Trending News
સ્થાનિક સમાચાર

કંડલા પોર્ટ પુનઃ ધમધમતું થયું : લોડિંગ-અનલોડિંગ ફરી શરૂ

11 May

યુદ્ધના તનાવથી કરાયું હતું શટડાઉન 






ભારત-પાક વચ્ચે સર્જાયેલી સ્થિતિને જોતા બંધ કરાયેલ ડીપીએ-કંડલા પર વિવિધ કાર્ગો સલગ્ન પ્રવૃત્તિઓ ધમધમી : વેસ્ટ ગેટ નં.૧૩ પર ટ્રકો-વાહનોની સવારથી જ લાગી લાંબી લાઈનો 




ગાંધીધામ : ભારત અને પાકિસ્તાનની વચ્ચે સર્જાયેલા કથીત યુદ્ધની તનાવપૂર્ણ સ્થિતિને જોતા અગમચેતીના ભાગરૂપે દેશના મહાબંદર પૈકીના એક એવા દિન દયાલ પોર્ટ ઓથોરિટી કંડલા બંદર પણ શટડાઉન કરી દેવાયું હતું. કંડલા પોર્ટને સંદ્દતર બંધ જ કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન જ એ આજરોજ સવારે જાણવા મળતી વિગતો અનુસાર સવારે ૬ઃ૩૦ વાગ્યાથી આજરોજ સવારે પોર્ટના વેસ્ટગેટ નં.૧૩ પર ટ્રકો-વાહનોની લાંબી કતારો જોવા મળી છે. લોડીંગ-અનલોડીંગની કાર્યવાહી ધમધમી ઉઠી છે. આજે સવારથી પોર્ટની પ્રવૃત્તિઓ રાબેતા મુજબ જ શરૂ થઈ ચૂકી હોવાનું પોર્ટ પ્રશાસને પણ સમર્થન 
આપ્યું છે. નોંધનીય છે કે, પોર્ટ અહીં શટડાઉન થવાથી પ૦૦થી વધુ કંપનીઓની કાર્યવાહી ઠપ્પ થઈ હતી પરંતુ હાલે પોર્ટ શરૂ થવાથી જે કાર્ગોની ગતિને બ્રેક લાગ્યો હતો તે પણ તેજ બની છે. 

Comments

COMMENT / REPLY FROM