માધાપરની વિરાંગનાઓએ દેશની સેવા કરવા તૈયારી બતાવી
દેશને જરૂર પડે ત્યારે તેમને મદદ કરવા દરેકને અપીલ કરાઈ
ભુજ : ૩ ડિસેમ્બર, ૧૯૭૧ના સાંજે પ.૪પ વાગ્યે પાકિસ્તાની વાયુસેનાએ ભુજ એરબેઝ પર બોમ્બમારો કરી રન-વેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે રન-વે વિના લડાકુ વિમાનો ઉડાવી શકાતા ન હતા. એ સમયે તત્કાલિન એરફોર્સ કમાન્ડર વિજય કર્ણિક અને તત્કાલિન કલેક્ટરે એન. ગોપાલસ્વામી માધાપર ગામના સરપંચને દેશ સેવામાં સહયોગ આપવા માટે આહ્વાન કર્યું હતું અને ૩૦૦ મહિલાઓએ ખંતપૂર્વક કામ જોડાઈ માત્ર ૭ર કલાકમાં સતત કરાતા હુમલાથી વચ્ચે રન-વે તૈયાર કરી દીધો હતો અને આવું હિંમતભર્યું સાહસ એ માત્ર કચ્છી નારી કરી શકે એ સાબિત કર્યું હતું. હાલ તો ગઈ કાલ સીઝફાયર જાહેર થયા બાદ પાકિસ્તાની ગતિવિધી વધી હતી તો મોડેથી શાંત થઈ ગઈ હતી.
આવી જ એક નારી શક્તિ જેને આપણે માતા કહીશું એવા કાનબાઈ હિરાણીએ જૂની યાદોને વાગોળતા કહ્યું હતું કે, પરંતુ ૭૧ના યુદ્ધ વખતે રપ વર્ષના હતા ત્યારે મારા સાસુને કહ્યું કે ગામની અન્ય મહિલાઓ સાથે દેશ સેવા માટે ભુજ એરફોર્સનું રન-વે બનાવવા જવું છે ત્યારે સાસુમાએ થોડી આનાકાની કરી, આમાં જીવનો જોખમ છે માટે ઘરમાં બેસી રહો ત્યારે તેમને સમજાવતા કહ્યું કે, બા આપણે ડરીએ તો દેશ કેમ બચશે. આ વાત તેમને સમજાઈ જતા દેશની સેવા માટે માધાપર ગામની વિરાંગનાઓ એરફોર્સ સ્ટેશનમાં ગઈ ત્યારે ત્યાંના અધિકારીઓએ સૂચનાઓ આપી કે જ્યારે સાયરન વાગે ત્યારે દરેક જણે બાવડના ઝાડ પાછળ છૂપાઈ જવાનું અને જેમ સાયરન બંધ થાય તરત જ કામ ચાલુ રાખવું. બોમ્બ પડે કે ન પડે એની ચિંતા કરવી નહીં. માત્ર એક જ લક્ષ્ય દેશ બચવો જઈએ, એજ સર્વેનો મક્સદ છે. જ્યારે અમુક મહિલાઓને અન્ય કામગીરી આપવામાં આવી હતી, જેમાં સરપંચ જાદવજી હિરાણી, શાળાના શિક્ષિકા સુંદરબેન જેઠા પટેલ અને ગામની અન્ય મહિલાઓએ દેશ માટે કામ કર્યું. જેમાં કોઈક રન-વે પર ખૂંટા પાટા નાખવામાં જોડવાઈ. માત્ર રન-વે નહીં, પણ પાકિસ્તાનના વિમાનો ભારત બાજુના માર્ગો ઓળખી ન શકે એ માટે ગાયના છાણથી પુલિયાઓ ઢાંકી દેવામાં આવ્યા, જેથી દુશ્મનને ખોટી માહિતી મળે. આ ચતુરાઈ અને સાહસના કારણે ભારતના લાડકુ વિમાનો ફરીથી રન-વે પરથી ઉડી શક્યા અને યુદ્ધની દિશાને વળાવી શક્યા.
વધુ વિગતો આપત સામબાઈ કરશન ખોખાણીએએ જણાવ્યું હતું કે, યુદ્ધ બાદ મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી રૂા.૪૦ હજારનું ઈનામ મળ્યું હતું. આ પૈસ્ અમારા કામના નથી.
દેશ માટે કામ કર્યું છે. માટે એ રૂપિયાનો ઉપયોગ માધાપર નવાવાસમાં આવેલી ગ્રામ પંચાયતને આપ્યા. ઉપરનો માળ બાંધી વિરાંગના ભવન બનાવ્યું. વર્ષો પછી ભુજ એરપોર્ટ પર સન્માનિત કરવામાં આવ્યા. આજે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે અમે દેશને બચાવવા માટે તૈયાર છીએ સાથે જે અમારી સાથે જોડાય તેને માર્ગદર્શન પણ આપીશું. દેશ કટોકટીના સમયે માત્ર અમને યાદ કરે તેવી લાગણી બતાવી હતી.

Comments