ કોઈએ મેળાપીપણાં કરીને અંજામ આપી દીધો હોવાની નામજોગ ફરીયાદ વિવિધ તબક્કે, ઉચ્ચસ્તરે લેખિતમાં કરવામાં આવી ચૂકી છે. અને તેને લઈને જ ગાંધીધામ મનપા તંત્ર દ્વારા તપાસ પણ શરૂ કરવામા આવી છે તો અનેક જગ્યાએ એ પાણીની લાઈનોમાં લીકેજ પણ સામે આવવા પામી રહ્યા હોવાની સ્થિતી સર્જાવવા પામી ગઈ છે. આવામાં સવાલ ઉઠી રહ્યો છે કે ૩૧ કરોડના ખર્ચે પાણીની પાઈપલાઈન જે ઠેકેદાર દ્વારા નંખાઈ છે તેને લઈને અકલ્પનીય ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ફરીયાદ ગુજરાત સરકારના અલગ અલગ વિવીધ સલગ્ન વિભાગેામાં કરવામા આવેલી છે ઉપરાંત પણ અગમ્ય કારણોસર આ ભ્રષ્ટાચારની સાંઠગાંઠના ભાર નીચે ફરીયાદો દબાઈ જવા પામી છે કે કેમ? અહી પ્રજાજનોની સહનસશકિનની કસોટી કહો કે પછી તેમની લાગણીની મનપા તંત્ર ઠઠ્ઠા મશ્કરી જ કરી રહ્યુ હોય તેમ આ જ ઠેકેદારે ત્રણ ત્રણ વરસ થયા બાદ પણ પાણીની લાઈનો ને ટેસ્ટીંગ કરી કાર્યરત ના કરીઅને ગાંધીધામની પ્રજાને પાણી જેવી પ્રાથમિક જરૂરીયાથી પણ વંચિત રાખનાર એજન્સીને હવે ગટર લાઈનનો પ્રોજેકટ પણ આપી દીધો છે. અને તે કોઈ નાની સુની રકમનો નહી પણ ૮૦ કરોડનો પ્રોજકેટ અપાઈ ગયો છે? પાણીની લાઈનના ૩૧ કરોડમાથી ર૪ કરોડ કૌભાંડમાં જ જતા રહ્યા, તો ૮૦ કરોડમાથી કેટલી રકમના કામો થશે? જે થશે તે કેવા થશે? જાણકારો કહી રહ્યા છે કે, મહાનગરપાલીકાને મળેલા કાર્યદક્ષ આઈએએસ અધિકારી જો આવા પ્રકરણોનીતટસ્થ અને નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહી કરી દેખાડે તો પાણીની લાઈનના ટેન્ડરની શરતો, ફરીયાદની વિગતે ધ્યાને લઈ ક્રોસ કરાય તો કામ રાખનાર ઠેકેદાર, નગરપાલિકાના તે વખતના અધિકારી-પદાધિકરાીઓ તથા થર્ટ પાર્ટી ઈન્સપેકશ કરનારા સૌ કોઈની સાંઠગાંઠથી આચરાયેલા કરોડોના મોટા કૌભાંડનો પર્દાફાશ થવા પામી શકે તેમ છે. બીજીતરફ આ બાબતે ગાંધીધામ મનપાના ડે.કમિશ્નર સંજય રામાનુજને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આ પ્રકરણ તેઓના કાર્યકાળ સંભાળ્યા પહેલાનું છે, ફરીયાદ મળી છે અને તેના આક્ષેપો અનુસારની માહીતીનુ સત્ય જાણવા થર્ટ પાર્ટીથી થયેલા કામોનુ ઈન્સપેકશન કરાવીશુ અને જે તથ્ય સામે આવશે તે અનુસાર ચોકકસથી કાર્યવાહી કરવામાં આવશે. આવી પાર્ટીને વધુ ૮૦ કરોડના કામો આપી દેવાયા છે? તેનો જવાબ આપતા ડે.કમિશ્નરે કહ્યુ કે તે કામ ગાંધીનગર કક્ષાએથી અપાય છે અમારો તેમાં કોઈ જ રોલ હોતો નથી.
...........
કમિશ્નરશ્રી તપાસ કરાવે, કે નગરપાલિકાના
સમયકાળમાં કોણે કોણે આચરી ગોબાચારી ?
આ ઠેકેદારને મકાનોમાં જોડાણો પણ આપવાના હતા, પણ અમુક જ ઘરોમાં કનેકશનો અપાયા, મહત્તમમા નહી? કેમ કોઈએ જોયુ નહી? પ્રજાજનો જોડાણો કરાવતા ન હોવાના રોદડા રોઈને હાથ ઉચા કરનારા તંત્રના લાપરવાહોની ભુમિકા આવી રહી છે શંકામાં
તત્કાલીન ચીફ ઓફીસરની સામે જ કેમ ફેાજદારી રાહે પગલા ન લેવાય? સરકારી મિલ્કતોને નુકસાન પહોચાડનાર તત્વોની સાથે ભ્રષ્ટાચાર આચરનાર ચીફ ઓફીસરની સામે ભ્રષ્ટાચાર અધીનિયમ હેઠળ જ ફોજદારી રાહે કામ લેવુ જોઈએ..
ગાંધીધામ : આ ઠેકામાં ગાલમેલ આચરાઈ ત્યારે ચીફ ઓફીસર કોણ હતા? પ્રમુખ પદે કોણ સેવારત હતુ? ઈજનેર તરીકે કોણ ફરજ બજાવતુ હતુ? પાણી સમીતી ચેરમેન તરીકે કોણ ે સેવા બજાવી હતી? શું આ બધાયની મીલીભગત અને ભાગબટાઈથી આવા નબળા કામો વગર ટેસ્ટીંગ કરે સિકયુરીટી ડીપોઝીટ વહેલી જ પરત આપી દેવાઈ હતી? : મોટો સવાલગાંધીધામ : વરૂડી આઈ ઈન્ફ્રાકોમની સામે ૩૧ કરોડના કામોમાં લીંપાપોત્તીની ફરીયાદ સામે આવવા પામી રહી છે ત્યારે જાણકારો અહી સવાલ કરે છે કે, કમિશ્નરશ્રી તથા મનપાના અધિકારીઓએ તપાસ કરાવી જોઈએ કે, આ પ્રકરણ બન્યુ છે નગરપાલિકાના કયા સત્તાધીશોના સમયકાળમાં? પ્રમુખ કોણ હતુ? ચીફ ઓફીસર કોણ હતા? પાણી સમીતીના ચેરમેન કોણ રહ્યા હતા? થર્ટ પાર્ટી ઈન્સપેકશન કોણે કર્યુ છે તે વખતે? ટેસ્ટીંગ કર્યા વિના જ આ પાર્ટીની સીકયુરીટી ડીપોજિટ(જે કામ પાંચ વર્ષના મેન્ટેનન્સની શરત વાળુ છે)તે કોણે વહેલી રીલીઝ કરી દીધી? તેના પાછળનું કારણ શું હતુ? કોઈનું દબાણ કામ કરી ગયુ હતુ કે પછી બધાયની ભાગભટાઈ કદ પ્રમાણે અપાઈ ગઈ હતી?
...........
વરૂડી ઈન્ફ્રાકોમની એસડી કેમ ઝડપથી રીલીઝ કરી દેવાઈ ?
હવે સમસ્યાઓ થશે તો કોણ જવાબાદર? ખર્ચો કોણ ભોગવશે ?
ગાધીધામ : અહી એક મોટો બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન એ ઉભોથવા પામી રહ્યો છે કે, જે એજન્સીને આવા કામો સોપવામા અવે છે તે અંતર્ગત થતા કરારમાં કામ પૂર્ણ થયા પછી પાંચ વર્ સધી તેનુ મેન્ટનેન્સ એ એજન્સીએ જ કરવાનુ રહે છે જે માટે એજન્સી કાયદેસર રીતે લેખિત કરારથી બાહેંધરી આપીને બાધ્ય બનતી હોય છે. અને એ માટે તેણે જમા કરેલા ડીપોઝીટની રકમ પાંચ વર્ષની મુદત સુધી સિકયોરીટી ડીપોઝીટ તરીકે પાલિકાએ બેક ખાતામા અનામતરાખવાન રહે છે. જય વરૂડી ઈન્ફ્રાકામ પ્રા.લી.ને જો કે કામ પૂર્ણ થયેલ ન હોવા છતા ચુકવણુંકરી દેવાયા આવ્યા બાદ તેની પાસેથી લેવામા અવેલી સિકયોરીટી ડીપોઝીટની રકમ પણ પરત કરી દેવામા આવેલ હોવાનું જાણવા મળી રહયુ છે જો એ વાત સત્ય હોય તો પાંચ વર્ષના ગાળામાંકોઈપણ સમસ્યા આ કામમા સર્જાય તો તે માટે કોણ જવાબાદર હશે? શુ મહાનગરપાલીકા એ સમારકામનો અલગથી ખર્ચ કરશે? અને જાત ખર્ચ ભોગવશે કે પછી અન્ય કોઈ એજન્સીને કામ સોપી અને મનપાના ખાતામાથી તે ખર્ચને ઉધારવામા આવશે? આ બાબતે મનપા ડે.કમિશ્નરશ્રીએ કહ્યુ કે, અમારા પહેલાનું આ બધુ થયેલ છે, યોગ્ય તપાસ કરાવીશુ અને ધોરણસરની કાર્યવાહી જ કરવામા આવશે.
..........
ડે.કમિશ્નરશ્રીના નામે કોણ કરે છે ઉઘરાણા? કરાવો તપાસ
ગાંધીધામ મનપામાથીં જુના ખાધેલાઓને દુર કરો : નપામાં કામ
કરી ચુકેલા અમુક શહેર-સંકુલને વિકસીત બનવા જ નહી દે..!
નગરપાલીકાના ટોચના અધિકારીઓના નામે ટાગોર રોડ પર ઉઘરાણાં કરે છે કોણ? શહેરમાં બધેય દબાણો હટયા પણ ટાગોર રોડમાં બન્ને બાજુએ કેમ સર્જાયેલ છે દબાણોના ઘોડાપુર?પોલીસ પણ દબાણો દુર નથી કરતી, મનપા તંત્ર પણ અહી ફરકતું જ નથી?
ગાંધીધામ : ગાંધીધમા શહેરને નગરપાલિકામાથી મનપા મળવા પામી તેનાથી સંકુલાવાસીઓને મોટો આશાવાદ હતો પરંતુ મનપામાં અગાઉ નગરપાલિકાના સમયકાળમાં જ ફરજ બજાવેલા કેટલાક ખાધેલાઓને નિમણુકો આપવામાં આવતા શહેર-સંકુલમાં આજે પણ મોટી મોટી બેદરકારીઓ અને લાપરવાહીઓને લઈને જ સવાલો ઉભા થઈ રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, મનપા થઈ, કમિશ્નરશ્રી કાર્યદક્ષ અને તટસ્થ નિમાઈ ગયા છે, પરંતુ નપામાં કામ કરી ચુકેલા અથવા તો ભ્રષટાચારની ભાગબટાઈનો સ્વાદ ચાખી ચુકેલા અમુક તત્વોને મનપામાં નિમણુકો આપી દેવાઈ છે તે મનપા તંત્રને પણ કામ કરવા જ નહી દે. સૌ પ્રથમ તો અગાઉ ચીફ ઓફીસર રહેલાઓ છે તેમને મનપાથી દુર કરો. દબાણનો વિષય જુઓ, શહેરમાં ઠેર ઠેર દબાણો હટાવાયા પરંતુ ટાગોરા રેાડ પર કેમ દબાણો નથી હટતા? ડે.કમિશ્નરશ્રીના નામે ટાગોર રોડના દબાણકારો પાસેથી ઉઘરાણા કોણ કરી રહ્યુ છે? અહી પોલીસતંત્ર પગલા નથી લેતી, મોટાપાયે આવા દબાણકારોના લીધે ટ્રાફિક સમસ્યાઓ અહી બનવા પામી રહી છે, અને મનપા તંત્ર પણ આ બાજુ ફરકતું જ નથી? તેના પાછળનુ રહસ્ય શું છે? અગાઉ સર્વિસ રોડને લઈને ઈફકોની સામે કાગારોડળ મચાવાતી હતી, હવે તો ઈફકોએ જગ્યા ખાલી કરી દીધી, તે પછી કેમ દબાણો દુર કરવાની કોઈ જ કાર્યવાહી થતી જોતી નથી? મનપા હસ્તકનો સર્વિસ રોડ છે, તે પટ્ટામાં દબાણો ખડકાયેલા પડયા છે? કેમ તેની સામે કાૃયવાહી નથી કરવામા આવતી?
............

Comments